રજૂઆત:નાંદોદ ધારાસભ્યએ આદિવાસીઓના પ્રશ્નો અંગે રાષ્ટ્રપતિને રજૂઆત કરી
નાંદોદના ધારાસભ્યએ આદિવાસી સમાજના પ્રશ્નો વિશે રાષ્ટ્રપતિને રજૂઆત કરી છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે કેવડિયા તથા આસપાસના વિસ્તારના થયેલાં વિકાસ બાબતે તેમણે રાષ્ટ્રપતિને જાણકારી આપી હતી. ગુજરાત સહિત 6 રાજ્યોના ડેલીગેટસ 21 જુલાઈ 25 નાં રોજ રાષ્ટ્રપતિજી દ્રોપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. જેમાં ગુજરાતમાંથી નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ ની પસંદગી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ સાથેના આ કાર્યક્રમમાં તેમણે ગુજરાત સરકારની આદિવાસી સમાજની સિધ્ધિઓ સાથે સ્ટેચ્યુ ઓફ યુનીટી થી નર્મદા જીલ્લાનો વિકાસ અને ગુજરાતનાં આદિવાસી સમાજ નાં પ્રશ્નો અને સૂચનોની પણ રજુઆત કરી હતી.ડો દર્શનાબેને જણાવ્યું હતું કે ખુબ સરસ અનુભવ રહ્યો. રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત થી. ગુજરાત મોડેલ પર રાષ્ટ્રપતિજી ની સાથે અન્ય બધા ડેલીગેટસ ની સરસ પ્રતિક્રીયા રહી હતી.

What's Your Reaction?






