RTOથી લોકો નારાજ:નોન ટ્રાન્સપોર્ટ વાહનોના કેમ્પમાં લખપતની બાદબાકી !

આરટીઓ કચેરી ભુજ દ્વારા આગામી ઓગસ્ટ માસમાં જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં વાહનો માટે યોજાનાર નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રજીસ્ટ્રેશન માટેના કેમ્પમાં લખપત તાલુકાને બાકાત રાખવામાં આવતા વાહન ચાલકોમાં નારાજગી ફેલાઈ છે. આગામી ઓગસ્ટ મહિના દરમિયાન જિલ્લા આરટીઓ કચેરી દ્વારા આગામી તારીખ 19 /8 થી 22/ 8 સુધી જિલ્લાના નખત્રાણા, મુન્દ્રા, માંડવી તેમજ નલિયા ખાતે નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રજીસ્ટ્રેશન માટેનો કેમ્પ રાખવામાં આવ્યો છે. તેમાં છેવાડાના લખપત તાલુકાને બાકાત રાખવામાં આવ્યો હોવાથી આ વિસ્તારના ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા લોકોમાં નારાજગી ફેલાઈ છે. આ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને પોતાના નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રજીસ્ટ્રેશન માટે અહીંથી જ નખત્રાણા અથવા તો નલિયા સુધી જવું પડતું હોવાનું જણાવીને વાહન ચાલકોએ જણાવ્યું હતું કેે જેમ જિલ્લામાં અલગ અલગ તાલુકામાં ઓગસ્ટ મહિના દરમિયાન યોજનારા આ કેમ્પમાં લખપત તાલુકાનો સમાવેશ કરી અહીં યોજવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

Aug 9, 2025 - 07:30
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow