Editor's View: ટેરિફ, ટેરરિઝમ અને ટ્રમ્પ:રહીરહીને આતંકવાદ યાદ આવ્યો; 12 ઈસ્લામિક દેશને USમાં 'નો એન્ટ્રી'નું ગજબનું લોજિક, પાકિસ્તાને ટ્રમ્પને હાથ જોડ્યા

ભારતે પાકિસ્તાનનાં આતંકી ઠેકાણાં પર હુમલો કર્યો એ ટ્રમ્પને ગમ્યું નહોતું. પછી તો શાંતિનું નોબેલ પ્રાઇઝ મેળવવાની લાયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યાનીય જાહેરાત કરી દીધી. હવે ટ્રમ્પને આતંકવાદ યાદ આવ્યો છે. તેમને થયું કે અમેરિકામાં ઈસ્લામિક દેશોના લોકો રહે છે એ જોખમભર્યું છે, એટલે તેમણે 12 ઈસ્લામિક દેશના લોકોને અમેરિકામાં 'નો એન્ટ્રી'નું ફરમાન કરી દીધું. 7 દેશના લોકો માટે આંશિક છૂટ આપી છે. મજાની વાત એ છે કે અમેરિકા પર હુમલો કરનાર ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાંથી મળ્યો હતો તે પાકિસ્તાન પર ટ્રમ્પે પ્રતિબંધ નથી લાદ્યો, પણ પાકિસ્તાને ટ્રમ્પને હાથ જોડીને વિનંતી કરી છે કે પ્લીઝ, અમારે ભારત સાથે ચર્ચા કરવી છે, મધ્યસ્થી કરાવો… નમસ્કાર, ડોનાલ્ડ ટ્રમ્પના 12 દેશના લોકો પર પ્રતિબંધના નિર્ણયથી અમેરિકનો ખફા છે. દુનિયામાં પણ ટ્રમ્પના નિર્ણયને વખોડવામાં આવી રહ્યો છે. અમેરિકામાં વિપક્ષે તો એવું કહ્યું કે ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકાની શાખ નબળી પડી છે. ટ્રમ્પે આવું પહેલીવાર નથી કર્યું. તેઓ પહેલીવાર રાષ્ટ્રપતિ બન્યા ત્યારે 2017માં પણ ઈસ્લામિક દેશોના લોકો પર અમેરિકામાં નો એન્ટ્રીનું ફરમાન કરી દીધું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું? અમેરિકાને એવા વિદેશી નાગરિકોથી સુરક્ષિત રાખવા જરૂરી છે, જે આતંકવાદી હુમલા કરવા, નેશનલ સિક્યોરિટી સિસ્ટમને નુકસાન પહોંચાડવું, નફરત ફેલાવવી અથવા ઈમિગ્રેશન કાયદાઓનો ખોટી રીતે લાભ ઉઠાવવાનો પ્રયાસ કરે છે. ઇમિગ્રેશન વિઝા પર આવતા લોકો કાયમી રહેવાસી બની જાય છે, એટલે દરેકની તપાસ કરવી મુશ્કેલ છે. સુરક્ષા ખતરો હોય તો પણ આ લોકોને બહાર કાઢી મૂકવા મુશ્કેલ છે. બીજી તરફ, નોન-ઇમિગ્રેશન વિઝા પર આવતા લોકોની તપાસ ઓછી થાય છે. જ્યાં ઓળખ અને જાણકારી શેર કરવા જેવી સિસ્ટમ બરાબર નથી, એવા દેશોમાંથી આવતા લોકો પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. ટ્રમ્પને રહીરહીને આતંકવાદનો ખતરો સમજાયો ટ્રમ્પે આતંકવાદ રોકવા માટે આ પ્રતિબંધોને જરૂરી ગણાવ્યા છે. તેમણે એવું કહ્યું કે આ પ્રતિબંધો એ માટે પણ જરૂરી છે કે વિદેશી સરકારો પાસેથી સહયોગ મેળવી શકાય, ઇમિગ્રેશન કાયદા લાગુ કરી શકાય અને નેશનલ સિક્યોરિટી, વિદેશનીતિ અને આતંકવાદવિરોધી એક્ટિવિટીને આગળ ધપાવી શકાય. ટ્રમ્પે કહ્યું હતું કે અફઘાનિસ્તાનને તાલિબાન ચલાવે છે. જે એક આતંકવાદી ગ્રુપ છે અને પાસપોર્ટ કે નાગરિક દસ્તાવેજો જારી કરવા માટે કોઈ સક્ષમ સરકાર નથી. ઉપરાંત ત્યાં કોઈ યોગ્ય ચેકિંગ સિસ્ટમ પણ નથી. મ્યાનમાર પર પ્રતિબંધનું કારણ એ છે કે ત્યાંના લોકો તેમના વિઝા પૂરા થયા પછી પણ અમેરિકામાં પડ્યા રહે છે. B1/B2 વિઝા પર મ્યાનમારથી આવતા 27.07% લોકો અને F, M, J વિઝા પર આવતા 42.17% લોકો નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી રોકાઈ જાય છે. આ ઉપરાંત મ્યાનમારે અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવેલા નાગરિકોને પાછા લેવામાં સહકાર આપ્યો નથી. આ 12 દેશ પર પૂર્ણ પ્રતિબંધ આ 7 દેશ પર આંશિક પ્રતિબંધ પૂર્ણ પ્રતિબંધ અને આંશિક પ્રતિબંધમાં ફેર શું છે? યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર, પૂર્ણ પ્રતિબંધનો અર્થ એ છે કે તે દેશના મોટા ભાગના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે છે. આમાં ટૂરિસ્ટ વિઝા, સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા અને ઇમિગ્રન્ટ વિઝા મેળવવા માગતા લોકો પણ આવી જાય છે. આંશિક પ્રતિબંધનો અર્થ એ છે કે તે દેશના નાગરિકોને ચોક્કસ પ્રકારના વિઝા મેળવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, બાકીના પર નહીં. એટલે કે ઇમિગ્રન્ટ વિઝા મળશે નહીં, પણ ટૂરિસ્ટ વિઝા મળી શકશે. વિદ્યાર્થીઓને છૂટ મળશે, પણ વર્ક વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. 2017માં 7 ઈસ્લામિક દેશો પર પ્રતિબંધ મૂક્યો હતો ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન 2017માં 7 ઈસ્લામિક દેશ પર અમેરિકામાં પ્રતિબંધ મૂકી દીધો હતો. જાન્યુઆરી 2017માં જાહેર કરાયેલા આદેશ મુજબ, શરૂઆતના પ્રતિબંધમાં જે 7 દેશને અમેરિકામાં પ્રવેશવા પર પૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એમાં ઈરાન, ઈરાક, લિબિયા, સોમાલિયા, સુદાન, સિરિયા અને યમનનો સમાવેશ થતો હતો. ટૂંકમાં, આ બધા દેશો મિડલ ઈસ્ટના હતા. એમાં પાછળથી ફેરફારો કરવામાં આવ્યા હતા. પહેલા ઈરાકને આ યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું. બાદમાં સુદાનને દૂર કરવામાં આવ્યું હતું અને એની જગ્યાએ ચાડ ઉમેરવામાં આવ્યું હતું. પછી ઉત્તર કોરિયા અને વેનેઝુએલા જેવા બિન-મુસ્લિમ દેશોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી દુનિયા આને ધાર્મિક ભેદભાવ ન ગણે. અમેરિકામાં જવા માટે કોને છૂટ મળશે? અમેરિકાના વિપક્ષે વાંધો ઉઠાવ્યો ડેમોક્રેટિક પાર્ટી ઓફ અમેરિકાએ ટ્રમ્પના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. વોશિંગ્ટનના ડેમોક્રેટિક કોંગ્રેસનાં મૂળ ભારતીય સભ્ય પ્રમિલા જયપાલે સોશિયલ મીડિયા પર લખ્યું, ટ્રમ્પે પહેલા કાર્યકાળ દરમિયાન મુસ્લિમ દેશો પર પ્રતિબંધો લાદ્યા હતા, એનું આ વિસ્તરણ છે. આ નિર્ણયથી અમેરિકા આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ અલગ પડી જશે. સમગ્ર સમુદાય પર પ્રતિબંધ મૂકવાનો અર્થ એ થશે કે તમે તેમના દેશની સરકારની રચના અથવા કાર્યપદ્ધતિ સાથે અસંમત છો... ડેમોક્રેટિક કોંગ્રેસના સભ્ય ડોન બેયરે કહ્યું હતું કે ટ્રમ્પે અમેરિકાના સ્થાપકોના આદર્શો સાથે "વિશ્વાસઘાત" કર્યો છે. ટ્રમ્પે 12 દેશ પર લગાવેલો પ્રતિબંધ પૂર્વગ્રહ અને નફરતથી ભરેલો છે. આનાથી અમેરિકાની ગ્લોબલ લીડરશિપ નબળી પડશે. બિલાવલ ભુટ્ટો અને શાહબાઝ શરીફે ટ્રમ્પને હાથ જોડ્યા જે રીતે ભારતે સાંસદોના ડેલિગેશનને ઓપરેશન સિંદૂરની વાત કરવા અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદથી વાકેફ કરવા અલગ અલગ દેશોમાં મોકલ્યા છે એવી રીતે પાકિસ્તાને પણ પોતાના ડેલિગેશનને અલગ અલગ દેશોમાં મોકલ્યા છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી અમેરિકા ગયા છે. બિલાવલ ભુટ્ટો ઝરદારીએ વોશિંગ્ટનમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને બંને દેશો વચ્ચે લશ્કરી સંઘર્ષ અટકાવવાનું શ્રેય મળવું જોઈએ. ટ્રમ્પે 10 ​​જુદા જુદા પ્રસંગોએ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ક્રેડિટ લીધી છે અને તેઓ પણ એના હકદાર છે. તેમણે આ કરી બતાવ્યું, પરંતુ પાકિસ્તાન હવે અમેરિકાના રાષ્ટ્રપતિને વિનંતી કરે છે કે ભારત સાથે સ

Jun 6, 2025 - 20:16
 0
Editor's View: ટેરિફ, ટેરરિઝમ અને ટ્રમ્પ:રહીરહીને આતંકવાદ યાદ આવ્યો; 12 ઈસ્લામિક દેશને USમાં 'નો એન્ટ્રી'નું ગજબનું લોજિક, પાકિસ્તાને ટ્રમ્પને હાથ જોડ્યા
ભારતે પાકિસ્તાનનાં આતંકી ઠેકાણાં પર હુમલો કર્યો એ ટ્રમ્પને ગમ્યું નહોતું. પછી તો શાંતિનું નોબેલ પ્રાઇઝ મેળવવાની લાયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યાનીય જાહેરાત કરી દીધી. હવે ટ્રમ્પને આતંકવાદ યાદ આવ્યો છે. તેમને થયું કે અમેરિકામાં ઈસ્લામિક દેશોના લોકો રહે છે એ જોખમભર્યું છે, એટલે તેમણે 12 ઈસ્લામિક દેશના લોકોને અમેરિકામાં 'નો એન્ટ્રી'નું ફરમાન કરી દીધું. 7 દેશના લોકો માટે આંશિક છૂટ આપી છે. મજાની વાત એ છે કે અમેરિકા પર હુમલો કરનાર ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાંથી મળ્યો હતો તે પાકિસ્તાન પર ટ્રમ્પે પ્રતિબંધ નથી લાદ્યો, પણ પાકિસ્તાને ટ્રમ્પને હાથ જોડીને વિનંતી કરી છે કે પ્લીઝ, અમારે ભારત સાથે ચર્ચા કરવી છે, મધ્યસ્થી કરાવો… નમસ્કાર, ડોનાલ્ડ ટ્રમ્પના 12 દેશના લોકો પર પ્રતિબંધના નિર્ણયથી અમેરિકનો ખફા છે. દુનિયામાં પણ ટ્રમ્પના નિર્ણયને વખોડવામાં આવી રહ્યો છે. અમેરિકામાં વિપક્ષે તો એવું કહ્યું કે ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકાની શાખ નબળી પડી છે. ટ્રમ્પે આવું પહેલીવાર નથી કર્યું. તેઓ પહેલીવાર રાષ્ટ્રપતિ બન્યા ત્યારે 2017માં પણ ઈસ્લામિક દેશોના લોકો પર અમેરિકામાં નો એન્ટ્રીનું ફરમાન કરી દીધું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું? અમેરિકાને એવા વિદેશી નાગરિકોથી સુરક્ષિત રાખવા જરૂરી છે, જે આતંકવાદી હુમલા કરવા, નેશનલ સિક્યોરિટી સિસ્ટમને નુકસાન પહોંચાડવું, નફરત ફેલાવવી અથવા ઈમિગ્રેશન કાયદાઓનો ખોટી રીતે લાભ ઉઠાવવાનો પ્રયાસ કરે છે. ઇમિગ્રેશન વિઝા પર આવતા લોકો કાયમી રહેવાસી બની જાય છે, એટલે દરેકની તપાસ કરવી મુશ્કેલ છે. સુરક્ષા ખતરો હોય તો પણ આ લોકોને બહાર કાઢી મૂકવા મુશ્કેલ છે. બીજી તરફ, નોન-ઇમિગ્રેશન વિઝા પર આવતા લોકોની તપાસ ઓછી થાય છે. જ્યાં ઓળખ અને જાણકારી શેર કરવા જેવી સિસ્ટમ બરાબર નથી, એવા દેશોમાંથી આવતા લોકો પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. ટ્રમ્પને રહીરહીને આતંકવાદનો ખતરો સમજાયો ટ્રમ્પે આતંકવાદ રોકવા માટે આ પ્રતિબંધોને જરૂરી ગણાવ્યા છે. તેમણે એવું કહ્યું કે આ પ્રતિબંધો એ માટે પણ જરૂરી છે કે વિદેશી સરકારો પાસેથી સહયોગ મેળવી શકાય, ઇમિગ્રેશન કાયદા લાગુ કરી શકાય અને નેશનલ સિક્યોરિટી, વિદેશનીતિ અને આતંકવાદવિરોધી એક્ટિવિટીને આગળ ધપાવી શકાય. ટ્રમ્પે કહ્યું હતું કે અફઘાનિસ્તાનને તાલિબાન ચલાવે છે. જે એક આતંકવાદી ગ્રુપ છે અને પાસપોર્ટ કે નાગરિક દસ્તાવેજો જારી કરવા માટે કોઈ સક્ષમ સરકાર નથી. ઉપરાંત ત્યાં કોઈ યોગ્ય ચેકિંગ સિસ્ટમ પણ નથી. મ્યાનમાર પર પ્રતિબંધનું કારણ એ છે કે ત્યાંના લોકો તેમના વિઝા પૂરા થયા પછી પણ અમેરિકામાં પડ્યા રહે છે. B1/B2 વિઝા પર મ્યાનમારથી આવતા 27.07% લોકો અને F, M, J વિઝા પર આવતા 42.17% લોકો નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી રોકાઈ જાય છે. આ ઉપરાંત મ્યાનમારે અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવેલા નાગરિકોને પાછા લેવામાં સહકાર આપ્યો નથી. આ 12 દેશ પર પૂર્ણ પ્રતિબંધ આ 7 દેશ પર આંશિક પ્રતિબંધ પૂર્ણ પ્રતિબંધ અને આંશિક પ્રતિબંધમાં ફેર શું છે? યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર, પૂર્ણ પ્રતિબંધનો અર્થ એ છે કે તે દેશના મોટા ભાગના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે છે. આમાં ટૂરિસ્ટ વિઝા, સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા અને ઇમિગ્રન્ટ વિઝા મેળવવા માગતા લોકો પણ આવી જાય છે. આંશિક પ્રતિબંધનો અર્થ એ છે કે તે દેશના નાગરિકોને ચોક્કસ પ્રકારના વિઝા મેળવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, બાકીના પર નહીં. એટલે કે ઇમિગ્રન્ટ વિઝા મળશે નહીં, પણ ટૂરિસ્ટ વિઝા મળી શકશે. વિદ્યાર્થીઓને છૂટ મળશે, પણ વર્ક વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. 