આયોજન:બોરતળાવમાંથી ચિત્રા, તખ્તેશ્વર ફિલ્ટરમાં પાણી પહોંચાડાશે

ભાવનગર શહેરને ભવિષ્યમાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે એક પછી એક રો વોટર મેળવવાની ક્ષમતા, સંગ્રહ શક્તિ અને જુદા જુદા વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે. બોર તળાવમાંથી માત્ર નીલમબાગ ફિલ્ટર આધારિત વિસ્તારોને પાણી પુરું પડાતું હતું. પરંતુ ઇન્ટેક વેલ બાદ ચિત્રા ફિલ્ટર અને હવે તખ્તેશ્વર ફિલ્ટર ખાતે પણ બોરતળાવમાંથી રો વોટર પુરો પાડી શકાય તે માટે આયોજન કરાયું છે. જેને આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અપાવશે. કોર્પોરેશનની આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં બોરતળાવ બટરફ્લાય ગાર્ડનની પાસે આવેલા કૂવામાંથી રો વોટર પંપિંગ કરી તખ્તેશ્વર ફિલ્ટર પ્લાન્ટ સુધી લાવવા માટેના કામને મંજૂરી આપવામાં આવનાર છે. જેથી તખ્તેશ્વર ફિલ્ટર ખાતે મહીપરીએજ ઉપરાંત બોરતળાવમાંથી રો વોટર પુરુ પાડી શકાય. તે જ રીતે ચિત્રા ફિલ્ટર પ્લાન્ટ ખાતે રો વોટર શેત્રુંજી ડેમમાંથી મેળવવામાં આવે છે જેમાં પણ એક કરતાં વધુ રો વોટરનો સ્ત્રોત મેળવવા બુધેલ મહીપરીએ જ ગ્રીડ માંથી સીદસર બાયપાસ ખાતે આવેલા હયાત સંપમાં પાણી મેળવી રો વોટર પંપીંગ કરી ચિત્રા ફિલ્ટર પ્લાન્ટ સુધી પહોંચાડી શકાશે. આ રીતે ચિત્રા અને તખ્તેશ્વર એમ બંને ફિલ્ટર પ્લાન્ટ ખાતે રો વોટર મેળવવાની ક્ષમતા અને વિકલ્પમાં વધારો થશે. તદુપરાંત ઇસ્કોન ઇલેવન સોસાયટીના આંતરિક રસ્તાઓ પર સરકારની જન ભાગીદારી યોજના અંતર્ગત 16.78 લાખના ખર્ચે સ્ટ્રીટ લાઈટ લાઈટની સુવિધા માટે કામગીરી કરાશે.7.30 લાખના ખર્ચે શહેરમાં જુદા જુદા સ્થળ પર નાબૂદ કરાયેલા કચરાના પોઇન્ટ પર બ્યુટીફિકેશનની કામગીરી કરવામાં આવશે. ભીકડા કમ્પાઉન્ડની ફરતે દીવાલ અને કમ્પાઉન્ડમાં 20.35 લાખના ખર્ચે સ્ટોન પિચિંગ બ્યુટીફિકેશનનું કામ કરવામાં આવશે. આમ કુલ 7,25,98,356 ના ખર્ચે જુદા જુદા વિકાસ કામો સહિત કુલ 21 કાર્યોની ચર્ચા વિચારણા કરી આગામી 12 ની ઓગસ્ટના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરાશે. ધારાસભ્ય જીતુભાઇના પ્રયત્નથી મંજુર થયેલ સૌની યોજનામાંથી બોરતળાવમાં પાણી છોડાયું બોર તળાવમાંથી વધુમાં વધુ પાણી મેળવી શકીએ તે માટે રો વોટરના વિકલ્પોમાં વધારો કરવાનું કોર્પોરેશન દ્વારા આયોજન કરાયું છે. ત્યારે ગઈકાલ બુધવારથી જ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના પ્રયત્નથી મંજુર થયેલ સૌની યોજના દ્વારા સિદસરથી બોર તળાવમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. બોરતળાવની હાલમાં 32.9 ફૂટની સપાટી છે. તેમજ રોજનું 25 એમએલડી જેટલું પાણી લેવામાં આવી રહ્યું છે.

Aug 8, 2025 - 07:04
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow