સરહદે રક્ષાબંધનની ઉજવણી:રાપરની સરહદે લોદ્રાણી પોસ્ટ પર રખોપું કરતા સંત્રીઓ સાથે રક્ષાબંધન પર્વ ઉજવાયું
રક્ષા બંધન પર્વ પૂર્વે શુક્રવારે લોદ્રાણી બીએસએફ પોસ્ટ અને કુડા 84 બટાલીયન કોસ્ટલ એરિયામાં દેશનું રખોપું કરતા વીર જવાનોના કાંડે બહેનોએ રાખડી બાંધી રક્ષા બંધનની આગોતરી ઉજવણી કરી હતી. સાંસદ આયોજિત કાર્યક્રમમાં ભાજપા મંડલ, છાત્રાઓ, વિવિધ સંસ્થાની બહેનો જોડાઇ હતી. આ તકે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, રક્ષા બંધનના પોતાના વતનથી દુર, બિહામણા રણ પ્રદેશ, દરિયા કિનારે અથવા સરહદે સતત હાજર રહેતા સંત્રીઓના દીલને તહેવાર ટાંકણે બહેનની ખોટ ન વર્તાય તે હેતુથી દર વર્ષે લોક પ્રતિનિધિઓ સંગઠન અને સાથી મિત્રો સાથે વિવિધ બોર્ડર ચેક પોસ્ટ પર જઇ જવાનોના ખમીરને બિરદાવે છે. સીમા પર બહેનો દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી રક્ષા સુત્ર બાંધી તેમને આશિષ પાઠવવામાં આવે છે. લોદ્રાણી બીએસએફ ૮૪ બટાલિયન તેમજ ઝીરો પોઇન્ટ પર ફરજ બજાવતા દરેક જવાનોને મીઠાઇનું બોક્ષ અને સાલ વડે સન્માન કરવામાં આવ્યું હતું તથા સહભોજન લીધું હતું. આ પ્રસંગે ૮૪ બટાલિયન બી.એસ.એફ.ના અનિલ કુમાર યાદવ અને અક્ષય શર્માએ આવકાર આપી જવાનોનો પરિચય આપ્યો હતો. જિ. પં. ના અધ્યક્ષ જનકસિંહ જાડેજા, અંગદાન પ્રણેતા દિલીપભાઇ દેશમુખ, રવિ ત્રવાડી, મોહન ચાવડા, વિરમ આહીર, કિશોર મહેશ્વરી, મયૂરસિંહ જાડેજા, અલ્પેશ પટેલ, હિતેશ ગોસ્વામી, કૌશિક બગડા, દીપક ડાંગર, ચાંદ ઠક્કર, વાડીલાલ સાવલા, નશાભાઈ દઇયા, જયદીપસિંહ જાડેજા, ડોલરરાય ગોર, કેશુભાઇ વાઘેલા વિવિધ સરપંચો, કેશરબેન બગડા, મનીષાબેન વેલાણી, હસ્મીતાબેન ગોર, આશિકાબેન ભટ્ટ, બબીબેન સોલંકી, બિન્દીબેન ભાટી, વીરીબેન સોલંકી, રાબડીયા ઉર્વી બેન, માહી ભાટી, રાબડીયા પાર્વતીબેન, નિતાબેન પટેલ, શર્મિલાબેન પટેલ, દીપાલીબેન શુકલા, નિશાબેન અંતાણી વિગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રામજી મેરીયાએ કર્યું હતું.

What's Your Reaction?