2017માં 7 ઈસ્લામિક દેશો પર પ્રતિબંધ મૂક્યો હતો ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન 2017માં 7 ઈસ્લામિક દેશ પર અમેરિકામાં પ્રતિબંધ મૂકી દીધો હતો. જાન્યુઆરી 2017માં જાહેર કરાયેલા આદેશ મુજબ, શરૂઆતના પ્રતિબંધમાં જે 7 દેશને અમેરિકામાં પ્રવેશવા પર પૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એમાં ઈરાન, ઈરાક, લિબિયા, સોમાલિયા, સુદાન, સિરિયા અને યમનનો સમાવેશ થતો હતો. ટૂંકમાં, આ બધા દેશો મિડલ ઈસ્ટના હતા. એમાં પાછળથી ફેરફારો કરવામાં આવ્યા હતા. પહેલા ઈરાકને આ યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું. બાદમાં સુદાનને દૂર કરવામાં આવ્યું હતું અને એની જગ્યાએ ચાડ ઉમેરવામાં આવ્યું હતું. પછી ઉત્તર કોરિયા અને વેનેઝુએલા જેવા બિન-મુસ્લિમ દેશોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી દુનિયા આને ધાર્મિક ભેદભાવ ન ગણે. અમેરિકામાં જવા માટે કોને છૂટ મળશે? અમેરિકાના વિપક્ષે વાંધો ઉઠાવ્યો ડેમોક્રેટિક પાર્ટી ઓફ અમેરિકાએ ટ્રમ્પના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. વોશિંગ્ટનના ડેમોક્રેટિક કોંગ્રેસનાં મૂળ ભારતીય સભ્ય પ્રમિલા જયપાલે સોશિયલ મીડિયા પર લખ્યું, ટ્રમ્પે પહેલા કાર્યકાળ દરમિયાન મુસ્લિમ દેશો પર પ્રતિબંધો લાદ્યા હતા, એનું આ વિસ્તરણ છે. આ નિર્ણયથી અમેરિકા આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ અલગ પડી જશે. સમગ્ર સમુદાય પર પ્રતિબંધ મૂકવાનો અર્થ એ થશે કે તમે તેમના દેશની સરકારની રચના અથવા કાર્યપદ્ધતિ સાથે અસંમત છો... ડેમોક્રેટિક કોંગ્રેસના સભ્ય ડોન બેયરે કહ્યું હતું કે ટ્રમ્પે અમેરિકાના સ્થાપકોના આદર્શો સાથે "વિશ્વાસઘાત" કર્યો છે. ટ્રમ્પે 12 દેશ પર લગાવેલો પ્રતિબંધ પૂર્વગ્રહ અને નફરતથી ભરેલો છે. આનાથી અમેરિકાની ગ્લોબલ લીડરશિપ નબળી પડશે. બિલાવલ ભુટ્ટો અને શાહબાઝ શરીફે ટ્રમ્પને હાથ જોડ્યા જે રીતે ભારતે સાંસદોના ડેલિગેશનને ઓપરેશન સિંદૂરની વાત કરવા અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદથી વાકેફ કરવા અલગ અલગ દેશોમાં મોકલ્યા છે એવી રીતે પાકિસ્તાને પણ પોતાના ડેલિગેશનને અલગ અલગ દેશોમાં મોકલ્યા છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી અમેરિકા ગયા છે. બિલાવલ ભુટ્ટો ઝરદારીએ વોશિંગ્ટનમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને બંને દેશો વચ્ચે લશ્કરી સંઘર્ષ અટકાવવાનું શ્રેય મળવું જોઈએ. ટ્રમ્પે 10 ​​જુદા જુદા પ્રસંગોએ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ક્રેડિટ લીધી છે અને તેઓ પણ એના હકદાર છે. તેમણે આ કરી બતાવ્યું, પરંતુ પાકિસ્તાન હવે અમેરિકાના રાષ્ટ્રપતિને વિનંતી કરે છે કે ભારત સાથે સંવાદ કરવા મધ્યસ્થી કરે. બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ પાકિસ્તાનમાં આવેલા અમેરિકાના દૂતાવાસ પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને શાહબાઝ શરીફે ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને વાત કરી છે કે અમારે ભારત સાથે વાતચીત શરૂ કરવી છે, તમે મદદ કરો પ્લીઝ... ટ્રમ્પે શું જવાબ આપ્યો છે એ સામે નથી આવ્યું, પણ મોદી કહી ચૂક્યા છે કે ટેરર અને ટ્રેડ એકસાથે ન થઈ શકે, ટેરર અને ટોક એકસાથે ન થઈ શકે. એક તરફ ઈરાન સાથે ડીલ, બીજી તરફ ઈરાન પર પ્રતિબંધ? કહેવાય છે ને કે મોટી ઉંમરનાં અને બાળક બંને એકસરખાં હોય. સાચવવાં અઘરાં પડે. 78 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પનું એવું જ છે. નાની નાની વાતે રિસાઈ જાય છે. ખોમેનીએ અમેરિકાની ઝાટકણી કાઢી તો ટ્રમ્પ રિસાઈ ગયા ને ઈરાનના લોકો પર પ્રતિબંધ મૂકી દીધો. અમેરિકા ઈરાન સાથે ન્યૂક્લિયર ડીલ કરવા તત્પર છે, એટલે અમેરિકા અને ઈરાન નજીક આવી રહ્યા હતા. અમેરિકાની ઈચ્છા એવી હતી કે ઈરાન જે ન્યૂક્લિયર વેપન બનાવે છે એ પ્રોગ્રામ રદ કરી નાખે. આના જવાબમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયતુલ્લા ખોમેનીએ 4 જૂને વાત કરી કે ખોમેનીએ અમેરિકાની ઝાટકણી કાઢી નાખી ઈરાનના સર્વોચ્ચ વડા ખોમેનીએ કહ્યું હતું કે કેટલાક લોકો વિચારે છે કે વિવેકશીલતાનો અર્થ છે અમેરિકા સામે ઝૂકી જવું. દમનકારી તાકાત સામે આત્મસમર્પણ કરી દેવું. હું કહું છું કે અમેરિકા દરેક બાબતમાં દખલ જ કેમ કરે છે? તમે એ કેવી રીતે નક્કી કરી શકો કે ઈરાને એનરિચમેન્ટ કરવું જોઈએ કે નહીં? અમે અમેરિકાથી ગ્રીન સિગ્નલ મળવાની રાહ ન જોઈ શકીએ. સારું થશે કે તે કાંઈ ન બોલે. ખોમેનીની આ વાત ટ્રમ્પને ખૂંચીને તરત જ તેમણે જે ઈસ્લામિક દેશો પર પ્રતિબંધ મૂકી દીધો એમાં ઈરાનને પણ સામેલ કર્યું. છેલ્લે, ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું એને 130 દિવસ થયા છે. આ 130 દિવસમાં તેના નિર્ણયો અને નીતિઓ બહુ વિવાદમાં રહ્યા છે. ટ્રમ્પે અત્યારસુધીમાં જે નિર્ણયો લીધા એમાંથી 180 નિર્ણયો પર અમેરિકાની કોર્ટે સ્ટે આપ્યો છે તો 11 જેટલા નિર્ણયો ટ્રમ્પે પોતે જ પલટી નાખ્યા છે. ટૂંકમાં, ટ્રમ્પના વર્તનની અને તેમના અણઘડ નિર્ણયોની ટીકા આખી દુનિયામાં થઈ રહી છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow