હેલ્પીંગ હેન્ડ એક્ઝિબિશન:બહેનોને સ્વરોજગારી માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે ‘હેલ્પીંગ હેન્ડ ’
બહેનો માટે સ્વરોજગારી અને નાનાપાયે ઘરેથી વ્યવસાય કરી પગભર થવાની દિશામાં આગળ વધતી મહિલાઓ માટે સમૃદ્ધ ગ્રાહક વર્ગ મળે તેમજ મહિલાઓ માટે આજના જમાનાની માંગ પ્રમાણે પોતાની ઓળખ ઉભી કરે તે હેતુથી હેલ્પીંગ હેન્ડ એક્ઝિબિશન ગત ત્રીજી ઓગસ્ટ રવિવારે ભુજના લાયન્સ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રદર્શનમાં 35 જેટલી મહિલાઓએ સ્ટોલ રાખ્યો હતો. જેમાંથી પાંચ બેસ્ટ સ્ટોલને ઇનામ આપવામાં આવ્યા હતા. મહિલાઓ તેમનામાં રહેલા કૌશલ્યને બહાર લાવી શકે તે માટેના આ પ્રયાસમાં ઘણી મહિલાઓ પ્રથમ વખત ભાગ લીધો હતો. હેલ્પીંગ હેન્ડ આ પ્રદર્શન દ્વારા મહિલાઓને સંપૂર્ણ તક પૂરી પાડે છે તેવું આયોજકો શ્રીમતી દીપા આનંદ શાહ અને શ્રીમતી હેતલબેન બારોટ એ જણાવ્યું હતું. પ્રદર્શનનું ઉદ્ઘાટન મીનાબેન ભરતભાઈ મહેતા અને અમિતાબેન રાજેશ સંઘવીએ કર્યું હતું. અતિથિ વિશેષ તરીકે ગોદાવરીબેન ઠક્કર, યુવરાની શાલીની દેવી અને ત્રિશુલીની કુમારી તેમજ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી 305 રચનાબેન શાહ હતા.

What's Your Reaction?






