ભાષા મહત્ત્વ:કચ્છમાં સંસ્કૃત પ્રચાર અને પ્રસારના કાર્યને 100 વર્ષ પૂર્ણ
કચ્છમાં સંસ્કૃત પ્રચાર અને પ્રસારને સો વર્ષ પૂર્ણ થતા હોવાથી અને ધાર્મિક ભાષાનું આજ પણ મહત્વ જળવાઈ રહ્યું છે તે અંગે વિભાકર અંતાણી સંસ્કૃત પ્રચારક તરીકે બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ અમદાવાદ તરફથી સંસ્કૃત સમ્રાટ એવોર્ડ મેળવેલો છે. તેઓ 1978-79થી છઠ્ઠીબારી પાસે ભારતીય સંસ્કૃતિ સેવા મંડળ ખાતે સંસ્કૃત પાઠશાળા ચલાવે છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે સ્વ.વસંત રાયભાઈ પટણીના સ્મરણાર્થે જે હોલમાં ગીતા વાંચન અને સંસ્કૃત પાઠશાળા ચાલે છે. જે તે સમયે સ્વ. પ્રાગજીભાઈ ઠક્કર, સ્વ. જાદવરાયભાઈ ધોળકિયા, સ્વ. પુંડરીકભાઈ પાઠક, સ્વ. જે.પી.ઠક્કર, સ્વ.પ્રભુલાલભાઈ વોરા, સ્વ. બચુભાઈ માસ્તર, ભુજના માજી નગરપતિ સ્વ.ભાઈલાલભાઈ પાઠક, રત્નાકરભાઈ ધોળકિયા વગેરેએ સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર માટે મહેનત કરી હતી. પાટવાડી નાકે નાનીબા સંસ્કૃત પાઠશાળાથી વર્ષો પહેલા સંસ્કૃત પાઠશાળાની શરૂઆત થઈ હતી. તેમાં વેદમૂર્તિ સ્વ. પ્રભુશંકર શુકલ આચાર્ય તરીકે સેવા આપતા હતા. તેઓના માર્ગદર્શનમાં સ્વ. સુશીલભાઈ પંડ્યા સ્વ.જટાશંકરભાઈ પંડ્યાએ સંસ્કૃતના પ્રચાર અને પ્રસાર માટે કામગીરી નિભાવી હતી. સ્વ. હરવદનભાઈ પાઠક, શર્મિષ્ઠાબેન પાઠક પણ વર્ગો ચલાવતા હતા. દર વર્ષે બે વખત ફેબ્રુઆરી અને સપ્ટેમ્બર મહિનામાં પ્રબોધથી પ્રાજ્ઞ સુધીની નિયમિત પરીક્ષાઓ લેવાય છે અને આજે પણ સંસ્કૃત પાઠશાળા ભુજ ખાતે આશાબેન સ્વાદીયા અને ડો.સત્યપ્રસાદદાસ સ્વામી સેવા આપી રહ્યા છે. વેદાંત શાળામાં શ્રવણ કરનારા વિવિધ શાસ્ત્રીઓ અને શિક્ષકોનું યોગદાન રહ્યો છે, જ્યારે હાલમાં પણ વિવિધ પ્રચારકો સમગ્ર કચ્છમાં સંસ્કૃત ભાષાનો પ્રચાર-પ્રસાર કરવામાં વિશેષ યોગદાન આપી રહ્યા છે.

What's Your Reaction?






