હાથવણાટ દિવસની ઉજવણી:ભુજમાં વણકરોના સન્માન સાથે હાથવણાટ દિવસની ઉજવણી કરાઈ
હેન્ડલુમ ઉદ્યોગ આઝાદી પહેલાથી ભારતમાં રોજગારીનો મુખ્ય ઉદ્યોગ રહ્યો છે તેમજ દેશના અર્થતંત્રમાં તેનું મોટું યોગદાન છે. કચ્છની હસ્તકલા કારીગીરીમાં વણકરોનું વિશેષ યોગદાન રહ્યું છે જેના ભાગ રૂપે ભુજમાં કચ્છના સાંસદ દ્વારા વણકરોના સન્માન સાથે રાષ્ટ્રીય હાથવણાટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છના સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા દ્વારા યોજાયેલા સમારોહમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત વણકરોનું બહુમાન કરવામાં આવ્યું હતું. વણાટકામ, કાલા કોટન વિવિંગ, પ્લાસ્ટીક વિવિંગમાં માહિર મહિલા કારીગરો તેમજ દિવ્યાંગ કારીગરોનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી, નગર અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, દિલિપ શાહ, નરેન્દ્ર પ્રજાપતિ, દેવરાજ ગઢવી, પચાણભાઇ સંજોટ, વીજુબેન રબારી, જયંત માધાપરીયા, ભીમજી જોધાણી, મીત ઠક્કર, મહીદીપસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રકાશભાઈ મહેશ્વરી, કમલ ગઢવી, અશોક હાથી, બ્રિજેસ છેડા, મનીષાબેન સોલંકી, મોહન ચાવડા, પ્રકાશ ડગરા, રવિ ગરવા, રિતેન ગોર, ક્રિશ્નાબા જાડેજા, વિરમ આહીર, જયંત ઠક્કર, મયુરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થામાં પ્રતિક શાહ, રમેશ દાફડા તથા કિશોર નટ સહયોગી બન્યા હતા. પ્રેમજી મંગેરીયા, કિશોર મહેશ્વરી, ઘનશ્યામ ઠક્કર, જયંત ઠક્કરે વ્યવસ્થા સંભાળી હતી.

What's Your Reaction?






