IPL ફાઈનલની ક્લોઝિંગ સેરેમની:શંકર મહાદેવને દેશભક્તિના ગીતો ગાયા, કલાકારોએ બી પ્રાકના ગીત તેરી મિટ્ટી પર ડાન્સ કર્યો
IPL 2025ની ક્લોઝિંગ સેરેમની શરૂ થઈ ગઈ છે. તેની થીમ 'ઓપરેશન સિંદૂર' રાખવામાં આવી છે. બોલિવૂડ સિંગર શંકર મહાદેવન તેમના પુત્રો સિદ્ધાર્થ અને શિવમ મહાદેવન સાથે પરફોર્મ કરી રહ્યા છે. તેણે 'મૈં રહું ના રાહું, ભારત રહેના ચાહિયે...' ગાયું હતું. તેણે એ વતન આબાદ રહે તું..., કાંધો સે મિલતે હૈં કંધો, કદમ સે કદમ મિલતે હૈં જેવા ગીતો ગાયાં. અગાઉ કલાકારોએ બી પ્રાકના ગીત તેરી મિટ્ટી પર ડાન્સ કર્યો હતો. સમારોહ બાદ સાંજે 7.30 વાગ્યાથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે ફાઈનલ રમાશે.

What's Your Reaction?






