ફરાર આરોપી પકડાયો:કોર્ટના પકડ વોરન્ટમાં ફરાર આરોપીને ઝડપી લેવાયો
ભુજ ખાતે અગાઉ 49.80 લાખના પ્લોટની જમીન ડેવલોપર સ્કીમમાં પકડાયેલ તેમજ તાજેતરમાં ભુજની જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનની કચેરીના જામીન લાયક વોરંટ તથા પકડ વોરંટ અને અન્ય પકડ વોરંટમાં નાસ્તા ફરતા આરોપીને એલસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. બાતમીના આધારે પાટવાડીનાકા બહાર રાહુલ નગરમાં રહેતા ફિરોઝ મહંમદહુસેન ખત્રીની અટક કરવામાં આવી હતી તેની સામે ભુજ એ ડિવિઝનમાં અગાઉ ગુના નોંધાયેલા છે.

What's Your Reaction?






