'8 કલાક જ થયા છે, હજુ ઘણું કરવાનું બાકી છે':ભારત પર ટેરિફ વધારીને ટ્રમ્પે કહ્યું, ઘણાં બધાં સેકન્ડરી સેક્શન આવવાનાં છે; આજથી 25% ટેરિફ લાગુ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તેમણે બુધવારે આ સંબંધિત એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ ઓર્ડર 21 દિવસ પછી એટલે કે 27 ઓગસ્ટથી અમલમાં આવશે, જોકે ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટે જે 25% ટેરિફ લાદ્યો હતો એ આજથી, એટલે કે 7 ઓગસ્ટથી લાગુ થયો છે. એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ 30 જુલાઈના રોજ તેમણે ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. હવે ભારત પર કુલ 50% ટેરિફ લાદવામાં આવશે. બુધવારે મોડીરાત્રે જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે જ્યારે ચીન જેવા અન્ય દેશો પણ રશિયન તેલ ખરીદી રહ્યા છે ત્યારે તેઓ ફક્ત ભારત પર જ કડક કેમ છે ત્યારે તેમણે કહ્યું ફક્ત 8 કલાક જ થયા છે. તમે ઘણું બધું થતું જોશો. ઘણાં બધાં સેકન્ડરી સેક્શન આવવાનાં છે. ટ્રમ્પના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં અમેરિકા ભારત સહિતના તે દેશો સામે 'સેકન્ડરી સેક્શન' લાદી શકે છે જે રશિયા સાથે વેપાર સંબંધો બનાવીને બેઠા છે. વિદેશ મંત્રાલયે કહ્યું- અમેરિકન કાર્યવાહી ગેરકાયદે ભારતીય વિદેશ મંત્રાલયે આ કાર્યવાહીને ખોટી ગણાવી છે. મંત્રાલયે કહ્યું- અમેરિકાએ તાજેતરમાં રશિયાથી ભારતની તેલ આયાતને નિશાન બનાવી છે. અમે પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે બજારની સ્થિતિના આધારે તેલ ખરીદીએ છીએ અને એનો ઉદ્દેશ 1.4 અબજ ભારતીયો માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકા ભારત પર વધારાના ટેરિફ લાદી રહ્યું છે, જ્યારે ઘણા અન્ય દેશો પોતાના હિતમાં પણ આવું જ કરી રહ્યા છે. અમે પુનરાવર્તિત કરીએ છીએ કે આ પગલું અન્યાયી, ગેરકાયદે અને ખોટું છે. ભારત તેનાં રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે દરેક જરૂરી પગલાં લેશે. સેકન્ડરી સેક્શન શું છે? આ એવા પ્રતિબંધો છે, જે સીધા કોઈ દેશ પર લાદવામાં આવતા નથી, પરંતુ ત્રીજા દેશ સાથેના તેના વેપાર સંબંધોને કારણે લાગુ કરવામાં આવે છે, એટલે કે ભારતને સીધા નિશાન બનાવવાને બદલે અમેરિકા તે કંપનીઓ અને બેંકો સામે કડક કાર્યવાહી કરી શકે છે જે રશિયા પાસેથી તેલ ખરીદવામાં સામેલ છે. રશિયા-યુક્રેન યુદ્ધ છતાં ભારતે રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. અમેરિકા લાંબા સમયથી આ નિર્ણય માટે ભારત પર દબાણ કરી રહ્યું છે, જોકે ભારત હંમેશાં કહેતું આવ્યું છે કે તેની ઊર્જા જરૂરિયાતો તેના રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલી છે. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં લખ્યું છે: "ભારત સરકાર રશિયા પાસેથી સીધી અને આડકતરી રીતે તેલ આયાત કરી રહી છે. આવી સ્થિતિમાં અમેરિકામાં પ્રવેશતા ભારતીય માલ પર 25%નો વધારાનો ટેરિફ લાગુ થશે." જોકે આ ટેરિફમાંથી મુક્તિ ચોક્કસ પરિસ્થિતિઓમાં પણ આપવામાં આવશે, જેમ કે જો માલ પહેલાંથી જ દરિયામાં લોડ થઈ ગયો હોય અને એ એના માર્ગ પર હોય અથવા જો એ ચોક્કસ તારીખ પહેલાં યુએસમાં પહોંચી ગયો હોય. માર્ચ 2022ની શરૂઆતમાં અમેરિકાએ એક આદેશ જારી કરીને તેના દેશમાં રશિયન તેલ અને સંબંધિત ઉત્પાદનોની આયાત પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો હતો. હવે ટ્રમ્પ વહીવટીતંત્રને જાણવા મળ્યું છે કે ભારત રશિયન તેલ ખરીદી રહ્યું છે, જે રશિયાને આર્થિક રીતે મદદ કરી રહ્યું છે. આ કારણે અમેરિકાએ હવે ભારત પર આ નવો ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે." કેટલાક ભારતીય માલ પર ટેરિફ લાગુ થશે નહીં ટ્રમ્પે 24 કલાકમાં વધારાનો ટેરિફ લાદવાની ધમકી આપી મંગળવારે આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિએ 24 કલાકની અંદર ભારત પર વધારાના ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત રશિયા સાથે વેપાર કરીને યુક્રેન સામે રશિયન યુદ્ધ મશીનને બળ આપી રહ્યું છે. આ કારણે અમેરિકાએ કડક પગલાં લેવાની જરૂર છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ભારત સારો બિઝનેસ પાર્ટનર નથી. ભારતના ટેરિફ વિશ્વમાં સૌથી વધુ છે. ગઈકાલે દવાઓ પર 250% ટેરિફની ધમકી આપી હતી ટ્રમ્પે ગઈકાલે ભારતના ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર 250% ટેરિફ લાદવાની ધમકી આપી હતી. CNBCને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ શરૂઆતમાં ફાર્માસ્યુટિકલ્સ પર નાનો ટેરિફ લાદશે, પરંતુ પછી એને 150% અને પછી દોઢ વર્ષમાં 250% સુધી વધારી દેશે. ટ્રમ્પે કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે દવાઓ અમારા દેશમાં જ બને. તેમનું માનવું છે કે અમેરિકા ફાર્મા ઉત્પાદનો માટે વિદેશી દેશો પર ખૂબ નિર્ભર છે, ખાસ કરીને ભારત અને ચીન પર. આ ટેરિફ ભારતીય ફાર્માક્ષેત્ર પર ખરાબ અસર કરી શકે છે. અમેરિકા ભારત પાસેથી જિનેરિક દવાઓ, રસીઓ અને સક્રિય ઘટકો ખરીદે છે. 2025માં ભારતની અમેરિકામાં ફાર્માસ્યુટિકલ નિકાસ $7.5 બિલિયન (લગભગ રૂ. 65 હજાર કરોડ)થી વધુ હતી. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અનુસાર, યુએસમાં વપરાતી બધી જિનરિક દવાઓમાંથી લગભગ 40% ભારતમાંથી આવે છે. ભારત રશિયન તેલનો બીજો સૌથી મોટો ખરીદદાર ચીન પછી ભારત રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર છે. યુક્રેન યુદ્ધ પહેલાં ભારત રશિયા પાસેથી ફક્ત 0.2% (68 હજાર બેરલ પ્રતિ દિવસ) તેલ આયાત કરતું હતું. મે 2023 સુધીમાં એ વધીને 45% (20 લાખ બેરલ પ્રતિ દિવસ) થઈ ગયું, જ્યારે 2025માં જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ભારત રશિયા પાસેથી દરરોજ 17.8 લાખ બેરલ તેલ ખરીદી રહ્યું છે. છેલ્લાં બે વર્ષથી ભારત દર વર્ષે 130 અબજ ડોલર (11.33 લાખ કરોડ રૂપિયા)થી વધુ મૂલ્યનું રશિયન તેલ ખરીદી રહ્યું છે. ટેરિફ ભારતને કેવી અસર કરશે? ભારતથી અમેરિકા જતી વસ્તુઓ, જેમ કે દવાઓ, કપડાં અને એન્જિનિયરિંગ ઉત્પાદનો પર 50% ટેક્સ લાદવામાં આવશે. આનાથી અમેરિકામાં ભારતીય વસ્તુઓ મોંઘી થશે. તેમની માગ ઘટી શકે છે. અમેરિકા સાથે ભારતનો વેપાર સરપ્લસ (વધુ નિકાસ, ઓછી આયાત) પણ ઘટી શકે છે. ટ્રમ્પના ટેરિફ સંબંધિત આ સમાચાર પણ વાંચો... ભારત પર ટ્રમ્પનો 25% ટેરિફ આજથી લાગુ થશે: એક્સપોર્ટરોએ કહ્યું- આપણી પાસે માલ વેચવા માટે દુનિયાભરમાં બજારો; કયાં સેક્ટર પર કેટલી અસર પડશે આજથી એટલે કે 7 ઓગસ્ટથી ભારતથી અમેરિકા મોકલવામાં આવતા માલ પર 25% ટેરિફ લાદવામાં આવશે. 25% વધારાનો ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થશે. આના કારણે અમેરિકન બજારમ

Aug 7, 2025 - 11:45
 0
'8 કલાક જ થયા છે, હજુ ઘણું કરવાનું બાકી છે':ભારત પર ટેરિફ વધારીને ટ્રમ્પે કહ્યું, ઘણાં બધાં સેકન્ડરી સેક્શન આવવાનાં છે; આજથી 25% ટેરિફ લાગુ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તેમણે બુધવારે આ સંબંધિત એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ ઓર્ડર 21 દિવસ પછી એટલે કે 27 ઓગસ્ટથી અમલમાં આવશે, જોકે ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટે જે 25% ટેરિફ લાદ્યો હતો એ આજથી, એટલે કે 7 ઓગસ્ટથી લાગુ થયો છે. એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ 30 જુલાઈના રોજ તેમણે ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. હવે ભારત પર કુલ 50% ટેરિફ લાદવામાં આવશે. બુધવારે મોડીરાત્રે જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે જ્યારે ચીન જેવા અન્ય દેશો પણ રશિયન તેલ ખરીદી રહ્યા છે ત્યારે તેઓ ફક્ત ભારત પર જ કડક કેમ છે ત્યારે તેમણે કહ્યું ફક્ત 8 કલાક જ થયા છે. તમે ઘણું બધું થતું જોશો. ઘણાં બધાં સેકન્ડરી સેક્શન આવવાનાં છે. ટ્રમ્પના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં અમેરિકા ભારત સહિતના તે દેશો સામે 'સેકન્ડરી સેક્શન' લાદી શકે છે જે રશિયા સાથે વેપાર સંબંધો બનાવીને બેઠા છે. વિદેશ મંત્રાલયે કહ્યું- અમેરિકન કાર્યવાહી ગેરકાયદે ભારતીય વિદેશ મંત્રાલયે આ કાર્યવાહીને ખોટી ગણાવી છે. મંત્રાલયે કહ્યું- અમેરિકાએ તાજેતરમાં રશિયાથી ભારતની તેલ આયાતને નિશાન બનાવી છે. અમે પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે બજારની સ્થિતિના આધારે તેલ ખરીદીએ છીએ અને એનો ઉદ્દેશ 1.4 અબજ ભારતીયો માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકા ભારત પર વધારાના ટેરિફ લાદી રહ્યું છે, જ્યારે ઘણા અન્ય દેશો પોતાના હિતમાં પણ આવું જ કરી રહ્યા છે. અમે પુનરાવર્તિત કરીએ છીએ કે આ પગલું અન્યાયી, ગેરકાયદે અને ખોટું છે. ભારત તેનાં રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે દરેક જરૂરી પગલાં લેશે. સેકન્ડરી સેક્શન શું છે? આ એવા પ્રતિબંધો છે, જે સીધા કોઈ દેશ પર લાદવામાં આવતા નથી, પરંતુ ત્રીજા દેશ સાથેના તેના વેપાર સંબંધોને કારણે લાગુ કરવામાં આવે છે, એટલે કે ભારતને સીધા નિશાન બનાવવાને બદલે અમેરિકા તે કંપનીઓ અને બેંકો સામે કડક કાર્યવાહી કરી શકે છે જે રશિયા પાસેથી તેલ ખરીદવામાં સામેલ છે. રશિયા-યુક્રેન યુદ્ધ છતાં ભારતે રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. અમેરિકા લાંબા સમયથી આ નિર્ણય માટે ભારત પર દબાણ કરી રહ્યું છે, જોકે ભારત હંમેશાં કહેતું આવ્યું છે કે તેની ઊર્જા જરૂરિયાતો તેના રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલી છે. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં લખ્યું છે: "ભારત સરકાર રશિયા પાસેથી સીધી અને આડકતરી રીતે તેલ આયાત કરી રહી છે. આવી સ્થિતિમાં અમેરિકામાં પ્રવેશતા ભારતીય માલ પર 25%નો વધારાનો ટેરિફ લાગુ થશે." જોકે આ ટેરિફમાંથી મુક્તિ ચોક્કસ પરિસ્થિતિઓમાં પણ આપવામાં આવશે, જેમ કે જો માલ પહેલાંથી જ દરિયામાં લોડ થઈ ગયો હોય અને એ એના માર્ગ પર હોય અથવા જો એ ચોક્કસ તારીખ પહેલાં યુએસમાં પહોંચી ગયો હોય. માર્ચ 2022ની શરૂઆતમાં અમેરિકાએ એક આદેશ જારી કરીને તેના દેશમાં રશિયન તેલ અને સંબંધિત ઉત્પાદનોની આયાત પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો હતો. હવે ટ્રમ્પ વહીવટીતંત્રને જાણવા મળ્યું છે કે ભારત રશિયન તેલ ખરીદી રહ્યું છે, જે રશિયાને આર્થિક રીતે મદદ કરી રહ્યું છે. આ કારણે અમેરિકાએ હવે ભારત પર આ નવો ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે." કેટલાક ભારતીય માલ પર ટેરિફ લાગુ થશે નહીં ટ્રમ્પે 24 કલાકમાં વધારાનો ટેરિફ લાદવાની ધમકી આપી મંગળવારે આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિએ 24 કલાકની અંદર ભારત પર વધારાના ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત રશિયા સાથે વેપાર કરીને યુક્રેન સામે રશિયન યુદ્ધ મશીનને બળ આપી રહ્યું છે. આ કારણે અમેરિકાએ કડક પગલાં લેવાની જરૂર છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ભારત સારો બિઝનેસ પાર્ટનર નથી. ભારતના ટેરિફ વિશ્વમાં સૌથી વધુ છે. ગઈકાલે દવાઓ પર 250% ટેરિફની ધમકી આપી હતી ટ્રમ્પે ગઈકાલે ભારતના ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર 250% ટેરિફ લાદવાની ધમકી આપી હતી. CNBCને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ શરૂઆતમાં ફાર્માસ્યુટિકલ્સ પર નાનો ટેરિફ લાદશે, પરંતુ પછી એને 150% અને પછી દોઢ વર્ષમાં 250% સુધી વધારી દેશે. ટ્રમ્પે કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે દવાઓ અમારા દેશમાં જ બને. તેમનું માનવું છે કે અમેરિકા ફાર્મા ઉત્પાદનો માટે વિદેશી દેશો પર ખૂબ નિર્ભર છે, ખાસ કરીને ભારત અને ચીન પર. આ ટેરિફ ભારતીય ફાર્માક્ષેત્ર પર ખરાબ અસર કરી શકે છે. અમેરિકા ભારત પાસેથી જિનેરિક દવાઓ, રસીઓ અને સક્રિય ઘટકો ખરીદે છે. 2025માં ભારતની અમેરિકામાં ફાર્માસ્યુટિકલ નિકાસ $7.5 બિલિયન (લગભગ રૂ. 65 હજાર કરોડ)થી વધુ હતી. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અનુસાર, યુએસમાં વપરાતી બધી જિનરિક દવાઓમાંથી લગભગ 40% ભારતમાંથી આવે છે. ભારત રશિયન તેલનો બીજો સૌથી મોટો ખરીદદાર ચીન પછી ભારત રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર છે. યુક્રેન યુદ્ધ પહેલાં ભારત રશિયા પાસેથી ફક્ત 0.2% (68 હજાર બેરલ પ્રતિ દિવસ) તેલ આયાત કરતું હતું. મે 2023 સુધીમાં એ વધીને 45% (20 લાખ બેરલ પ્રતિ દિવસ) થઈ ગયું, જ્યારે 2025માં જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ભારત રશિયા પાસેથી દરરોજ 17.8 લાખ બેરલ તેલ ખરીદી રહ્યું છે. છેલ્લાં બે વર્ષથી ભારત દર વર્ષે 130 અબજ ડોલર (11.33 લાખ કરોડ રૂપિયા)થી વધુ મૂલ્યનું રશિયન તેલ ખરીદી રહ્યું છે. ટેરિફ ભારતને કેવી અસર કરશે? ભારતથી અમેરિકા જતી વસ્તુઓ, જેમ કે દવાઓ, કપડાં અને એન્જિનિયરિંગ ઉત્પાદનો પર 50% ટેક્સ લાદવામાં આવશે. આનાથી અમેરિકામાં ભારતીય વસ્તુઓ મોંઘી થશે. તેમની માગ ઘટી શકે છે. અમેરિકા સાથે ભારતનો વેપાર સરપ્લસ (વધુ નિકાસ, ઓછી આયાત) પણ ઘટી શકે છે. ટ્રમ્પના ટેરિફ સંબંધિત આ સમાચાર પણ વાંચો... ભારત પર ટ્રમ્પનો 25% ટેરિફ આજથી લાગુ થશે: એક્સપોર્ટરોએ કહ્યું- આપણી પાસે માલ વેચવા માટે દુનિયાભરમાં બજારો; કયાં સેક્ટર પર કેટલી અસર પડશે આજથી એટલે કે 7 ઓગસ્ટથી ભારતથી અમેરિકા મોકલવામાં આવતા માલ પર 25% ટેરિફ લાદવામાં આવશે. 25% વધારાનો ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થશે. આના કારણે અમેરિકન બજારમાં ભારતીય માલ મોંઘો થશે. ઓની માગ ઘટી શકે છે. ત્યાંના આયાતકારો અન્ય દેશોમાંથી માલ મગાવી શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો... ટ્રમ્પની ધમકીથી 100થી વધુ દેશો ડરી ગયા: અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી ભારત સહિત 5 દેશો ના ઝૂક્યા; હવે કેવી રીતે કરશે પ્રતિબંધોનો સામનો? રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ સંસદના સંયુક્ત સત્રમાં વિશ્વભરના દેશો પર ટેરિફની જાહેરાત કરી. તેમણે કહ્યું હતું કે આપણી અર્થવ્યવસ્થા સતત નુકસાનમાં જઈ રહી છે. આ નુકસાનથી બચવા માટે અમે એ બધા દેશો પર ટેરિફ લાદીશું, જે અમારા માલ પર ટેરિફ લાદે છે. આ સ્ટોરીમાં ટ્રમ્પની ધમકીઓ સામે ઝૂકેલા દેશો વિશે જાણો, તેમના વિશે પણ જાણીશું જેમણે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી ન હતી, એ પણ જાણીશું કે તેમની પાસે હવે કયા વિકલ્પો છે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો...

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow