'મારી પાસે ટાઈમ નથી મને ટાઈમ મળશે ત્યારે આવીશ':ગોપાલ ઈટાલિયાએ માલધારી સમાજને કહ્યું, ભરવાડ સમાજનો સવાલ; 'શું ગોપાલભાઈ તમે માલધારીઓના વિરોધી છો?

વિસાવદર તાલુકાના કલસારી ગામે માલધારીઓએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાના વિવાદાસ્પદ નિવેદનોનો ઉગ્ર વિરોધ કર્યો છે. તાજેતરમાં અનાજ ચોરીના કેસમાં વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ગોપાલ ઇટાલીયાએ કરેલા ધરણા દરમિયાન તેમની પોલીસ સાથે રકઝકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. '25 દિવસથી આંદોલન થઇ રહ્યું છે, છતાં તેની સામે કોઇ ગુનો દાખલ નહીં' વીડિયો અંગે ખુલાસો આપતાં માલધારીઓએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, તેઓ છેલ્લા 25થી વધુ દિવસોથી ઉપવાસ પર બેઠેલા છે અને ગાંધીવાદી માર્ગે શાંતિપૂર્ણ આંદોલન ચલાવી રહ્યા છે. તેમના કહેવાં મુજબ, ગોપાલભાઈએ પોલીસ સમક્ષ એવો પ્રશ્ન ઊભો કર્યો હતો કે બીજી બાજુ 25 દિવસથી આંદોલન થઇ રહ્યું છે, તેમ છતાં તેમની સામે કોઇ ગુનો દાખલ કરાયો નથી, અને મારી સામે તો પોલીસ ગુનો દાખલ કરે છે. માલધારી સમાજે રોષ વ્યક્ત કર્યો આ મામલે માલધારી યુવા પ્રમુખ વનરાજ ભરવાડે પોતાનો રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "ગોપાલભાઈ, તમે અમારું કામ ના કરો એ વાંધો નથી. પણ અમે તમારા વિરોધી પણ નથી, તમે અમારું વિરોધ કેમ કરો છો?" 'તમે અમારો સાથ નહીં આપો તો દુર રહો, પણ અમારો વિરોધ ન કરો' વનરાજે વધુમાં કહ્યું કે, "અમે તમારા મતદાર છીએ. અમે જ તમારી જીત માટે મત માગવા ગયા હતા. આજે તમે જ અમને પોલીસ દ્વારા ઉઠાવી જાવાનો મુદ્દો ઊભો કરો છો. જો તમે અમારો સાથ નહીં આપો તો દુર રહો, પણ અમારો વિરોધ ન કરો." 'અમારો કોઇ રાજકીય હેતુ નથી. અમારું આંદોલન માત્ર ગાયો માટે' માલધારીઓએ વધુમાં કહ્યું કે, "અમે કોઈ તંત્રનો ઘેરાવો કર્યા વિના સાઈડમાં બેઠા છીએ, શાંતિથી ભોજન વગરનું આંદોલન કરી રહ્યા છીએ. અમે માત્ર ગૌચર જમીન પર થયેલા દબાણ સામે લડી રહ્યા છીએ. અમારો કોઇ રાજકીય હેતુ નથી. અમારું આંદોલન માત્ર ગાયો માટે છે." 'મારી પાસે ટાઈમ નથી મને ટાઈમ મળશે ત્યારે આવીશ' વધુમાં જાગાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, અમે ગઈકાલે ગોપાલભાઈ ઇટાલીયાને ગૌચર ખાલી કરાવવા મુદ્દે મલવા ગયા હતા, ત્યારે તેમને કહ્યું હતું કે, મારી પાસે ટાઈમ નથી મને ટાઈમ મળશે ત્યારે આવીશ, એવું પણ કહ્યું હતું, આ અત્યારે હું જે કહું છું તેનો વીડિયો વાયરલ કરી દો કે... વિસાવદરની રાજકીય પરિસ્થિતિ વધુ ઉગ્ર બની વીડિયોમાં દેખાતા દ્રશ્યો અને ગોપાલ ઇટાલીયાના નિવેદનોને પગલે હવે વિસાવદરની રાજકીય પરિસ્થિતિ વધુ ઉગ્ર બની રહી છે. એક તરફ ઉપવાસી માલધારીઓ છે, જેમને સતત તંત્ર તરફથી અવગણના મળી રહી છે, તો બીજી તરફ ધારાસભ્ય દ્વારા આવા નિવેદનો કરાવા સામે સ્થાનિક સમાજે મોઢું ઉઘાડ્યું છે. 'જાહેરપણે આવા નિવેદન કરાશે, તો લોકો ન્યાય માટે ક્યાં જશે' "હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે સામાન્ય લોકોના ન્યાય માટે લડી રહેલા લોકો સામે જો જાહેરપણે આવા નિવેદન કરાશે, તો લોકો ન્યાય માટે ક્યાં જઈ શકશે?", એવા પ્રતિપ્રશ્નો હાલ ગ્રામ્ય સ્તરે ચર્ચાઈ રહ્યા છે.

Aug 2, 2025 - 21:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow