અમદાવાદમાં નશામાં ધૂત પોલીસકર્મીએ 3ને ઉડાવ્યા, લોકોએ મેથીપાક ચખાડ્યો:કોન્સ્ટેબલે લોકોને જોઈ લઈશની ધમકી આપી; નંબરપ્લેટ વગરની ગાડીથી વાહનો અને લોકોને ઉડાવ્યા હતા
રાણીપમાં ગત મોડી રાત્રે માધુપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે અકસ્માત સર્જ્યો હતો. બકરામંડી પાસે નશાની હાલતમાં પાંચથી વધુ વાહનને અડફેટે લીધાં હતાં, જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલમાં દાખલ કરાયા હતા, જેમાંથી એક ગંભીર છે. વેગનઆરના ચાલકે વાહનોને અડફેટે લીધા બાદ કાર દીવાલમાં ઘૂસાડી દીધી હતી. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. નંબર પ્લેટ વગરની ગાડીથી નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાથી કોન્સ્ટેબલ યુવરાજસિંહને સ્થાનિક લોકોએ નીચે ઉતારી મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે યુવરાજસિંહ પોતે પોલીસકર્મી હોવાથી લોકોને જોઈ લઈશ તેવી ધમકી આપતો હતો. જે બાદ આરોપી ગાડી મૂકી સ્થળ પરથી નાસી ગયો હતો. વાહનોને ટક્કર મારી, ત્રણ લોકો ઇજાગ્રસ્ત અમદાવાદના રાણીપમાં બકરામંડી પાસે ગત મોડી રાત્રે પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો હતો. પાંચથી વધુ વાહનોને અડફેટે લીઘા બાદ પોલીસકર્મી સ્થળ પરથી નાસી ગયો હતો. પૂરપાટ ઝડપે ગાડીથી વાહનોને ટક્કર મારી હતી જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત હતા. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. L-ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં ઇજા પામનાર અકસ્માત થતાં પોલીસકર્મી ગાડી મૂકીને નાસી ગયો શનિવારની મોડી રાત્રે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો યુવરાજસિંહ જોરાવરસિંહ નામનો પોલીસકર્મચારી સેન્ટ્રલ જેલ તરફથી પૂરપાટ ઝડપે ગાડી લઈને આવી રહ્યો હતો. રાણીપ પાસે આવતા તેણે વાહનોને અડફેટે લીધા હતા. જેના કારણે એક બાઈકચાલક અને મહિલાને ઇજા પહોંચી છે. અકસ્માત થતાં પોલીસકર્મચારી ગાડી મૂકીને ત્યાંથી નાસી ગયો હતો. ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અકસ્માત થતાં આસપાસના લોકો ભેગા થયા હતા. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ગાડી નંબરના આધારે તપાસ શરૂ કરી છે. અકસ્માત કરનાર પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા રાણીપ પોલીસ લાઈનમાં રહે છે અને માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. 24 મેએ વડોદરામાં PSIએ નશામાં 3 વાહનોને અડફેટે લીધા થોડા દિવસો અગાઉ અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર વડોદરા નજીક છાણી બ્રિજ પાસે રાત્રે બ્રેઝા કારના ચાલક PSIએ નશામાં ધૂત થઇને 3 વાહનોને અડફેટે લીધા હતા. જેને પગલે છાણી પોલીસે આરોપી PSIની ઘરપકડ કરી હતી. આ ઘટના બાદ નર્મદા જિલ્લા એસપીએ PSI યોગેન્દ્રસિંહ હરીસિંહ પઢીયારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે અને તેની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. આ પહેલા આ પીએસઆઇ વડોદરા શહેરના કારેલીબાગ અને બાપોદ સહિતના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યો છે. (વધુ વાંચવા અહીં ક્લિક કરો)

What's Your Reaction?






