વિલ સ્મિથના લાઈવ શોમાં ફેનની ગંદી હરકત!:મહિલાના અન્ડરગાર્મેન્ટ સ્ટેજ ફેંકાયાં, એક્ટર-સિંગર પણ શરમાઈને હસી પડ્યો
અમેરિકન એક્ટર, ફિલ્મ નિર્માતા અને રેપર વિલ સ્મિથનો એક ફની વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો તેના લાઈવ પરફોર્મન્સનો છે. ચાલુ શો વચ્ચે ફેનની ગંદી હરકત જોઈ એક્ટર-સિંગર પણ શરમાઈને હસી પડ્યો. તમે ઘણીવાર વાંચ્યું હશે કે સાંભળ્યું હશે કે કોઈએ લાઈવ સ્ટેજ શો દરમિયાન સિંગર પર જૂતા કે બોટલ ફેંકી છે, પરંતુ આવો વિચિત્ર કિસ્સો પ્રથમ વખત બન્યો હશે. જેમાંથી કોઈ મહિલાના અન્ડરગાર્મેન્ટ સિંગર તરફ ફેંક્યાં. વાઈરલ વીડિયોમાં શું છે? રેપર વિલ સ્મિથ તેના મિત્રો સાથે સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો. ત્યારે અચાનક પ્રેક્ષકોમાંથી કોઈએ તેના પર મહિલાનો અન્ડરગાર્મેન્ટ ફેંક્યાં. આ દરમિયાન, પરફોર્મ કરી રહેલા વિલ સ્મિથ પણ ચોંકી ગયો, છતાં તેણે પોતાનું પરફોર્મન્સ શરૂ રાખ્યું, થોડીવાર બાદ શરમાઈને હસવા લાગ્યો અને અન્ડરગાર્મેન્ટ સ્ટેજ પરથી ઉઠાવી પાછું પ્રેક્ષકો તરફ આપી દીધું. આ વીડિયો ખુદ વિલ સ્મિથે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું કે- હું તમારા સમર્થનની પ્રશંસા કરું છું! ચાહકો પણ આ વીડિયો જોઈ હસી રહ્યા છે. વિલ સ્મિથનો થપ્પડ કાંડ વિલ સ્મિથ 2022ના ઓસ્કર સમારોહમાં થયેલા થપ્પડ કાંડને લઈને ઘણી ચર્ચામાં હતો. બન્યું એવું હતું કે ક્રિસ રોકે વિલ સ્મિથની પત્નીના ટૂંકા વાળની મજાક ઉડાવી હતી, જેનાથી વિલ સ્મિથ ગુસ્સે થયો હતો. પછી તરત જ, પ્રતિક્રિયા આપતા, સ્મિથ સ્ટેજ પર ગયો અને રોકને થપ્પડ મારી દીધી, જેના પછી ઘણો હોબાળો થયો. સાઉથની ફિલ્મમાં જોવા મળશે વિલ સ્મિથ! વિલ સ્મિથ આ દિવસોમાં સાઉથની ફિલ્મને લઈને સમાચારમાં છે. એવા અહેવાલો છે કે ડિરેક્ટર એટલી સાથે અલ્લુ અર્જુનની મેગા-બજેટ સાયન્સ-ફિક્શન ફિલ્મમાં વિલ સ્મિથ, ડ્વેન જોહ્ન્સન જેવા મોટા હોલિવૂડ નામો પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. જોકે, હજુ કોઈ હોલિવૂડ કલાકારોના નામની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

What's Your Reaction?






