ડ્રોન-ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી યુક્રેન પર ઘાતકી હુમલો:રહેણાક વિસ્તારોને નિશાન બનાવ્યા, 5 લોકો માર્યા ગયા; રશિયાએ ઓપરેશન સ્પાઇડર વેબનો બદલો લીધો

રશિયાએ 5 દિવસ પછી બદલો લીધો. બદલો એવો હતો કે યુક્રેન ફરી એકવાર પરાજિત થયું. રશિયાએ યુક્રેન પર ડ્રોનનો વરસાદ કર્યો અને બેલિસ્ટિક મિસાઇલોથી વિનાશ વેર્યો. યુક્રેનમાં એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે. કિવના ઓબ્લાન અને ક્લિત્સ્કોમાં સાયરન સતત વાગી રહ્યાં છે. રશિયન હુમલામાં યુક્રેનના 5 લોકો મૃત્યુ પામ્યા છે, ખાર્કિવમાં 4 બાળક ઘાયલ થયાં છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. રાષ્ટ્રપતિ પુતિનને યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કર્યાને થોડા કલાકો જ થયા છે. આ સમય દરમિયાન તેમણે પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. ટ્રમ્પે પત્રકારોને શું કહ્યું? ટ્રમ્પે 1 જૂને રશિયા પર યુક્રેનિયન હુમલા પછી પુતિન શું વિચારી રહ્યા હતા એ વિશ્વને જણાવ્યું. રશિયા પર યુક્રેનિયન હુમલા પછી ટ્રમ્પે પુતિન સાથે 1 કલાક વાત કરી તેમને શાંત કરવાની કોશિશ કરી, પરંતુ પુતિન સહમત થવાના નહોતા. આ વાતચીત પછી પુતિનના મૂડનું વર્ણન કરતાં ટ્રમ્પે પત્રકારોને કહ્યું, "રાષ્ટ્રપતિ પુતિને મને ખૂબ જ સ્પષ્ટપણે કહ્યું કે તેમણે એરપોર્ટ પર તાજેતરના હુમલાનો જવાબ આપવો પડશે." 24 કલાકની અંદર પુતિને યુક્રેન પર હુમલો કર્યો ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં પહેલેથી જ ચેતવણી આપી હતી કે આ 1 કલાકનો ફોન કોલ રશિયા અને યુક્રેન વચ્ચે "તાત્કાલિક શાંતિ" લાવશે નહીં. યુક્રેન સામે રશિયાની બદલાની કાર્યવાહીએ આ યુદ્ધમાં શાંતિની બધી શક્યતા પર પાણી ફેરવી દીધું છે. ટ્રમ્પના શબ્દો સાચા સાબિત થયા અને 24 કલાકની અંદર પુતિને યુક્રેન પર હુમલો કર્યો. કિવમાં ઘણી ઇમારતોમાં આગ લાગી યુક્રેનની વાયુસેનાએ શુક્રવારે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે રશિયન બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન યુક્રેન તરફ અનેક દિશાઓથી છોડવામાં આવ્યા છે. કિવ શહેર લશ્કરી વહીવટના વડા ટાકાચેન્કોએ જણાવ્યું હતું કે ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવતી વખતે કિવમાં ઘણી ઇમારતોમાં આગ લાગી હતી. એને બુઝાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. CNN અનુસાર, કિવમાં બે મોટા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. કિવ, ટેર્નોપિલ, ખ્મેલનીત્સ્કી ઓબ્લાસ્ટ, લ્વિવ અને લુત્સ્કમાં વિસ્ફોટ થયાના અહેવાલ છે. હુમલા યથાવત્, લોકોને સલામત સ્થળે જવા આદેશ યુક્રેનની વાયુસેનાએ ચેતવણી આપી હતી કે યુક્રેનની વેબસાઇટ કિવ ઇન્ડિપેન્ડન્ટ અનુસાર, ઘણાં રશિયન Tu-95MS વ્યૂહાત્મક બોમ્બર્સે ઉડાન ભરી હતી અને સંભવતઃ ક્રૂઝ મિસાઇલો ચલાવી હતી. ટાકાચેન્કોએ રશિયા પર ડ્રોન હુમલાઓ દ્વારા રહેણાક વિસ્તારોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે કિવના સોલોમિયાંસ્કી જિલ્લામાં એક બહુમાળી ઇમારતને નુકસાન થયું છે. કિવના મેયર વિટાલી ક્લિટ્શ્કોએ યુક્રેનિયન રાજધાનીના ઘણા વિસ્તારોમાં આગ લાગવાની જાણ કરી. મેયરે કિવવાસીઓને સલામત આશ્રયસ્થાનોમાં રહેવા કહ્યું અને કહ્યું કે હુમલો હજુ પણ ચાલુ છે. હુમલામાં કેટલાક લોકોનાં મોત, સંપત્તિને નુકસાન યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ગુરુવારે જણાવ્યું હતું કે રશિયાએ રાતોરાત 103 ડ્રોન અને એક બેલિસ્ટિક મિસાઇલ છોડ્યાં, જેમાં ડોનેત્સ્ક, ખાર્કિવ, ઓડેસા, સુમી, ચેર્નિહિવ, ડિનિપ્રો અને ખેરસન સહિતના ઘણા પ્રદેશો પર હુમલો કર્યો. આ હુમલામાં કેટલાક લોકોના મોત થયા અને સંપત્તિને નુકસાન થયું. શાહેદ ડ્રોને ચેર્નિહિવમાં એક રહેણાક મકાન પર હુમલો કર્યો એક નિવેદનમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પુષ્ટિ આપી કે "શાહેદ" ડ્રોને ચેર્નિહિવમાં એક રહેણાક મકાન પર હુમલો કર્યો. શાહેદ ડ્રોન એ ઈરાની માનવરહિત લડાયક હવાઈ વાહનો છે અને શાહેદ એવિએશન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિકસિત લોટરિંગ શસ્ત્રો છે. શાહેદ ડ્રોન ઈરાન અને રશિયા બંનેમાં બનાવવામાં આવે છે. સિબિહાએ ભારપૂર્વક જણાવ્યું- રશિયા શાંતિ ઇચ્છતું નથી યુક્રેનિયન વિદેશમંત્રી એન્ડ્રી સિબિહાએ કહ્યું, "રાતભર રશિયાએ યુક્રેન અને યુક્રેનિયન લોકો સામે પોતાનો આતંક ચાલુ રાખ્યો. લોકો ઘાયલ થયા અને માર્યા ગયા. ખાર્કિવમાં ઓછામાં ઓછા ચાર બાળક ઘાયલ થયાં." સિબિહાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રશિયા શાંતિ ઇચ્છતું નથી. તે અલ્ટિમેટમ જારી કરે છે અને નાગરિકોને નિશાન બનાવે છે. તેમણે મજબૂત આંતરરાષ્ટ્રીય કાર્યવાહીની વિનંતી કરી. ઝેલેન્સ્કીની વધારાના પ્રતિબંધો, આંતરરાષ્ટ્રીય દબાણ માટે હાકલ ગૃહમંત્રી ઇહોર ક્લિમેન્કોએ ટેલિગ્રામ પર પણ કહ્યું હતું કે પ્રાયલુકીમાં પાંચ લોકો માર્યા ગયા અને છ અન્ય ઘાયલ થયા. તેમણે કહ્યું હતું કે ખાર્કિવમાં 18 લોકો ઘાયલ થયા. ઝેલેન્સ્કીએ વધારાના પ્રતિબંધો અને આંતરરાષ્ટ્રીય દબાણ માટે હાકલ કરી હતી. તેમણે કહ્યું- "અમે યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ અને વિશ્વની દરેક વ્યક્તિ પાસેથી કાર્યવાહીની અપેક્ષા રાખીએ છીએ, જે ખરેખર આ ભયંકર પરિસ્થિતિઓને બદલવામાં મદદ કરી શકે છે, મોસ્કો પર ઉપલબ્ધ તમામ માધ્યમોથી દબાણ કરવું જોઈએ." ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયા સતત તેની હત્યાઓ ચાલુ રાખવા માટે સમય લે છે. જ્યારે તેને વિશ્વ તરફથી પૂરતી નિંદા અને દબાણનો અનુભવ થતો નથી ત્યારે તે ફરીથી હત્યા કરે છે. 41 રશિયન લશ્કરી વિમાનને તોડી પાડ્યાં યુક્રેન પર રશિયન મિસાઇલ હુમલો યુક્રેનિયન એજન્સીઓ દ્વારા રશિયાના આંતરિક ભાગમાં શ્રેણીબદ્ધ મોટા પાયે ડ્રોન હુમલાઓ શરૂ કર્યાના થોડા દિવસો પછી થયો છે. આ દરમિયાન રશિયાના એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો અને 41 રશિયન લશ્કરી વિમાનને તોડી પાડવામાં આવ્યાં. મંગળવારે યુક્રેને કેર્ચ બ્રિજ પર પણ હુમલો કર્યો, જે રશિયા અને ક્રિમિયા દ્વીપકલ્પ વચ્ચેનો એકમાત્ર સીધો સંપર્ક છે. આ હુમલો કરવા માટે યુક્રેને પાણીની અંદર 1100 કિલો વિસ્ફોટકો મૂક્યા.

Jun 6, 2025 - 20:16
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow