રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:પારિવારિક ઝઘડામાં મહિલાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટના રેલનગરમાં સુભાષ ચંદ્રબોઝ ટાઉનશીપમાં રહેતા અને ઘરકામ કરતા દિપ્તીબેન વીજયભાઈ ધનસુખભાઈ વઢવાણા (ઉ.વ.35) એ પ્રદ્યુમનનગર પોલિસ મથકમાં પતિ વીજયભાઇ, સસરા ધનસુખભાઇ, સાસુ પ્રભાબેન અને દિયર મયુરભાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવેલી છે. જેમાં જણાવ્યું છે કે, મારા લગ્ન 8 વર્ષ પહેલા અમારા સમાજના રીતિરિવાજ મુજબ થયેલ છે અને મારા પરિવારમાં હું તથા મારા પતિ વિજયભાઇ આને મારે સંતાનમાં 2 દીકરા છે, જેમાં સૌથી મોટો જય ઉ.વ.6 તથા નાનો શીવાંશ ઉ.વ.-2નો છે અને મારા સાસુ પ્રભાબેન તથા સસરા ધનસુખભાઈ જેઓ છ મહિના અમારી સાથે તથા છ મહિના મારા દિયર મયુરભાઈ સાથે રહે છે. હાલ મારા સાસુ પ્રભાબેન છેલ્લા 15 દિવસથી અમારી સાથે રહે છે. ગત તારીખ-30 મેના રોજ સવારે 7.30 વાગ્યા આસપાસ હું મારા ઘરે હતી ત્યારે મારા સાસુ સાથે કામ બાબતે રકઝક થતા મારા સાસુએ મને તથા મારા બંને દીકરાને ઘરની બહાર કાઢી મૂક્યા. જેથી હું ઘરની બહાર જતી રહી અને થોડી વાર પછી હું મારા પતિ વિજયને ફોન કરી કહ્યું કે, બાએ અમોને ઘરની બહાર કાઢી મૂક્યો છે, જેથી અમો બહાર રોડ પર આવી બેઠેલ છીએ તો મારા પતિએ કહ્યું કે તુ જ ખોટી છે મારા માતા આવુ ન કરે જેનુ મને લાગી આવતા મે રસ્તામાથી ફિનાઇલની બોટલ લઈ હું મારા ઘરે જતી રહી અને બપોરના 12 વાગ્યાની આસપાસ મારા રૂમમાં જાઇ ફીનાઇલના ઘૂંટડા પી લીધા હતા. બાદમાં મને પેટમાં બળતરા થતા મે મારી જાતે જ 108 ને ફોન કર્યો અને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી. લગ્નજીવન દરમ્યાન તેના પતિ, દિયર, સસરા તથા સાસુ અવારનવાર શારિરિક માનસિક ત્રાસ આપતા. જેથી પોલીસે તપાસ શરૂ કરી છે. ભાઈ સાથેની જૂની અદાવતમાં યુવાનને 2 શખ્સોએ માર માર્યો રાજકોટના બેડીપરામાં સીતારામ રોડ બેચર મહારાજની શેરીમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા હિતેષ ધીરુભાઈ મેવાડા (ઉ.વ-37) એ પડોશમાં રહેતા સાગર તથા ભાવેશ મકવાણા વિરૂધ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યું છે કે, તેઓ આજે સવારે 9:30 વાગ્યે માર્કેટિંગ યાર્ડમાં આવેલ ધારેશ્વર પેઢીની બાજુમા હતા ત્યારે આરોપીને ફરિયાદીના ભાઈ સાથેની જુની અદાવતનો ખાર રાખી લોખંડના પાઈપથી ડાબા હાથમાં તથા કડાથી માથાના ભાગે એક ટાકા જેટલી ઈજા કરી તેમજ ઢીકા-પાટુનો માર મારી શરીરના ભાગે મુઢ ઈજાઓ કરી હતી. જેથી પોલીસે ગુનો નથી માર મારનારાને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી છે. 19 વર્ષીય યુવાન, 50 વર્ષીય આધેડનો ગળાફાંસો ખાઈ આપઘાત રાજકોટમાં 19 વર્ષે યુવાન અને 50 વર્ષીય આધેડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જેમાં શહેરના અમુલ સર્કલ પાસે આંબેડકર નગર શેરી નંબર 3 માં રહેતા 19 વર્ષીય રોહીતભાઇ ભાડાના મકાનમાં કોઇ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. જ્યારે અન્ય બનાવમાં શહેરના માયાણીનગરના ક્વાટરમાં બ્લોક નંબર-43માં રહેતા 50 વર્ષીય એયડા જયસુખભાઇ જીવણસાઇએ કોઈ કારણોસાર ગળાફાંસો ખાઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જોકે, તબીબે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. નવાગામમાં નજીવી બાબતે 2 પરિવાર વચ્ચે ઝઘડો થયો રાજકોટના નવાગામમાં શક્તિ સોસાયટી શેરી નં.7 માં રહેતા અને માલઢોરનો ધંધો કરતા વાલજીભાઇ હાજાભાઈ માલકીયા (ઉ.વ.70)એ કુવાડવા રોડ પોલીસ મથકમાં રમેશ દેવીપુજક, તેના બન્ને દિકરા, તેના પત્ની (રહે. બધા નવાગામ કેશુબાપાના બગીચા પાસે, રાજકોટ) સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદીને તે મારી ભેસ કયાંય જોઇ છે તે બાબતે પુછતા ફરીયાદીને ખબર નથી તેમ આરોપીને કહેતા જે બાબતે કહેલી વાત સારી નહીં લાગતા આરોપીઓએ વાલજીભાઈ તથા તેના બન્ને દિકરા હરેશભાઇ તથા સંજયભાઇ, બન્ને દિકરીઓ બેનાબેન તથા સોનલબેનની સાથે માથાકુટ કરી ગાળો આપી ઝપાઝપી કરી ઢીકાપાટાનો માર માર્યો હતો. જેમાં રમેશ દેવીપુજકે વાલજીભાઈને માથાના ભાગે પાઇપ વડે માર મારી ઇજા કરી તથા ડાબા હાથમાં માર મારી મુંઢ ઇજા પહોંચાડતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Jun 2, 2025 - 03:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow