વિજય દેવરકોંડાની 'કિંગડમ'ને લઈ હોબાળો:તમિલ સંગઠનોએ સાંસ્કૃતિક અપમાનનો આક્ષેપ લગાવ્યો, ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માંગ

સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડાની ફિલ્મ 'કિંગડમ' 31 જુલાઈના રોજ રિલીઝ થઈ હતી. ત્યારથી આ ફિલ્મ વિવાદોથી ઘેરાયેલી છે. આ ફિલ્મ પર તમિળ ઓળખને ખોટી રીતે રજૂ કરવાનો અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જાણો શું છે આખો મામલો... નવભારત ટાઈમ્સ અનુસાર, તમિળ રાષ્ટ્રવાદી જૂથ 'નામ તમિલાર કાચી' (NTK) એ ફિલ્મના કેટલાક ભાગો સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમનો દાવો છે કે 'કિંગડમ'માં શ્રીલંકન તમિલોને નકારાત્મક રીતે દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ફિલ્મમાં ખલનાયકનું નામ 'મુરુગન' રાખવામાં આવ્યું છે, જે તમિલનાડુના સૌથી પૂજનીય દેવતાઓમાંના એક ભગવાન મુરુગન સાથે સંકળાયેલું નામ છે. આ કારણે પણ લોકોમાં રોષ અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. NTKનું કહેવું છે કે, આ ફિલ્મ તમિલોની ઓળખ અને સાંસ્કૃતિક ઇતિહાસને બદનામ કરે છે. રાજ્યભરના ઘણા સિનેમા હોલની બહાર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. પાર્ટીના સભ્યોએ માંગ કરી હતી કે, તમિલનાડુમાં 'કિંગડમ' ફિલ્મ બતાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે. વધતો હોબાળો જોઈને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓ પોલીસ સાથે ઘર્ષણ કરતા જોવા મળ્યા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે વધારાનું પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. જોકે કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી, પરંતુ વધુ કોઈ અશાંતિ ન થાય તે માટે તે વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. NTK એ સરકાર પાસેથી કાર્યવાહીની માંગ કરી છે અને તમિલનાડુ પ્રશાસન પર આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માટે દબાણ કર્યું છે. તે જ સમયે, આ વિવાદોને કારણે, લોકો આ ફિલ્મ જોવા માટે થિયેટરોમાં નથી પહોંચી રહ્યા. આ ફિલ્મ 31 જુલાઈના રોજ રિલીઝ થઈ હતી ફિલ્મ 'કિંગડમ' 31 જુલાઈના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં વિજય દેવરકોંડા ઉપરાંત, ભાગ્યશ્રી અને સત્યદેવ પણ મહત્વની ભૂમિકામાં છે.

Aug 7, 2025 - 11:45
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow