દિલ્હીમાં મહિલા સાંસદની સોનાની ચેઇનનો લુંટારો ઝડપાયો:પોલીસે કહ્યું-આરોપી સામે ચોરી અને લુંટના 26 કેસ, જામીન પર બહાર હતો

દિલ્હી પોલીસે બુધવારે કોંગ્રેસના સાંસદ આર. સુધાના ગળામાંથી 30 ગ્રામની સોનાની ચેઈનની લુંટ કરનાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ 24 વર્ષીય સોહન રાવત તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી સાંસદની ચેઈન અને બાઈક જપ્ત કર્યુ છે, જેનો ઉપયોગ તેણે ગુનો કરવા માટે કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની હલચલ પર નજર રાખ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. રાવત વિરુદ્ધ પહેલાથી જ 26 ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાંથી મોટાભાગના ચોરી અને લુંટના છે. એપ્રિલમાં કાર ચોરીના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે 27 જૂને જામીન પર બહાર આવ્યો હતો. 4 ઓગસ્ટના રોજ, તમિલનાડુ કોંગ્રેસના સાંસદ આર. સુધા દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં તમિલનાડુ ભવન પાસે મોર્નિંગ વોક કરી રહ્યા હતા. આ દરમિયાન બાઈક સવાર એક બદમાશ તેમના ગળામાંથી ચેઈન છીનવીને ભાગી ગયો. આ દરમિયાન, કોંગ્રેસના સાંસદ પડી ગયા. તેમને ગળામાં ઈજા થઈ હતી. સુધા તમિલનાડુના મયિલાદુથુરાઈથી કોંગ્રેસ સાંસદ છે. તેઓ સંસદના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે દિલ્હીમાં છે. ચાણક્યપુરીમાં જ્યાં તેમની ચેઈનની લુંટ કરવામાં આવી હતી તે વિસ્તાર દિલ્હીના સૌથી સુરક્ષિત સ્થળોમાંનો એક માનવામાં આવે છે. અહીં રાજ્ય સરકારોના ઘણા દૂતાવાસો અને સત્તાવાર આવાસ છે. સાંસદે કહ્યું હતું કે બદમાશનો ચહેરો ઢાંકેલો હતો પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં, કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે આ ઘટના 4 ઓગસ્ટના રોજ સવારે 6.15- 6.20 વાગ્યાની વચ્ચે બની હતી. તે ચાણક્યપુરીમાં પોલેન્ડ દૂતાવાસના ગેટ-3 અને ગેટ-4 પાસે ડીએમકે સાંસદ રજતી સાથે મોર્નિંગ વોક કરી રહ્યા હતા. ફરિયાદ મુજબ, આ દરમિયાન બાઈક સવાર એક વ્યક્તિ ધીમે ધીમે સામેથી સાંસદ સુધા રામકૃષ્ણન તરફ આવ્યો. આરોપીએ હેલ્મેટ પહેર્યું હતું અને તેનો ચહેરો સંપૂર્ણપણે ઢંકાયેલો હતો. તે સાંસદની નજીક પહોંચી ગયો અને તેમના ગળામાંથી સોનાની ચેઈન લુંટીને ભાગી ગયો હતો. સાંસદ સુધાએ જણાવ્યું કે આ દરમિયાન તેમના ગળામાં ઈજા થઈ હતી અને તેમના કપડાં પણ ફાટી ગયા હતા. અમે બંનેએ મદદ માટે બૂમો પાડી. અમે દિલ્હી પોલીસનું પેટ્રોલિંગ વાહન જોયું, જેની સામે ફરિયાદ કરી. કોંગ્રેસના સાંસદે અમિત શાહને પત્ર લખ્યો હતો આ ઘટના બાદ કોંગ્રેસ સુધાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આ ઘટનાની ફરિયાદ કરી હતી. ગૃહમંત્રી અમિત શાહને લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે, 'મારી લગભગ 32 ગ્રામ સોનાની ચેઇનની લુંટ કરવામાં આવી છે અને આ ગુનાહિત હુમલાથી હું ખૂબ જ આઘાતમાં છું.' સુધાએ શાહને લખેલા પત્રમાં લખ્યું છે કે, ' ચાણક્યપુરી જેવા હાઈ સુરક્ષા ઝોનમાં, જ્યાં ઘણા દૂતાવાસો અને સંરક્ષિત સંસ્થાઓ છે, એક મહિલા સાંસદ પર આ પ્રકારનો હુમલો ખૂબ જ આઘાતજનક છે. જો દિલ્હીના આ હાઈ સુરક્ષા ઝોનમાં એક મહિલા સુરક્ષિત રીતે ચાલી શકતી નથી, તો પછી આપણે બીજે ક્યાં સુરક્ષિત અનુભવી શકીએ?' કોંગ્રેસના સાંસદે કહ્યું, 'મહિલાઓ પોતાની સલામતી, જીવન અને કિંમતી વસ્તુઓની ચિંતા કર્યા વિના પોતાનું કામ કેવી રીતે કરી શકે?' સાંસદે શાહને ગુનેગારોને શક્ય તેટલી વહેલી તકે શોધી કાઢવા અધિકારીઓને નિર્દેશ આપવાની માંગ કરી અને કહ્યું, 'કૃપા કરીને ખાતરી કરો કે મારી સોનાની ચેઈન પરત મળે અને મને ન્યાય મળે.'

Aug 7, 2025 - 11:45
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow