ભોપાલમાં PM મોદીનો પાકિસ્તાનને ફરી પડકાર:મોદીએ કહ્યું - ગોળીનો જવાબ ગોળાથી મળશે, દુશ્મનને ઘરમાં ઘૂસીને માર્યા; સિંદૂર ભારતની બહાદુરીનું પ્રતીક બન્યું
પીએમ નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પાકિસ્તાનને પડકાર ફેંક્યો છે. ભોપાલમાં તેમણે કહ્યું કે ગોળીનો જવાબ ગોળાથી આપવામાં આવશે. સિંદૂર ભારતની બહાદુરીનું પ્રતીક બની ગયું છે. મોદીએ કહ્યું કે આતંકવાદીઓએ નારી શક્તિને પડકાર ફેંક્યો હતો. આ પડકાર તેમના અને તેમના આકાઓ માટે પડકાર બની ગયો. આપણી સેનાએ સેંકડો કિલોમીટર દૂર દુશ્મનના ઘરમાં ઘૂસીને તેમના આતંકવાદીઓને ઉડાવી દીધા. ઓપરેશન સિંદૂર એ ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું સફળ ઓપરેશન છે. પીએમ નરેન્દ્ર મોદી ભોપાલના જંબુરી મેદાન ખાતે આયોજીત કાર્યક્રમમાં મોદીએ સંબોધન કરતા માતૃશક્તિને વંદન કર્યું હતું. તેમણે કહ્યું કે આજનો કાર્યક્રમ દેવી અહિલ્યાબાઈના વિચારને આગળ ધપાવે છે. આજે ઈન્દોર મેટ્રો અને સતના-દતિયા એરપોર્ટ શરૂ થઈ ગયા છે. આ બધા પ્રોજેક્ટ્સ મધ્યપ્રદેશમાં સુવિધાઓ વધારશે, વિકાસને વેગ આપશે અને રોજગારની નવી તકોનું સર્જન કરશે. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદીઓએ નારી શક્તિને પડકાર ફેંક્યો હતો. આ પડકાર તેના અને તેમના આકાઓ માટે પડકાર બની ગયો. આપણી સેનાએ સેંકડો કિલોમીટર દૂર દુશ્મનના ઘરમાં ઘૂસીને તેમના આતંકવાદી ઠેકાણાઓ ઉડાવી દીધા. ઓપરેશન સિંદૂર એ ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું સફળ ઓપરેશન છે. મોદીએ કહ્યું - ગોળીનો જવાબ ગોળાથી અપાશે. સિંદુર ભારતની બહાદુરીનું પ્રતીક બન્યું. તેમણે કહ્યું કે દેવી અહિલ્યા ભારતના વારસાના મોટા સંરક્ષક હતા. જ્યારે દેશની સંસ્કૃતિ, મંદિરો પર હુમલો થઈ રહ્યો હતો, ત્યારે લોકમાતાએ તેમનું રક્ષણ કરવાનું બીડું ઉઠાવ્યું. તેમણે દેશમાં ઘણા મંદિરો અને તીર્થસ્થાનોનું પુનર્નિર્માણ કરાવ્યું. વડાપ્રધાને દેવી અહલ્યાબાઈની જન્મજયંતિ નિમિત્તે ઇન્દોર મેટ્રો અને સતના-દતિયા એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે આ બધા પ્રોજેક્ટ્સ મધ્યપ્રદેશમાં સુવિધાઓ વધારશે. વિકાસને વેગ આપશે અને રોજગારની નવી તકોનું સર્જન કરશે. આ પવિત્ર દિવસે, હું સમગ્ર રાજ્યને આ બધા વિકાસ કાર્યો માટે અભિનંદન આપું છું. પીએમ નરેન્દ્ર મોદી ભોપાલના જંબુરી મેદાન ખાતે દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તિકરણ મહાસંમેલનને સંબોધન કર્યું. ઓપરેશન સિંદૂર પછી આ પહેલું મહિલા સંમેલન હતું, જે ભાજપે દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ પર આયોજિત કર્યું. પીએમ મોદીની મુલાકાત અંગે મિનિટ-ટુ-મિનિટ અપડેટ્સ માટે, નીચે આપેલા લાઇવ બ્લોગ પર નજર નાખો -

What's Your Reaction?






