મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મોદી 7 વર્ષ પછી ચીન જશે; રેપ કેસમાં ક્રિકેટર યશ દયાલની 'વિકેટ પડી', સોનાએ બનાવ્યો નવો રેકોર્ડ

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% વધારાનો ટેરિફ લાદવા સંબંધિત હતા. બીજા મોટા સમાચાર ક્રિકેટર યશ દયાલની બળાત્કારના કેસમાં ધરપકડ અંગે હાઈકોર્ટમાં સુનાવણીના હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી સંમેલનનું ઉદ્ઘાટન કરશે. 2. દિલ્હીમાં ઇન્ડિયા બ્લોકના નેતાઓની ડિનર મીટિંગ યોજાશે. આમાં બિહારમાં મતદાર યાદી સુધારણા (SIR) પર ચર્ચા કરવામાં આવશે. 3. નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. ???? કાલના મોટા સમાચારો 1. અમેરિકાની ટેરિફની ધમકીઓ વચ્ચે મોદીનો ચીન જવાનો નિર્ણય:ગલવાન અથડામણ પછી પહેલી મુલાકાત PM મોદી SCO સમિટમાં ભાગ લેવા માટે ચીન જશે. આ મુલાકાત 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ થશે. 2020માં ગાલવાન ઘાટીમાં ભારત-ચીન લશ્કરી અથડામણ પછી મોદીની આ પહેલી ચીન મુલાકાત હશે. મોદીએ અગાઉ 2018માં ચીનની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન તરીકે પીએમ મોદીની આ છઠ્ઠી ચીન મુલાકાત હશે, જે 70 વર્ષમાં કોઈપણ ભારતીય પીએમ દ્વારા ચીનની સૌથી વધુ મુલાકાત છે. ચીન જતાં પહેલાં પીએમ મોદી 30 ઓગસ્ટે જાપાન પહોંચશે. અહીં તેઓ ભારત-જાપાન સમિટમાં ભાગ લેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બ્રાઝિલે ટ્રમ્પને રોકડું પરખાવ્યું:લુલા ડિ સિલ્વાનો જવાબ- હું PM મોદીને ફોન કરીશ, જિનપિંગને ફોન કરીશ; પણ ટ્રમ્પને નહીં અમેરિકા તરફથી 50% ટેરિફ અંગેના તણાવ વચ્ચે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડિ સિલ્વાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરવાનો ઇનકાર કર્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે લુલા જ્યારે ઇચ્છે ત્યારે મારી સાથે વાત કરી શકે છે. લુલાએ આ પ્રસ્તાવ ફગાવી દીધો છે. લુલાએ કહ્યું કે તેઓ ટ્રમ્પને ટેરિફ વિશે વાતચીત કરવા માટે ફોન નહીં કરે. તેમણે કહ્યું કે બ્રાઝિલ આ મુદ્દાના ઉકેલ માટે વિશ્વ વેપાર સંગઠન (WTO)નો આશરો લેશે. રાજધાની બ્રાઝિલિયામાં એક કાર્યક્રમ દરમિયાન, લુલાએ કહ્યું, હું શી જિનપિંગને ફોન કરીશ, હું વડાપ્રધાન મોદીને ફોન કરીશ, પણ ટ્રમ્પને ફોન નહીં કરું. હું પુતિનને ફોન નહીં કરું કારણ કે તેઓ અત્યારે યાત્રા કરી શકતા નથી. પણ હું બીજા ઘણા રાષ્ટ્રપતિઓ સાથે વાત કરીશ. 3. ક્રિકેટર યશ દયાલની ધરપકડ રોકવાનો હાઇકોર્ટનો ઇનકાર:કોર્ટે કહ્યું, બળાત્કાર પીડિતા સગીર છે, આરોપીને રાહત આપી શકાય નહીં સગીરા પર બળાત્કારના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટમાંથી આઇપીએલ ચેમ્પિયન આરસીબીના ફાસ્ટ બોલર યશ દયાલને રાહત મળી નથી. જયપુરમાં જસ્ટિસ સુદેશ બંસલની કોર્ટે કહ્યું હતું કે પીડિતા સગીર છે, તેથી ધરપકડ અને પોલીસ કાર્યવાહી રોકી શકાતી નથી. કોર્ટે કેસ ડાયરી મગાવી છે. આગામી સુનાવણી 22 ઓગસ્ટે થશે. ચર્ચા દરમિયાન ક્રિકેટરના વકીલ કુણાલ જયમાને કહ્યું- ગાઝિયાબાદમાં પણ એક છોકરીએ અમારી સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. અલાહાબાદ હાઈકોર્ટે આ કેસ પર સ્ટે લગાવી દીધો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. રાહુલે કહ્યું-ટ્રમ્પ ધમકી આપી રહ્યા છે:મોદી સામનો કરી શકતા નથી, અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલી તપાસને કારણે હાથ બંધાયેલા છે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ટ્રમ્પની ધમકીઓનો સામનો કરી શકતા નથી. તેનું કારણ એ છે કે અદાણી સામે અમેરિકામાં તપાસ ચાલી રહી છે. આવી સ્થિતિમાં મોદીના હાથ બંધાયેલા છે. મોદીનો AA (અદાણી-અંબાણી) સાથે શું સંબંધ છે, તે ઉઘાડા થઈ ગયા છે. ગયા વર્ષે, અમેરિકામાં અદાણી સહિત 8 લોકો પર અબજો રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. યુએસ એટર્ની ઓફિસની ચાર્જશીટ અનુસાર, અદાણીની કંપનીએ ભારતમાં ખોટી રીતે રિન્યુએબલ ઉર્જા પ્રોજેક્ટ્સ મેળવ્યા હતા. આ માટે સરકારી અધિકારીઓને લાંચ આપવામાં આવી હતી. જેની તપાસ ચાલુ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સોનું પ્રતિ 10 ગ્રામ વધીને ₹1,00,672 પહોંચ્યું, ઓલ ટાઈમ હાઈ પર: ₹1 લાખ 4 હજાર સુધી જઈ શકે છે ભાવ આજે એટલે કે 6 ઓગસ્ટના રોજ સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ 596 રૂપિયા વધીને 1,00,672 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. અગાઉ, સોનાનો ભાવ 1,00,076 રૂપિયા હતો. તે જ સમયે ચાંદીનો ભાવ 1,154 રૂપિયા વધીને 1,13,576 રૂપિયા પ્રતિ કિલો થયો છે. અગાઉ ચાંદી 1,12,422 રૂપિયા હતી. 23 જુલાઈના રોજ ચાંદી 1,15,850 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના 11 જિલ્લાને સૌની યોજનાનું પાણી અપાશે:ખેતીમાં વીજળી પણ 8ના બદલે 10 કલાક અપાશે સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા રાજ્ય સરકારે પાણી અને વીજળીને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. ખેતીમાં વીજળી 8ના બદલે 10 કલાક અને સૌની યોજનાથી પાણી પહોંચાડવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે શરૂઆતી વરસાદ સારો વરસી ચૂક્યો છે. પરંતુ, છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે. તો બીજી તરફ નર્મદા ડેમમાં પણ પાણીની ભરપૂર આવક હોય સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીની જરુરિયાતને પહોંચી વળવા માટે સૌની યોજનાથી પાણી આપવાનો રાજ્ય સરાકાર દ્વારા આયોજન કરાયું છે.સુજલામ સુફલામ યોજના અંતર્ગત પણ પાણી આપવાનો નિર્ણય કરાયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ભાવનગરમાં સિંહની પજવણી કરનાર જેલભેગો:મારણ આરોગી રહેલા સાવજની નજીક જઈ વીડિયો બનાવ્યો, સિંહ સામો થયો છતાં ત્યાં જ ઉભો રહ્યો સૌરાષ્ટ્રના સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી વાઈરલ થઈ રહેલી સિંહની પજવણીના વીડિયોના મૂળ સુધી પહોંચવામાં વનવિભાગને સફળતા મળી છે. ભાવનગર બાંભોર-તલ્લી ગામની સીમમાં મારણ આરોગી રહેલા સિંહની ખૂબ નજીક જઈ વીડિયો બનાવવાનો પ્રયાસ કરતા એક યુવકનો વીડિયો વાઈરલ થયો હતો. જેની તપાસ કરી વનવિભાગે યુવકને શોધી કાઢ્યો છે. વનવિભાગે કાયદાકીય કાર્યવાહી હાથ ધરતા યુવકને સિંહને પજવણી ભારે પડી છે અને હાલ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. વનવિભાગે ઈસમને ઝડપી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જામીન રદ કરી જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર ???? આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટનાઓ વધી:

Aug 7, 2025 - 11:45
 0
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મોદી 7 વર્ષ પછી ચીન જશે; રેપ કેસમાં ક્રિકેટર યશ દયાલની 'વિકેટ પડી', સોનાએ બનાવ્યો નવો રેકોર્ડ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% વધારાનો ટેરિફ લાદવા સંબંધિત હતા. બીજા મોટા સમાચાર ક્રિકેટર યશ દયાલની બળાત્કારના કેસમાં ધરપકડ અંગે હાઈકોર્ટમાં સુનાવણીના હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી સંમેલનનું ઉદ્ઘાટન કરશે. 2. દિલ્હીમાં ઇન્ડિયા બ્લોકના નેતાઓની ડિનર મીટિંગ યોજાશે. આમાં બિહારમાં મતદાર યાદી સુધારણા (SIR) પર ચર્ચા કરવામાં આવશે. 3. નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. ???? કાલના મોટા સમાચારો 1. અમેરિકાની ટેરિફની ધમકીઓ વચ્ચે મોદીનો ચીન જવાનો નિર્ણય:ગલવાન અથડામણ પછી પહેલી મુલાકાત PM મોદી SCO સમિટમાં ભાગ લેવા માટે ચીન જશે. આ મુલાકાત 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ થશે. 2020માં ગાલવાન ઘાટીમાં ભારત-ચીન લશ્કરી અથડામણ પછી મોદીની આ પહેલી ચીન મુલાકાત હશે. મોદીએ અગાઉ 2018માં ચીનની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન તરીકે પીએમ મોદીની આ છઠ્ઠી ચીન મુલાકાત હશે, જે 70 વર્ષમાં કોઈપણ ભારતીય પીએમ દ્વારા ચીનની સૌથી વધુ મુલાકાત છે. ચીન જતાં પહેલાં પીએમ મોદી 30 ઓગસ્ટે જાપાન પહોંચશે. અહીં તેઓ ભારત-જાપાન સમિટમાં ભાગ લેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બ્રાઝિલે ટ્રમ્પને રોકડું પરખાવ્યું:લુલા ડિ સિલ્વાનો જવાબ- હું PM મોદીને ફોન કરીશ, જિનપિંગને ફોન કરીશ; પણ ટ્રમ્પને નહીં અમેરિકા તરફથી 50% ટેરિફ અંગેના તણાવ વચ્ચે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડિ સિલ્વાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરવાનો ઇનકાર કર્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે લુલા જ્યારે ઇચ્છે ત્યારે મારી સાથે વાત કરી શકે છે. લુલાએ આ પ્રસ્તાવ ફગાવી દીધો છે. લુલાએ કહ્યું કે તેઓ ટ્રમ્પને ટેરિફ વિશે વાતચીત કરવા માટે ફોન નહીં કરે. તેમણે કહ્યું કે બ્રાઝિલ આ મુદ્દાના ઉકેલ માટે વિશ્વ વેપાર સંગઠન (WTO)નો આશરો લેશે. રાજધાની બ્રાઝિલિયામાં એક કાર્યક્રમ દરમિયાન, લુલાએ કહ્યું, હું શી જિનપિંગને ફોન કરીશ, હું વડાપ્રધાન મોદીને ફોન કરીશ, પણ ટ્રમ્પને ફોન નહીં કરું. હું પુતિનને ફોન નહીં કરું કારણ કે તેઓ અત્યારે યાત્રા કરી શકતા નથી. પણ હું બીજા ઘણા રાષ્ટ્રપતિઓ સાથે વાત કરીશ. 3. ક્રિકેટર યશ દયાલની ધરપકડ રોકવાનો હાઇકોર્ટનો ઇનકાર:કોર્ટે કહ્યું, બળાત્કાર પીડિતા સગીર છે, આરોપીને રાહત આપી શકાય નહીં સગીરા પર બળાત્કારના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટમાંથી આઇપીએલ ચેમ્પિયન આરસીબીના ફાસ્ટ બોલર યશ દયાલને રાહત મળી નથી. જયપુરમાં જસ્ટિસ સુદેશ બંસલની કોર્ટે કહ્યું હતું કે પીડિતા સગીર છે, તેથી ધરપકડ અને પોલીસ કાર્યવાહી રોકી શકાતી નથી. કોર્ટે કેસ ડાયરી મગાવી છે. આગામી સુનાવણી 22 ઓગસ્ટે થશે. ચર્ચા દરમિયાન ક્રિકેટરના વકીલ કુણાલ જયમાને કહ્યું- ગાઝિયાબાદમાં પણ એક છોકરીએ અમારી સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. અલાહાબાદ હાઈકોર્ટે આ કેસ પર સ્ટે લગાવી દીધો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. રાહુલે કહ્યું-ટ્રમ્પ ધમકી આપી રહ્યા છે:મોદી સામનો કરી શકતા નથી, અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલી તપાસને કારણે હાથ બંધાયેલા છે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ટ્રમ્પની ધમકીઓનો સામનો કરી શકતા નથી. તેનું કારણ એ છે કે અદાણી સામે અમેરિકામાં તપાસ ચાલી રહી છે. આવી સ્થિતિમાં મોદીના હાથ બંધાયેલા છે. મોદીનો AA (અદાણી-અંબાણી) સાથે શું સંબંધ છે, તે ઉઘાડા થઈ ગયા છે. ગયા વર્ષે, અમેરિકામાં અદાણી સહિત 8 લોકો પર અબજો રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. યુએસ એટર્ની ઓફિસની ચાર્જશીટ અનુસાર, અદાણીની કંપનીએ ભારતમાં ખોટી રીતે રિન્યુએબલ ઉર્જા પ્રોજેક્ટ્સ મેળવ્યા હતા. આ માટે સરકારી અધિકારીઓને લાંચ આપવામાં આવી હતી. જેની તપાસ ચાલુ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સોનું પ્રતિ 10 ગ્રામ વધીને ₹1,00,672 પહોંચ્યું, ઓલ ટાઈમ હાઈ પર: ₹1 લાખ 4 હજાર સુધી જઈ શકે છે ભાવ આજે એટલે કે 6 ઓગસ્ટના રોજ સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ 596 રૂપિયા વધીને 1,00,672 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. અગાઉ, સોનાનો ભાવ 1,00,076 રૂપિયા હતો. તે જ સમયે ચાંદીનો ભાવ 1,154 રૂપિયા વધીને 1,13,576 રૂપિયા પ્રતિ કિલો થયો છે. અગાઉ ચાંદી 1,12,422 રૂપિયા હતી. 23 જુલાઈના રોજ ચાંદી 1,15,850 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના 11 જિલ્લાને સૌની યોજનાનું પાણી અપાશે:ખેતીમાં વીજળી પણ 8ના બદલે 10 કલાક અપાશે સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા રાજ્ય સરકારે પાણી અને વીજળીને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. ખેતીમાં વીજળી 8ના બદલે 10 કલાક અને સૌની યોજનાથી પાણી પહોંચાડવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે શરૂઆતી વરસાદ સારો વરસી ચૂક્યો છે. પરંતુ, છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે. તો બીજી તરફ નર્મદા ડેમમાં પણ પાણીની ભરપૂર આવક હોય સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીની જરુરિયાતને પહોંચી વળવા માટે સૌની યોજનાથી પાણી આપવાનો રાજ્ય સરાકાર દ્વારા આયોજન કરાયું છે.સુજલામ સુફલામ યોજના અંતર્ગત પણ પાણી આપવાનો નિર્ણય કરાયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ભાવનગરમાં સિંહની પજવણી કરનાર જેલભેગો:મારણ આરોગી રહેલા સાવજની નજીક જઈ વીડિયો બનાવ્યો, સિંહ સામો થયો છતાં ત્યાં જ ઉભો રહ્યો સૌરાષ્ટ્રના સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી વાઈરલ થઈ રહેલી સિંહની પજવણીના વીડિયોના મૂળ સુધી પહોંચવામાં વનવિભાગને સફળતા મળી છે. ભાવનગર બાંભોર-તલ્લી ગામની સીમમાં મારણ આરોગી રહેલા સિંહની ખૂબ નજીક જઈ વીડિયો બનાવવાનો પ્રયાસ કરતા એક યુવકનો વીડિયો વાઈરલ થયો હતો. જેની તપાસ કરી વનવિભાગે યુવકને શોધી કાઢ્યો છે. વનવિભાગે કાયદાકીય કાર્યવાહી હાથ ધરતા યુવકને સિંહને પજવણી ભારે પડી છે અને હાલ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. વનવિભાગે ઈસમને ઝડપી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જામીન રદ કરી જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર ???? આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટનાઓ વધી:એક્સપર્ટના 3 કારણ- ટિહરી ડેમથી વધુ વાદળો બની રહ્યા છે, જંગલો ઘટ્યા, ચોમાસાની સિઝન પણ મર્યાદિત. વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : PAK રક્ષામંત્રીએ કહ્યું- દેશના અડધા અધિકારીઓ ભ્રષ્ટ:પોર્ટુગલમાં મિલકત ખરીદીને પાકિસ્તાન છોડવાની તૈયારી કરી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : હિમાચલ-કિન્નૌરમાં પૂરમાં 2 શ્રદ્ધાળુઓનાં મોત:કૈલાસયાત્રા રોકાઈ; ITBPએ 413 યાત્રાળુને બચાવ્યા; ઉત્તરાખંડના પૌડીમાં વાદળ ફાટ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : નેતન્યાહૂનો ગાઝા પર કબજો કરવાનો પ્લાન:સેના પ્રમુખે વિરોધ વ્યક્ત કર્યો; કહ્યું- લશ્કરી કાર્યવાહીને કારણે 20 બંધકોના જીવને જોખમ. વાંચો સંપૂર્ણ સમાચાર 5.નોંધી રાખો : જન ધન ખાતાનું KYC ફરીથી કરાવવું પડશે:યોજનાને 10 વર્ષ પૂર્ણ થયા; RBIએ બેંકોને ગામડાઓમાં જઈને ફ્રીમાં રી-KYC કરવા સૂચના આપી. વાંચો સંપૂર્ણ સમાચાર 6.રાજીનામું : ગૌતમ અદાણીએ અદાણી પોર્ટ્સનું એક્ઝિક્યુટિવ ચેરમેન પદ છોડ્યું:રાજીનામું આપવાનું શું કારણ?, કંપનીનો ફ્યુચર પ્લાન શું રહેશે?; મનીષ કેજરીવાલને સોંપી કમાન. વાંચો સંપૂર્ણ સમાચાર ????️ ચર્ચિત નિવેદન ???? ખબર હટકે સુરતના વિદ્યાર્થીઓએ AI સુપર બાઇક બનાવી ગુજરાતના સુરતમાં 3 વિદ્યાર્થીઓએ AI સંચાલિત સુપર બાઇક 'ગરુડ' બનાવી છે. આ બાઇક વાઇફાઇ અને સેન્સરથી સજ્જ છે, જેને અવાજ કરીને રોકી શકાય છે. તેના 50% ભાગો જંકમાંથી બનાવવામાં આવ્યા છે. તેમાં ટચસ્ક્રીન, GPS, સંગીત, કેમેરા અને વાયરલેસ ચાર્જિંગ જેવી સુવિધાઓ છે. આ બાઇક ઇકો મોડમાં 220 કિમીની રેન્જ આપે છે અને માત્ર બે કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે. ???? ફોટો, જે પોતે સમાચાર છે ???? ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. 5 લાખ હત્યાના અને ઘરમાંથી બીજા 9 લાખ લૂંટવાની લાલચ:વ્યાજે લીધેલા રૂ.2.50 લાખ પાછા માગ્યા તો બદલામાં મોત મળ્યું, રાજકોટમાં હત્યા માટે MPથી બે લોકોને બોલાવ્યા 2. ગ્રાઉન્ડ રિપોર્ટ નિઠારીકાંડ: શું પંઢેર પછી કોલી પણ નિર્દોષ છૂટશે:કોર્ટે ન તો કબૂલાત સ્વીકારી કે ન તો હાડપિંજર રિકવર કર્યાં; પીડિતોએ કહ્યું- તો પછી 19 હત્યા કોણે કરી? 3. ભાસ્કર એક્સપ્લેનર: 34 સેકન્ડમાં આખું ગામ ધોવાઈ ગયું:300 કરોડ લિટરથી વધુ વરસાદ, શું ખરેખર વાદળ ફાટે છે; ઉત્તરાખંડમાં વધુ ખતરો કેમ? 4. આજનું એક્સપ્લેનર:ભારત અમેરિકાની શરતો કેમ નથી માનતું, ટ્રમ્પની સામે ન ઝૂકવાનાં 5 કારણ; કહ્યું- અમે બધાં જરૂરી પગલાં લઈશું 5. ઓછું જોખમ-વધુ ફાયદા:આ ત્રણ મ્યુચ્યુઅલ ફંડથી સારું વળતર મળી શકે, નિવૃત્તિ પછી નિયમિત આવક મળે, એક્સપર્ટ્સે રોકાણનો જાદુઈ મંત્ર બતાવ્યો ???? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ???? માર્કેટની સ્થિતિ ????️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: મેષ રાશિના જાતકો માટે ગ્રહોનું ગોચર શુભ રહેશે; કન્યા જાતકોને નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow