હિંમતનગરમાં વીજ પુરવઠો 7 કલાકથી બંધ:બળવંતપુરા સબસ્ટેશનમાં 100થી વધુ કર્મચારીઓ સમારકામમાં જોડાયા

હિંમતનગરના બળવંતપુરા 66 કેવી સબસ્ટેશનમાં આજે સવારથી મહત્વપૂર્ણ સમારકામની કામગીરી શરૂ થઈ છે. સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો છે. સબસ્ટેશનના સમારકામને લઈને અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. આ વિસ્તારોમાં ઝરણેશ્વર, શ્રીનગર, સ્મૃતિ, જનકપુરી અને હાથમતી ફીડરનો સમાવેશ થાય છે. બેરણા રોડ, જલારામ મંદિર રોડ, બળવંતપુરા ગામ, રામનગર, ઈન્દ્રનગર, મહેતાપુરા, ધાણધા ગામ અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ છે. સમારકામની કામગીરી માટે એન્જીનીયર અને લાઈન સ્ટાફની કુલ 16 ટીમો તૈનાત કરવામાં આવી છે. 100થી વધુ કર્મચારીઓ વિવિધ વિસ્તારોમાં વીજ લાઈનની મરામત કરી રહ્યા છે. બપોરે 2 વાગ્યા સુધીમાં કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો પુનः શરૂ કરવામાં આવશે.

Jun 3, 2025 - 17:22
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow