અનુપમ ખેરે કહ્યું,- મા મને બધું યાદ છે...:દિગ્ગજ એક્ટરે માતા દુલારીના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો; ભાવુક બની શુભેચ્છા આપી

એક્ટર અનુપમ ખેર માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે તેમની માતા દુલારીનો જન્મદિવસ છે. આ અવસરે અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમની સાથે જોડાયેલી એક વાત શેર કરી અને જણાવ્યું કે જ્યારે તેમણે માતાને જન્મદિવસની શુભેચ્છા આપી, તો માતાનો પ્રતિભાવ રમૂજી હતો અને તેમણે કહ્યું હતું, ‘તને કેવી રીતે યાદ છે?’ અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું, ‘આજે મારી માતાનો હેપી બર્થડે છે! જ્યારે મેં તેમને સવારે શુભેચ્છા આપવા ફોન કર્યો, તો તેઓએ મને પૂછ્યું કે, ‘તને કેવી રીતે યાદ છે?’ મને માતાનું આ પૂછવું ખૂબ જ વિચિત્ર લાગ્યું! પરંતુ પછી દુઃખ પણ થયું કે માતા-પિતા બાળકો પાસેથી આશા રાખતા નથી કે મોટા થયા પછી બાળકોને તેમનો જન્મદિવસ યાદ રહેશે!’ અનુપમ ખેરે આગળ જણાવ્યું, ‘મારી પ્યારી માતા! આ વીડિયોમાં મેં નાનકડી કોશિશ કરી છે કે મને તમારા વિશે શું-શું યાદ છે, એ બધું કહું. તમે મને જન્મ આપ્યો! મને બધું યાદ છે અને અંતિમ શ્વાસ સુધી યાદ રહેશે!’ વીડિયોમાં એક્ટર કહેતા જણાય છે, ‘મને બધું યાદ છે. મને યાદ છે કે તમે મને દહીં અને ભાત ખવડાવ્યા હતા. મને યાદ છે કે જ્યારે હું ત્રીજા ધોરણમાં હતો, ત્યારે તમે મને સ્કૂલે મૂકવા ગયા હતા. મને યાદ છે જ્યારે આપણે કાશ્મીર જતા હતા. મને બધું યાદ છે, મા. મને યાદ છે કે જ્યારે હું ચંડીગઢ જતો હતો, તો તમે પૈસા એકઠા કરતા હતા અને તમે મને 47-48 રૂપિયા આપ્યા હતા. મને બધું યાદ છે. મને તમે મારા માટે, રાજૂ માટે અને મારા ભાઈ માટે કરેલા બધા બલિદાન યાદ છે. મને તમારી અસંખ્ય દુઆઓ અને આશીર્વાદ યાદ છે.’ માતા સાથે જોડાયેલી વાતો શેર કરી અનુપમ ખેર વીડિયોમાં આગળ કહેતા જણાય છે, ‘તમારા જન્મદિવસ પર મને તમારી પ્રાર્થનાઓ, તમારું રસોઈ બનાવવું યાદ છે. મને બધું યાદ છે, મા. તમે સવારે મને શું કહ્યું હતું? તને મારો જન્મદિવસ કેવી રીતે યાદ છે? મને બધું યાદ છે. મને યાદ છે જ્યારે તમે તમારા આંસુ રોકતા હતા. મને યાદ છે જ્યારે તમે અંદરથી ખૂબ ખુશ હતા, પરંતુ બહારથી એ બતાવવા માંગતા નહોતા. મને યાદ છે જ્યારે હું ચંડીગઢ, દિલ્હીથી શિમલા આવતો હતો, તો તમે મારું પસંદગીનું દમ આલુ અને પનીર બનાવતા હતા. મને એ પણ યાદ છે કે જ્યારે તમે મને બસ સ્ટેન્ડ પર મૂકવા જતા હતા, તો તમે વારંવાર કહેતા હતા, ‘બધું ઠીક થઈ જશે, ચિંતા ન કર.’ અનુપમ ખેરે માતાને સફળતાનો શ્રેય આપ્યો અનુપમ ખેરે આગળ કહ્યું, ‘મને યાદ છે જ્યારે તમે મારા શૂટિંગ સેટ પર આવતા હતા, તો પપ્પા ખુશીથી આમ-તેમ જોતા હતા અને કહેતા હતા, ‘આ મારો દીકરો છે’ અને તમે કહેતા હતા, ‘આ બકવાસ છે.’ મને બધું યાદ છે, મા. જન્મદિવસની શુભેચ્છાઓ, પ્યારી મા. હું તમને આજે સાંજે પાર્ટીમાં લઈ જઈશ. આજે હું જે કંઈ પણ છું, એ તમારા કારણે છું. મને બધું યાદ છે.’

Jun 6, 2025 - 19:52
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow