ટ્રમ્પના પરિવારને 13 હજાર કરોડની ગિફ્ટ:વિયેતનામે ગોલ્ફ રિસોર્ટ આપ્યું; એશિયન દેશના અમેરિકા સાથે મિત્રતા વધારવાના પ્રયાસ
ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પાછા ફર્યા પછી, તેમના પરિવારની કારોબારી પ્રવૃત્તિઓમાં એક નવી હલચલ દેખાઈ રહી છે. વિયેતનામ અને ઇન્ડોનેશિયા જેવા એશિયન દેશો હવે ટ્રમ્પને અબજો ડોલરના પ્રોજેક્ટ આપીને અમેરિકા સાથેના સંબંધો સુધારવા માટે હરિફાઈ કરી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ સોદાઓમાં ઘણા દેશો કાનૂની પ્રક્રિયાઓને અવગણી રહ્યા છે અને કાનૂની છૂટછાટો આપી રહ્યા છે. વિયેતનામના વિન્હ ફુક પ્રાંતમાં 13 હજાર કરોડ રૂપિયાનો 'ટ્રમ્પ ઇન્ટરનેશનલ ગોલ્ફ રિસોર્ટ' પ્રોજેક્ટ આવો જ એક કિસ્સો છે. વિયેતનામ સરકારે તેને રાષ્ટ્રીય પ્રાથમિકતા ગણાવીને મંજૂરી આપી છે. આમાં, જમીન સંપાદન અને નાણાકીય ચકાસણી જેવી પ્રક્રિયાઓને સાઈડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ ટ્રમ્પના પરિવાર સાથે જોડાયેલો છે, તેથી તેને કાનૂની પ્રક્રિયાને અનુસર્યા વિના મંજૂરી આપવામાં આવી હતી. તેમજ, ઇન્ડોનેશિયાના બાલી અને પશ્ચિમ જાવામાં ટ્રમ્પ પરિવારને હોટલ અને ગોલ્ફ કોર્સ જેવા પ્રોજેક્ટ્સ પણ ઓફર કરવામાં આવ્યા છે. આમાં પણ કાનૂની પ્રક્રિયાઓની અવગણના કરવામાં આવી છે. તુર્કીમાં ટ્રમ્પ ટાવર્સ, અઝરબૈજાનમાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલ વિયેતનામ અને ઇન્ડોનેશિયા ઉપરાંત, તુર્કી અને અઝરબૈજાન જેવા દેશો પણ ટ્રમ્પ પરિવારને સાધવાના પ્રયાસ કરી રહ્યા છે. તુર્કીના ઇસ્તંબુલમાં ટ્રમ્પ ટાવર્સ રેસિડેન્શિયલ અને ઓફિસ કોમ્પલેક્ષ જેવા પ્રોજેક્ટ્સ ટ્રમ્પના પરિવારને ઓફર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સમાં ડોગાન હોલ્ડિંગ સાથે ભાગીદારી છે. તેમને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનની પાર્ટી AKPના નજીકના માનવામાં આવે છે. અઝરબૈજાનમાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલ. આ પ્રોજેક્ટ ઉદ્યોગપતિ મમ્મદોવના સહયોગથી કરવામાં આવી રહ્યો છે. અહીં નાણાકીય વ્યવહારોની પારદર્શિતા પર સવાલો ઉભા થયા છે. ફિલિપાઇન્સ પણ આ પ્રોજેક્ટ ટ્રમ્પ પરિવારને આપવાનું વિચારી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પને આ પ્રોજેક્ટ ઓફર કરવા માટે પડદા પાછળ લોબિંગ ચાલી રહ્યું છે. પાકિસ્તાને પણ ટ્રમ્પ એઆઈ પ્રોજેક્ટ માટે 2 હજાર મેગાવોટ વીજળી આપી પાકિસ્તાનની શાહબાઝ સરકારે ટ્રમ્પની AI પ્રોજેક્ટ સાથેની ભાગીદારી માટે બે હજાર મેગાવોટ વીજળી ફાળવી છે. આ વીજળીનો ઉપયોગ કરીને બિટકોઇન માઇનિંગ કરવામાં આવશે. આ વીજળીનો ઉપયોગ AI ડેટા સેન્ટરોમાં પણ થશે. જણાવીએ કે પાકિસ્તાન સરકારે હાલમાં આંતરરાષ્ટ્રીય રોકાણ આકર્ષવા માટે ક્રિપ્ટોકરન્સીને કાયદેસર બનાવવાનો નિર્ણય લીધો છે. નિવેદનમાં જણાવાયું છે કે 4 કરોડ ક્રિપ્ટો યુઝર્સ સાથે, પાક ડિજિટલ ચલણમાં અપાર સંભાવનાઓ રાખે છે. ટ્રમ્પને મળેલી ભેટ સંબંધિત આ સમાચાર પણ વાંચો.... ટ્રમ્પને મળી દુનિયાની સૌથી મોંઘી ગિફ્ટ:કતાર તરફથી મળેલી ભેટ અમેરિકાએ સ્વીકારી, ઊડતો મહેલ છે 3400 કરોડ રૂપિયાનું વિમાન અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે 21 મેના રોજ જણાવ્યું હતું કે કતાર સરકારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બોઇંગ 747-8 જમ્બો જેટ ગિફ્ટમાં આપ્યું છે. એરફોર્સ વન તરીકે એનો ઉપયોગ કરવામાં આવશે. 3400 કરોડ રૂપિયાની કિંમતના આ લક્ઝરી પ્લેનને 'ફ્લાઇંગ પેલેસ' કે ઊડતો મહેલ કહેવામાં આવે છે. આ કોઈપણ અમેરિકન રાષ્ટ્રપતિને મળેલી સૌથી મોંઘી ભેટ છે. આ વિમાનનો ઉપયોગ કરતાં પહેલાં ટ્રમ્પે સુરક્ષા મંજૂરીની રાહ જોવી પડશે, જેમાં 3થી 4 વર્ષનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં શક્ય છે કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોય ત્યારે એનો ઉપયોગ ન કરી શકે.સંપૂર્ણ સમાચાર અહીં વાંચો...

What's Your Reaction?






