'ભાઈ-ભાભી તમારું નામ કેમ નથી લેતાં?':વિરાટ કોહલીની બહેન પારિવારિક સંબંધોનું મેણું સહન ન કરી શકી, કહ્યું- દરેક પ્રેમ દુનિયાને બતાવવાની જરૂર નથી

17 વર્ષના લાંબી પ્રતીક્ષા બાદ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ પંજાબ કિંગ્સ (PBKS)ને હરાવી IPL ટ્રોફી જીતી છે. વિરાટના પરિવારમાં પણ ઉત્સવનો માહોલ છે. ક્રિકેટરની બહેન ભાવના કોહલી ઢીંગરાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને પોતાના ભાઈ પર ગર્વ વ્યક્ત કર્યો છે. બહેને ભાઈ માટે લખી પોસ્ટ વિરાટની બહેન ભાવનાએ એવા ફોટા શેર કર્યા છે જેમાં વિરાટ ટ્રોફી ઉપાડતી વખતે તેની ટીમ સાથે ઉજવણી કરતો જોવા મળે છે. એક ફોટામાં તે રડતો જોવા મળે છે, તો બીજા ફોટામાં તે અનુષ્કા શર્મા સાથે જોવા મળે છે. પોસ્ટમાં ભાવનાએ જણાવ્યું કે- તે ક્ષણ ખરેખર ઇમોશનલ હતી. તેણે RCB ફેન્સનો આભાર માન્યો હતો. 'ભાઈ-ભાભી તમારું નામ કેમ ક્યારેય નથી લેતાં?' ભાવનાએ કહ્યું કે- વિરાટના આંસુ જોઈને બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા. સ્વર્ગસ્થ પિતાને તેમના પુત્ર પર ગર્વ થશે. ફેન્સે ભાઈ-બહેનનું ક્યૂટ બોન્ડિંગ ગમ્યું, તો એક યુઝરે ભાવનાને ટ્રોલ કરીને પૂછ્યું કે- વિરાટ-અનુષ્કા તેની પોસ્ટમાં કેમ ક્યારેય તમારું નામ નથી લેતાં. એટલું જ નહીં અનુષ્કા શર્મા પણ તમારો ઉલ્લેખ નથી કરતી. 'દરેક પ્રેમ દુનિયાને બતાવવાની જરૂર નથી' ભાવનાને આ પારિવારિક સંબંધોનું મેણું જરાય પસંદ ન પડ્યું. તેણે જડબાતોડ જવાબ આપતાં કહ્યું- 'ભગવાન તમને એ સમજવાની શક્તિ આપે કે પ્રેમ ઘણી રીતે અસ્તિત્વમાં હોઈ શકે છે, તેને દુનિયાને બતાવવાની જરૂર નથી. તે બતાવ્યા વિના પણ દિલમાં રહે છે. જેમ ભગવાન માટે આપણો પ્રેમ કાયમ રહે છે. આશા છે કે તમારા જીવનમાં પૂરતો પ્રેમ હશે. જીવનમાં ફક્ત સાચા સંબંધ હોવા જોઈએ, જેને કોઈની માન્યતાની જરૂર ન હોય.' આ કોમેન્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. અનુષ્કાને ભેટીને રળી પડ્યો વિરાટ ફાઈનલ જીત્યા બાદ સ્ટેડિયમ વચ્ચે જ વિરાટ કોહલી રડવા લાગ્યો હતો. પછી, અનુષ્કા શર્મા વિરાટ તરફ દોડે છે અને સીધો વિરાટને ગળે લગાવી લે છે. બંને ખૂબ જ ભાવુક થઈ ગયા. બંનેની આ ખાસ ક્ષણ ઇન્ટરનેટ ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહી છે. વિરાટ કોહલીનો પરિવાર વિરાટના પિતાનું નામ પ્રેમ કોહલી અને માતાનું નામ સરોજ છે. 2006માં વિરાટના પિતાનું નિધન થયુ હતું. તે વકીલ હતા. ત્રણ ભાઇ-બહેનોમાં વિરાટ સૌથી નાનો છે, તેના મોટા ભાઇનું નામ વિકાસ છે અને ભાભીનું નામ ચેતના છે. વિકાસ બિઝનેસમેન છે અને હાઇ પ્રોફાઇલ લાઇફ જીવવાનું પસંદ કરે છે. આ કપલને એક દીકરો આર્યવીર પણ છે. વિરાટની મોટી બહેનનું નામ ભાવના છે. તેના લગ્ન બિઝનેસમેન સંજય ઢીગરા સાથે થયા છે. આ લગ્ન વર્ષ 2002માં થયા હતા. આ કપલને બે બાળક છે.

Jun 6, 2025 - 19:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow