માનસરોવર તળાવમાં જીવ બચાવો અભિયાનને મળી સફળતા:પાલનપુરમાં જીવદયા પ્રેમીની બે વર્ષની મુહિમનો ઇન્ચાર્જ પાલિકા પ્રમુખે સુખદ ઉકેલની ખાત્રી આપી
પાલનપુર માનસરોવર તળાવમાં જળચર જીવોને બચાવવા માટે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી મુહિમને સફળતા મળી છે. નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ નાગજી દેસાઈએ તળાવમાં રહેલા માછલી અને કાચબા સહિતના જીવોને બચાવવાની ખાતરી આપી છે. તળાવના રિનોવેશન દરમિયાન જળચર જીવોના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો હતો. જીવદયા પ્રેમીઓએ નગરપાલિકા, વન વિભાગ અને મત્સ્ય વિભાગને અનેક વખત રજૂઆત કરી હતી. કોઈ કાર્યવાહી ન થતાં જીવદયાપ્રેમી શિક્ષક રવિ સોનીએ મુંડન કરવાની ચેતવણી આપી હતી. આજે પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખે તળાવ પર ચીફ ઓફિસર અને જીવદયા પ્રેમીઓની હાજરીમાં બેઠક યોજી. તેમણે જળચર જીવોને બચાવવાની ખાતરી આપી. આ સાથે જીવદયા પ્રેમીઓની બે વર્ષની લડતનો સુખદ અંત આવ્યો છે. શિક્ષક રવિ સોનીએ આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે.

What's Your Reaction?






