ખંભાતમાં માઇનોર બ્રિજનો સ્લેબ તૂટતાં બે મજૂર દટાયા:કોન્ટ્રાક્ટરની બેદરકારીથી એકનું મોત; હાથિયા ખાડ વિસ્તારમાં ડેમના કામકાજ દરમિયાન દુર્ઘટના
ખંભાતમાં માઇનોર બ્રિજનો સ્લેબ પડતા દુર્ઘટના સર્જાઇ છે. હાથિયાવાડ વિસ્તારની ઘટનામાં બે મજૂર દટાયા હતા, જેમાં એકનું મોત થયું છે. સ્થાનિકોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી એક મજૂરને બચાવ્યો છે. હાલ 108 મારફતે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાઈવે પાસે બનતા ડેમના કામકાજ દરમિયાન દુર્ઘટના બની હતી. કરોડોના પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટરે સેફ્ટીના સાધનો ન રાખી કામગીરી કરાતા દુર્ઘટના સર્જાઇ હતી. કોન્ટ્રાકટરની બેદરકારીથી મજુરે જીવ ગુમાવ્યાનો આક્ષેપ છે.

What's Your Reaction?






