સુરત સિવિલના તબીબોની માનવતા મરી પરવારી:વૃદ્ધ દર્દીને ગંભીર હાલતમાં 9 કલાક રઝળાવતા મોતના મુખ સુધી પહોંચ્યાનો આક્ષેપ, તબીબોએ CMO-RMOને પણ ન ગાંઠ્યા
સતત વિવાદમાં આવતી સુરત સિવિલ હોસ્પિટલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના રેસીડેન્ટ તબીબોની માનવતા મરી પરવારી હોય તેવું સામે આવ્યું છે. એક વૃદ્ધ દર્દી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી મળી આવ્યા હતા. ત્યારબાદ તેને દાખલ કરવા માટે નવ કલાકથી વધુનો સમય લાગ્યો હતો. જેના પગલે આ દર્દી મોતના મુખ સુધી પહોંચી ગયું હતું. આ સમગ્ર ઘટનામાં સીએમઓ અને આરએમઓ સુધીનાએ આ દર્દીને દાખલ કરવા માટે કહ્યું હતું છતાં પણ રેસીડેન્ટ તબીબો માન્યા ન હતા. છેવટે તબીબી અધિકારીએ કડક વલણ અપનાવતા દર્દીને દાખલ કરી દીધું હતું. જોકે હાલ તેઓ વેન્ટિલેટર ઉપર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.તો બીજી તરફ સિવિલ તંત્રએ પણ આ મામલાને ગંભીરતાથી લઈ તપાસ શરૂકરી છે. સમયસર સારવાર ન મળતા દર્દીની હાલત ક્રિટિકલ બની દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ નવી સિવિલ અવારનવાર વિવાદમાં આવતી રહે છે. ફરીવાર રેસિડેન્ટ તબીબોના ઉદ્ધત વર્તન અને બેજવાબદારીને લઈને વિવાદમાં આવી છે. વહેલી સવારે સિવિલમાં અજાણ્યા તરીકે લાવેલ દર્દી ને 8થી 9 કલાક સારવાર નહીં મળતા તે દર્દી ક્રિટિકલ કન્ડીશનમાં પહોંચી ગયું હતું. વારવાર રજૂઆત છતાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટો પોતાની જવાબદારીમાંથી છટકતા અંતે આર.એમ.ઓ એ ટ્રોમા સેન્ટરમાં આવીને આ દર્દીને દાખલ કરાવવું પડ્યું હતું. રેસિડેન્ટ તબીબોએ RMO અને CMO સાથે પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું છેલ્લા ઘણા સમયથી નવી સિવિલ હોસ્પિટલ ખાસ કરીને રેસિડેન્ટ તબીબોના વર્તનને લઈને વિવાદમાં આવી રહી છે, સિવિલમાં આવતા દર્દીઓ અને સગાવ્હાલાઓ જોડે અત્યાર સુધી તેઓ ઉદ્ધત વર્તન તો કરતા હતા. પરંતુ આજે એક દર્દીને લઈને આરએમઓ અને સીએમઓ સાથે પણ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યું હતું. ઘટના એ હતી કે, બુધવારે (4 જૂને) વહેલી સવારે 4 વાગે એક અજાણ્યો પેશન્ટ સિવિલ ટ્રોમા સેન્ટરની બહાર પડ્યું હતું, જેને એક સર્વન્ટ દ્વારા ઈમરજન્સીમાં લઈ જવામાં આવ્યું હતું , દર્દીએ થોડી ઘણી હિસ્ટ્રી પોતાની આપી હતી,ત્યારબાદ ફરજ પર હાજર સી.એમ.ઓ દ્વારા તેને ઓર્થો અને સર્જરીમાં રિફર કરવામાં આવ્યું હતું. સવારે 4 વાગ્યે ટ્રોમા પાસેથી પેશન્ટ મળ્યા બાદ બપોરે 1 વાગ્યે દાખલ કરાયો સિવિલના ટ્રોમા સેન્ટર નજીકથી વૃદ્ધ દર્દી સવારે 4 વાગ્યે મળી આવ્યો હતો. ત્યારબાદ તેને ઈમરજન્સીમાં લઈ જવાયો હતો. દર્દીને સોનોગ્રાફી માટે મોકલ્યા બાદ દર્દી સવારે 8 વાગે પી.એમ રૂમ પાસે પડેલો મળ્યો હતો. આ દર્દી પીએમ રૂમ પાસે કઈ રીતે પહોંચ્યો તે પણ એક પ્રશ્ન ઉભો થયો હતો. સવારે 9 વાગે પરિવારજનો શોધખોળ કરતા સિવિલ પહોંચતા દર્દીની ઓળખાણ કિશોરભાઈ સોમાભાઈ રાઠોડ (રહે. બ્લુ સ્ટાર એપાર્ટમેન્ટ, ઘોડદોડ) તરીકે થઈ હતી. મંગળવારે સાંજે 7 વાગ્યાથી ગુમ હતા. દર્દીના સગા સુધીરભાઈ રાઠોડ એ જણાવ્યું હતું કે અમે જ્યારે નવ વાગે સિવિલમાં આવ્યા ત્યારે અમને ખબર પડી કે તેઓ અહીં સિવિલમાં છે અને સવારે 9.30ની આસપાસ એમને ઓર્થો માં દાખલ કરવા જણાવ્યું હતું. સાથે જ સોનોગ્રાફી અને રિપોર્ટ કઢાવવા કહ્યું હતું પરંતુ જ્યારે અમે એકસ રે અને સોનોગ્રાફીમાં ગયા ત્યારે ત્યાં હાજર સ્ટાફે કહ્યું કે આ પેશન્ટના ઓલરેડી બે વાર તો એક્સ-રે અને સોનોગ્રાફી થઈ ચૂકી છે તો પાછા કેમ લાવ્યા? 