આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી:આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા, હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી
હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે. હાલમાં રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી. જોકે, ભેજના કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે. બીજી તરફ ત્રણ દિવસ બાદ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. હાલ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તાપમાનમાં ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. હાલ ચોમાસુ મુંબઈ સુધી પહોંચ્યું છે. આગામી સમયમાં સાનુકૂળ વાતાવરણ સર્જાશે તો ગુજરાત સુધી ચોમાસુ પહોંચશે. આજે ક્યા ક્યા જિલ્લામાં વરસાદની શક્યતાં આજે અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, નર્મદા, છોટાઉેદપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. ગ્રાફિક્સમાં જુઓ સાત જૂન સુધી ક્યા ક્યા જિલ્લામાં વરસાદ પડશે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે હવામાન વિભાગની જુદી જુદી વેબસાઇટ પરથી જોતાં આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે. જૂનના પહેલા 15 દિવસ હળવો વરસાદ, જ્યારે 22 જૂને ભારે વરસાદ અને 23-24 તથા 27થી 30 જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે વરસાદ વહેલા આવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, જોકે એમાં થોડો બદલાવ જોવા મળ્યો છે. આ વર્ષે વરસાદ વહેલા આવવાની શક્યતા ઓછી છે, જોકે ચોમાસું સમયસર આવી જશે. રાજ્યમાં ચોમાસું વહેલા બેસવાની શક્યતા ઓછી હવામાન ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે વરસાદનું આગમન 15 જૂન કરતાં વહેલા થવાનું હતું, એની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં હવે ધીમી પડી ગઈ છે. મહારાષ્ટ્રની આસપાસ જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી એ હવે ધીમી પડી જતાં વરસાદની ગતિ દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે. એને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનું આગમન જે સમય કરતાં પહેલાં થવાનું હતું એ હવે સમય પર જ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદનું જોર અને હીટવેવની સંભાવના આગાહી મુજબ, જૂન મહિનાના પ્રારંભિક પખવાડિયામાં (શરૂઆતના 15 દિવસ) વરસાદનું જોર ધીમું રહેશે, જોકે બીજા પખવાડિયામાં વરસાદની શક્યતા નોંધપાત્ર રીતે વધુ રહેશે. આ ઉપરાંત જૂન મહિનામાં હીટવેવની સંભાવના નહિવત્ હોવાનું પણ જણાવાયું છે, જે ગરમીથી રાહત આપનારા સમાચાર છે. આ વર્ષે ગુજરાતમાં વધુ વરસાદની શક્યતા આ વર્ષે જૂનમાં ગુજરાતમાં વરસાદની આગાહી દર વર્ષની સરખામણીમાં વધુ છે, જે સારા ચોમાસાની આશા જગાવે છે. જૂન મહિનાનું સરેરાશ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જુલાઈ-ઓગસ્ટમાં પડે છે સ્કાયમેટના પૂર્વાનુમાન અનુસાર, ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પડે છે. જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થતી હોય છે અને સામાન્ય રીતે અડધા મહિના બાદ વધારે વરસાદ થતો હોવાથી રાજ્યમાં જૂનમાં સરેરાશ વરસાદ ઓછો રહે છે. ગુજરાત માટે ચોમાસાના આગમનની તારીખ અને ગતિ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ભારતના મુખ્ય ભૂમિ પર વહેલી અને ઝડપી પ્રગતિ દર્શાવી છે. કેરળમાં ચોમાસાનો પ્રવેશ 27 મેના રોજ થયો, જે સામાન્ય 1 જૂનની શરૂઆતની તારીખ કરતાં પાંચ દિવસ વહેલો છે. આ 2009 પછી મુખ્ય ભૂમિ ભારતમાં સૌથી વહેલા ચોમાસાના આગમનોમાંનો એક છે. કેરળમાં વહેલો પ્રવેશ અને પશ્ચિમ કિનારે જેમાં મુંબઈનો સમાવેશ થાય છે એની ઝડપી પ્રગતિ ચોમાસા માટે મજબૂત પ્રારંભિક ગતિ સૂચવે છે. આ ગતિ ગુજરાતમાં ચોમાસાના સમયસર અને મજબૂત આગમન તરફ દોરી શકે છે, જે રાજ્યભરમાં પ્રારંભિક મોસમી વરસાદ માટે લાંબો સમયગાળો પૂરો પાડી શકે છે. ચોમાસું 10થી 15 જૂન સુધી રાજ્યના દક્ષિણ કિનારે પહોંચવાની શક્યતા આ ઝડપી પ્રગતિને પગલે ચોમાસું ગુજરાતમાં પણ વહેલું પ્રવેશી શકે છે. પ્રારંભિક ચોમાસાનાં ઝાપટાં 10 જૂનથી 15 જૂનની આસપાસ રાજ્યના દક્ષિણ કિનારે પહોંચવાની શક્યતા છે. કેટલાક પૂર્વાનુમાનો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 10 જૂનથી 12 જૂનની વચ્ચે આગમનની અપેક્ષા રાખે છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં 20 જૂનથી 25 જૂનની વચ્ચે ચોમાસું પહોંચવાની અપેક્ષા રાખી શકાય છે. સામાન્ય રીતે ચોમાસું 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યને આવરી લે છે, પરંતુ આ વર્ષે ચોમાસાના પ્રવાહોની વધુ સુસંગત અને જોરદાર પ્રગતિની અપેક્ષા છે, જે સંભવતઃ વહેલી રાજ્યવ્યાપી કવરેજ તરફ દોરી જશે. ગુજરાતના વિવિધ પ્રદેશો માટે વરસાદની સંભાવના ધરાવતા મુખ્ય જિલ્લાઓ જૂન 2025 માટે ગુજરાતમાં વ્યાપકપણે સામાન્યથી વધુ વરસાદની અપેક્ષા છે. IMDના સંભાવના નકશા દર્શાવે છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક પ્રદેશોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે, જ્યારે અન્ય પ્રદેશોમાં સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના છે, જોકે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ અને ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર- હવેલી. જ્યારે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી વધુ અને ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ ધરાવતા જિલ્લાઓમાં વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્યથી વધુ અને કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ ધરાવતા જિલ્લાઓમાં સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદનો સમાવેશ થાય છે. જ્યારે કચ્છમાં સામાન્યથી વધુ અને કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાત માટે ચોમાસાનું મહત્ત્વ ભારતની કૃષિ-આધારિત અર્થવ્યવસ્થા માટે દક્ષિણપશ્ચિમ ચોમાસું (જૂનથી સપ્ટેમ્બર) જીવનરેખા સમાન છે. એ પાકો માટે જરૂરી લગભગ 70% પાણી પૂરું પાડે છે અને જળાશયો તથા ભૂગર્ભજળ જેવા મહત્ત્વપૂર્ણ જળ સ્ત્રોતોને ફરી ભરે છે. ભારતમ

What's Your Reaction?






