આંદોલનની જાહેરાત કરાઈ મુલતવી:પાલિકાના સેનિટેશન શાખાના કર્મચારીએ ન્યાય મળતા પ્રતિક ઉપવાસ મુલતવી રાખ્યા
ભુજ નગરપાલિકામાં વોર્ડરની પોસ્ટ પર કાયમી કર્મચારી તરીકે ફરજ બજાવતા ભરત પ્રાગજી મોડ દ્વારા ગત 21 જુલાઈ, 2024 દરમિયાન હક્ક રજા બાબતે ચીફ ઓફિસર દ્વારા ના–મંજુર કરી અને ફરજ મોકૂફ કરવામાં આવે તેવો હુકમ કરવામાં આવ્યો હતો. તે પરત ખેંચવા નગરપાલિકાની સામે પ્રતિક ઉપવાસ પર ઉતરવા નિર્ણય લીધો હતો, પરંતુ ભુજ નગરપાલિકા દ્વારા 5 ઓગસ્ટ, 2025 ના કાર્યાલય આદેશ કરીને તપાસ પૂર્ણ થઈ અને હુકમ ન થાય ત્યાં સુધી ડિસમિસલ ના હુકમનો અમલ ન કરવા અને તટસ્થ સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવશે તે બંધનકર્તા રહેશે તેવી શરત સાથે ફરજ પર હાજર થવા આદેશ કરવામાં આવ્યો હતો. જેને પગલે ભરત મોડે 6 ઓગસ્ટથી પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરી હતી તે મુલતવી રાખી હતી. તે ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે 24 ઓક્ટોબર 2024 ના પરિપત્ર મુજબ 90 દિવસમાં નિર્ણય લઈને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાની થતી હતી જેથી વિનંતી કરી હતી કે રજાનો રિપોર્ટ તેમજ જીઆર નું વાંચન સમિતિમાં રાખી આ બંને મુદ્દાઓ અંગે ન્યાયિક નિર્ણય કરવામાં આવે.

What's Your Reaction?






