Editor’s View : ટ્રમ્પ અને મસ્ક વચ્ચે તડ ને ફડ:મસ્કની જાળમાં બરાબરના ફસાયા ટ્રમ્પ, બંનેના ઝઘડામાં ભારતે સોગઠી મારી લીધી; ડોલરના રંગને ઝાંખપ લાગી
ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચે તડાં પડ્યા હતા, હવે ખાઈ થઈ ગઈ છે. પણ આ બંનેના ઝઘડો વકર્યો ને ભારતે તક ઝડપી લીધી છે. ભારતમાં મસ્કની ઈન્ટરનેટ કંપની સ્ટારલિન્કને લાયસન્સ મળી ગયું છે. એક રીતે જુઓ તો ભારતે ટ્રમ્પના નાકે મુક્કો માર્યો છે. 78 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ અને 53 વર્ષના ઈલોન મસ્ક રીતસરના દુશ્મન બની ગયા છે. આનાથી અમેરિકામાં મંદીના પગરણ થયાં છે. દુનિયાને પણ ભોગવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ઈલોન મસ્કે તો ટ્રમ્પ સામે મહાભિયોગ લાવીને જે.ડી.વેન્સને રાષ્ટ્રપતિ બનાવી દેવા સુધીનું સમર્થન આપી દીધું છે. એનાથી પણ આગળ, મસ્કે ઓપિનિયન પોલ કરીને લોકોને પૂછી નાખ્યું કે, શું અમેરિકામાં ત્રીજી પોલિટિકલ પાર્ટીની જરૂર છે? નમસ્કાર, અમેરિકામાં એક સત્તાના બળિયા છે. બીજા બિઝનેસના બળિયા છે. અત્યારે બેઉ બળિયા બાથે વળગ્યા છે. અચાનક ટ્રમ્પને શું સૂઝ્યું ને 5 જૂનની રાત્રે ઉપરા ઉપરી ત્રણ ટ્વિટ કરીને મસ્કને છંછેડ્યા. મસ્કે પણ બધું પડતું મૂકીને ટ્રમ્પને આડેહાથ લીધા. એક રાષ્ટ્રપતિ છે જે દેશ ભૂલી ગયા, એક બિઝનેસમેન છે જે પોતાનો બિઝનેસ ભૂલી ગયા. બંને આખી રાત ટ્વિટ ટ્વિટ રમ્યા. 13 કલાકમાં બંનેએ 40 જેટલા ટ્વિટ કરી નાખ્યા. આનાથી ઘણી અસર થઈ. પહેલાં તો એ જાણો કે ટ્રમ્પ અને મસ્ક વચ્ચે કેમિસ્ટ્રી કેવી રીતે થઈ? ઈલોન મસ્ક આમ તો જો બાઈડેનની ડેમોક્રેટીક પાર્ટીના સમર્થક રહ્યા છે. એવામાં ગયા વર્ષે જુલાઈમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થયો. બિઝનેસ લઈને બેઠેલા મસ્ક કળી ગયા કે આ એક ગોળીના કારણે અમેરિકનોની સહાનુભૂતિ ટ્રમ્પને જીતાડી દેશે. તરત જ મસ્કે જાહેરાત કરી દીધી કે તે ટ્રમ્પને જીતાડવા માટે 270 મિલિયન ડોલર એટલે ભારતના 2300 કરોડ રૂપિયાનું ફંડ આપશે. ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા. મસ્ક તેની સાથે જ રહેતા. તેમને વ્હાઈટ હાઉસમાં એન્ટ્રી માટે વીવીઆઈપી કાર્ડ આપી દેવામાં આવ્યું. મસ્કે ટ્રમ્પને સૂચન કર્યું કે, આપણે એવું કાંઈક કરવું જોઈએ કે જેનાથી સરકારી પૈસા બચે. સરકારી ખર્ચ બચાવવા માટે અમેરિકામાં ડોજ (ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી) એક્ટિવ છે. ટ્રમ્પે આ વિભાગના હેડ તરીકે મસ્કને બેસાડી દીધા. બંનેને કેમિસ્ટ્રી જામી ગઈ. પણ દુનિયામાં ચિંતાનું મોજું ફરી વળ્યું. દુનિયાને થયું કે આ બંને એક જેવા ભેગા થયા છે. કાંઈ ઊંધું-ચત્તું ન કરે તો સારું. ટ્રમ્પ અને મસ્ક આ મુદ્દે એક હતા અહીંથી ટ્રમ્પ અને મસ્ક વચ્ચે તિરાડ પડી ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ને એક મહિનો માંડ થયો હતો. એ વખતથી જ ટ્રમ્પ અને મસ્ક વચ્ચે તિરાડ પડી રહી હોવાના સંકેત મળી ચૂક્યા હતા. એક કેબિનેટ મિટિંગમાં મસ્કે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો પર જાહેરમાં ઘણા આક્ષેપો કર્યા. ટ્રાન્સપોર્ટ મંત્રી સાથે પણ દલીલો કરી. એ વખતે ડોનાલ્ડ ટ્રમ્પે મસ્કને બેસી જવા ઈશારો કર્યો. ટ્રમ્પે જાહેરમાં કહ્યું કે, તમારું કામ માત્ર સલાહ આપવાનું છે. નિર્ણય લેવાનું કામ મંત્રીઓનું છે. એ સમયગાળા દરમિયાન અમેરિકામાં મંદીના ભણકારા વાગી રહ્યા હતા અને તેની અસર ઈલોન મસ્કની નેટવર્થ પર પણ જોવા મળી. એ વખતે ટ્રમ્પ અને મસ્ક વચ્ચે પડેલી તિરાડ પહોળી થતી ગઈ ને આખરે જે થવાનું હતું તે થઈને રહ્યું. મસ્કે ટ્રમ્પ સરકાર સાથે છેડો ફાડી નાખ્યો. ટ્રમ્પ અને મસ્ક વચ્ચે મત ભેદ મસ્કે ટ્રમ્પ સરકાર સાથે છેડો શું કામ ફાડ્યો? ઈલોન મસ્કે ટ્વિટ કરીને જાહેરાત કરી કે, પોતાનો ટ્રમ્પ સરકાર સાથેનો કાર્યકાળ પૂરો થાય છે. હવે તે ટેસ્લા પર ધ્યાન આપવા માગે છે. તેમણે ડોજના હેડ તરીકે રાજીનામું આપી દીધું. ટ્રમ્પ અને ઈલોન વચ્ચેના તાજેતરના સંઘર્ષનું કારણ એક ભારે ભરખમ સરકારી બિલ મનાય છે. ટ્રમ્પે તેને "One Big Beautiful Bill" કહ્યું છે. આ બિલમાં ટેક્સ ઘટાડાની જોગવાઈ છે. મસ્કે તેને "બહુ મોટા ખર્ચવાળું બિલ" ગણાવ્યું. મસ્કના મતે આ બિલ ફેડરલ ડેફિસિટ (સંઘીય ખાધ)માં વધારો કરે છે અને DOGE (ડોજ)ના કામને નબળું પાડે છે. એના કરતાં ય આગળ, આ બિલમાં ઈલેક્ટ્રીક વ્હીકલ પરની સબસીડી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, તે મનાય છે. મસ્ક અને ટ્રમ્પના સંબંધોની ટાઈમ લાઈન 6 માર્ચ, 2024 : મસ્કનો ટ્રમ્પને ચૂંટણીમાં સપોર્ટ 13 જુલાઈ, 2024 : મસ્કે 2300 કરોડનું ફંડ આપ્યું 12 ઓગસ્ટ, 2024 : ટ્રમ્પે મસ્કને જવાબદારી સોંપવાની વાત કરી 12 નવેમ્બર 2024 : ટ્રમ્પે ડોજની રચના 1 મે 2025 : મસ્કે કહ્યું, હવે ટેસ્લા પર ધ્યાન આપશે 27 મે 2025 : ટ્રમ્પના બિલની મસ્કે ટીકા કરી 29 મે 2025 : મસ્કે ડોજમાંથી રાજીનામું આપ્યું 3 જૂન 2025 : મસ્કે ફરી ટેક્સ બિલની ટીકા કરી 5 જૂન 2025 : મસ્ક અને ટ્રમ્પ વચ્ચે ઝઘડો શરૂ થયો ટ્રમ્પે સબસીડીમાં શું ચાલાકી વાપરી તે સમજવા જેવું છે ટ્રમ્પે બિલમાં એવી જોગવાઈ નાખી દીધી કે, 2009થી 2025 દરમિયાન 2 લાખ ઈલેક્ટ્રીક વ્હીકલ વેચાયા છે તેના પરથી આ 7500 ડોલરની સબસીડી દૂર થશે. ઈવીમાં નવો પ્લેયર આવે તેને સબસીડી મળશે પણ જૂના ઈવીની સબસીડી બંધ થશે. આ 2 લાખ ઈવી યુનિટ તો એકલી ટેસ્લા કંપનીએ વેચ્યા છે. એટલે તેને જ મોટો ફટકો પડે તેમ છે. મસ્ક ટ્રમ્પની આ ચાલ સમજી ગયા એટલે જ તેમણે બીલનો વિરોધ કર્યો. ટ્રમ્પે રાત્રે 9:35 વાગ્યે વિવાદ શરૂ કર્યો ટ્રમ્પે ગુરુવારે રાત્રે લગભગ 9:35 વાગ્યે મીડિયા સાથે વાત કરી. પત્રકારોએ પૂછ્યું કે મસ્કે તમારા બિગ બ્યુટીફુલ બિલ (ટેક્સ અને ખર્ચ બિલ) ની ટીકા કરી છે. તમે આ વિશે શું કહેશો? આના જવાબમાં ટ્રમ્પે કહ્યું- મને હંમેશા ઈલોન ગમ્યો છે. તમે જોયું હશે કે તેણે મારા માટે શું કહ્યું, તેણે મારા વિશે કંઈ ખરાબ કહ્યું નથી. હું ઈચ્છું છું કે તે બિલની નહીં પણ મારી ટીકા કરે, કારણ કે બિલ શાનદાર છે. આ આપણા દેશના ઇતિહાસમાં સૌથી મોટો ટેક્સ કાપ છે. ટ્રમ્પે આગળ કહ્યું- ઈલોનને આ બિલ વિશે બધી ખબર હતી, કદાચ અહીં બેઠેલા કોઈપણ વ્યક્તિ કરતાં વધુ. તેમને બિલથી કોઈ પ્રોબ્લેમ નહોતો. મસ્કને ખબર પડી કે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ની સબસીડીમાં કાપ મૂકવો પડશે, કારણ કે તેની કિંમત અબજો ડોલર છે તો એને પેટમાં દુખ્યું. મને ઈલોનની આ હરકતથી દુ:ખ થયું છે. મેં તેની ઘણી મદદ કરી છે. ટ્રમ્પ અને મસ્ક, આમને- સામને ટ્રમ્પ : મસ્કને બિલ બતાવ્યું હતું મસ્ક : મને બિલની ખબર

What's Your Reaction?






