ભાસ્કર ફોલોઅપ:રક્ષાબંધન માટે આવતા મીઠીરોહરના બે બાળ છાત્રના અકસ્માતમાં મોત, 7 ઘાયલ

સામખિયાળી- માળીયા હાઈવે પર સુરજબારી બ્રિજ નજીક ગુરુવારે મોડી રાત્રે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં જુનાગઢ રહી અભ્યાસ કરી રહેલા મીઠીરોહરના બે બાળ છાત્રોના અકસ્માત બાદ લાગેલી આગમાં મોત નિપજતાં અરેરાટી ફેલાઇ હતી તો 5 અન્ય બાળકો તથા કાર ચાલક ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાથી ગામ, પરિવાર અને સમાજમાં શોક ફેલાયો છે. અકસ્માતનો ભોગ બનેલી અર્ટીગા કારમાં સવાર કચ્છના બાળકો જુનાગઢ આહીર બોર્ડિંગમાં રહી અભ્યાસ કરતા હતા. આહીર સમાજના શાંતિલાલ વેલજીભાઈ આહીર અર્ટિગા કાર લઇ જુનાગઢ ફરવા ગયા હતા અને ગુરુવારે તેઓ પરત ફરી રહ્યા હતા તેમના ગામના બાળકો તેમજ પાસેના કેટલાક બાળકો જુનાગઢની પીએમ ચાવડા સ્કુલમાં અભ્યાસ કરતા હોવાનું જાણતા હતા જેથી ગઈ કાલે તેઓએ તમામ બાળકોના પિતાને ફોન કરી તેઓ ફરવા જુનાગઢ આવ્યા છે. આજે પરત ફરી રહ્યા હોય શનિવારે રક્ષા બંધનનો તહેવાર તેમજ સાતમ આઠમનો પર્વ આવતો હોવાથી તેમના ગામના બાળકોને પણ સાથે લઈને આવશે જેથી વાલીઓને પણ રાજી થઇ જતા તમામ બાળકોને લઈને તેના ઘરે લઇ જતા હતા અને કચ્છના પ્રવેશ દ્વાર સમાન સુરજબારી પુલ સુધી પહોચે તે પહેલા આ ગોઝારો ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર મીઠીરોહરના 15 વર્ષીય રૂદ્ર ગોપાલભાઈ ગુજરીયા અને 15 વર્ષીય જૈમીન જગદીશભાઈ બાબરીયા આગમાં ભુંજાઇ ગયા હતા. મોરબી થી કચ્છ તરફ જતા ટ્રક ચાલક શિવરામ મંગલરામ નાઈ અને ક્લીનર કિશન રામલાલ નાયકનું પણ આગને કારણે મોત નિપજ્યું હતું. આ અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ગૌતમ બીરબલ રામ, અર્ટિગા કારના ચાલક શાંતિલાલ વેલજીભાઈ આહીર તેમજ અન્ય 5 બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. આ રીતે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો ગુરુવારે મોડી રાત્રે કચ્છથી મોરબી તરફ આવી રહેલા જીજે 12 ડી એક્સ 8442 નંબરના ટ્રકના ચાલકે સૂરજબારી થી હરીપર પાટીયા વચ્ચે કાબુ ગુમાવ્યો હતો અને ડિવાઈડર કુદાવી રોંગ સાઇડ પલટી મારી ગયો હતો આ દરમિયાન મોરબી તરફથી આવતા આરજે 07 જી ડી 0612 નંબરની ટ્રક ધસી આવી હતી, પલટેલી ટ્રકથી બચવા પ્રયાસ કર્યો તેમ છતાં અથડાઇ હતી અને પાછળ આવી રહેલી જીજે 39 સીબી 2224 પણ આ અકસ્માતનો ભોગ બની હતી. ટ્રક અને કારની ટક્કર બાદ ટ્રકની ડીઝલ ટેન્ક લીક થઇ હતી અને સ્પાર્ક થતા આગ ફાટી નીકળી હતી જે આગે કાર ને પણ પોતાની ઝપટમાં લઇ લેતા બન્ને વાહનોમાં આગ ફાટી નીકળી હતી બનાવને પગલે રાત્રીના સમયે મોતની ચિચિયારી ગુંજી ઉઠી હતી. જેમ તેમ કરીને કારમાં સવાર 7 માંથી 5 સગીર અને કાર ચાલકને બચાવી લેવાયા હતા પરંતુ 2 બાળક તેમાં ફસાઈ જતા તેઓ ભડથું થઇ ગયા હતા તમામ મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે મૃતક બાળકના પિતાની ફરિયાદ નોધી તજવીજ હાથ ધરી હતી. બનાવની તપાસ શરૂ કરાઈ સામખીયાળીથી મોરબી સુધીનો નેશનલ હાઈવે અતિ જોખમી છે આસપાસના લોકોના દાવા મુજબ વિસ્તારમાં સામેથી આવતા વાહનની લાઈટ ચાલકના આંખમાં આવવાથી આંખ અંજાઈ જતી હોય છે જેથી ચાલક કાબુ ગુમાવી શકે છે જોકે એવી પણ આશંકા સેવાઈ રહી છે કે ચાલુ ટ્રકે ચાલકને ઝોકું આવ્યું હોય શકે છે અને તેના કારણે પણ ટ્રક કાબુ ગુમાવી શકે છે જે ટ્રક ના ચાલકે કાબુ ગુમાવ્યો હતો તે ચાલક હાલ ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પોલીસે બન્ને દિશામાં તપાસ શરુ કરી છે

Aug 9, 2025 - 07:30
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Suraj Singh Welcome to My Profile