11 વાગે અમે અહીં ઓર્થોમાં લઈ ગયા ત્યારે અમારા એક સગાએ મેડિકલ ઓફિસર જોડે વાત કરી હતી અને તેમણે ખેંચ આવે છે તેવું જણાવ્યું હતું. તેથી તે ડોક્ટરે કહ્યું હતું કે તેમને ખેંચ આવતી હોય તો ઓર્થો નહીં મેડિસિન વિભાગમાં બતાવવું જોઈએ. જેથી અમે મેડિસિન વિભાગમાં ગયા હતા ત્યાં ફરજ પરના તબીબે તેમને જોયા હતા અને તેમની સાથે ન્યુરો ફિઝિશિયનને પણ બોલાવ્યા હતા. કારણકે તેમની એક આંખમાં લોહી દેખાઈ રહ્યું હતું તેથી તેમણે તપાસીને અને અલગ અલગ રિપોર્ટ લખીને ઈમરજન્સી વિભાગમાં લઈ જવા કહ્યું હતું. અમે ફરી ઈમરજન્સી વિભાગમાં લઈ ગયા હતા. જ્યાં હાજર મેડિસિન વિભાગના ડોક્ટરે કહ્યું આ દર્દી સવારે ઓર્થોમાં ગયું હતું ,ત્યાં જ હાજર ઓર્થોના રેસિડેન્ટે કહ્યું કે, આ ઓર્થોનું પેશન્ટ છે જ નહીં અને પછી મેડિસિન વિભાગના રેસિડેંટ તબિબ દ્વારા પેશન્ટના સગા સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યું અને તેમણે આરએમઓ સાથે પણ ફોન પર ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કર્યું હતું. સમગ્ર મામલે રેસીડેન્ટો અંદરો અંદર એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હતા જેમાં પેશન્ટ ક્રિટિકલ કન્ડિશનમાં પહોંચી ગયું હતું. આખરે એક વાગે પેશન્ટને સીટી સ્કેન માટે લઈ જવામાં આવ્યું હતું જ્યાં તેમાં મગજમાં ક્રેક હોવાના કારણે ન્યુરો ફિઝિશિયનને બોલાવવામા આવ્યા અને વિભાગના ડોક્ટરે કહ્યું હતું પરંતુ અડધો કલાક સુધી તે આવ્યા ન હતા અને જ્યારે મેડિસિન વિભાગની તે ડોક્ટર આવી તેણે ત્યાં અન્ય ડોક્ટરને આવીને દર્દીને જોવાના બદલે તરત જ એવું પૂછ્યું કે કોણે આરએમઓ અને અમારા એચોડીને ફોન કર્યો છે? ત્યારબાદ સગાના કહેવાથી તેણે પેશન્ટને જોયું પરંતુ તેણે કહ્યું સીટી સ્કેનના રિપોર્ટ આવે ત્યાર બાદ જ હું મારા એચઓડી જોડે વાત કરીને દાખલ કરીશ. પેશન્ટને દાખલ ન કરતા RMOએ દોડવું પડ્યું 15 મિનિટ સુધી પેશન્ટને દાખલ નહીં કરાતા આરએમઓ જાતે કેજ્યુલિટી વિભાગમાં આવ્યા હતા અને ન્યુરોના એચઓડીને ફોન કરીને કહ્યું હતું કે તમારા રેસિડેન્ટ તબીબ અહીં પેશન્ટની પાસે નથી,તેમણે કહ્યું કે પેશન્ટને હજુ સુધી કેમ દાખલ કરવામાં આવ્યું નથી. ત્યારે મેડિસિનના રેસિડેન્ટ અને ન્યુરોની રેસિડેન્ટ પણ આવ્યા હતા અને બંનેએ આરએમઓ અને દર્દીના સગાઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. છેલ્લે આરએમઓએ કહ્યું કે મારું પેશન્ટ છે તમે દાખલ કરો એ છતાં પણ મેડિસિન વિભાગના રેસિડેન્ટ ડોક્ટર ઉગ્ર બોલાચાલી કરી રહ્યો હતો. અંતે સવા બે વાગે પેશન્ટને ન્યુરોમાં દાખલ કરવામાં આવ્યું હતું જ્યારે તેની કન્ડિશન ક્રિટિકલ થઈ ગઈ હતી અને તે વેન્ટિલેટર પર પહોંચી ગયું હતું. સિવિલમાં રેસીડેન્ટ તબીબોની દાદાગીરી અને ઉદ્ધતાઈ પૂર્વક વર્તનના શિકાર અત્યાર સુધી દર્દીઓ અને સગા જ બનતા હતા, પરંતુ હવે સીએમઓ અને આર.એમ ઓ પણ તેમના આ વર્તનનો ભોગ બની રહ્યા હતા. રેસિડેન્ટ તબીબો સીએમઓ અને આરએમઓને સિવિલનો ભાગ જ ગણતા નથી તેઓ માત્ર પોતાના એચઓડી અને એપી કહે તેટલું જ કરતા

What's Your Reaction?






