નાયરે ભારતનો 'કરુણ' રકાસ અટકાવ્યો:9 વર્ષે 50નો આંકડો પાર કર્યો; ગ્રીન ટૉપ વિકેટ અને વરસાદના વિઘ્ન વચ્ચે ભારતે 6 વિકેટે 204 રન બનાવ્યા

ઓવલ ટેસ્ટનો પહેલો દિવસ મિક્સ્ડ રહ્યો છે. પહેલા દિવસની રમતના અંત સુધીમાં, ભારતીય ટીમે 204 રન બનાવ્યા છે, જ્યારે ઇંગ્લિશ ટીમે 6 વિકેટ લીધી છે. ગુરુવારે રમતના અંતે, કરુણ નાયર 52 અને વોશિંગ્ટન સુંદર 19 રન બનાવીને અણનમ રહ્યા. નાયરે તેની ટેસ્ટ કારકિર્દીમાં 9 વર્ષ પછી અડધી સદી ફટકારી છે. નાયરનો છેલ્લો 50+ સ્કોર 16 ડિસેમ્બર 2016ના રોજ આવ્યો હતો. ત્યારે તેણે ચેન્નઈમાં ઇંગ્લેન્ડ સામે 303 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડે લંડનના ઓવલ મેદાન પર ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. વરસાદને કારણે, પહેલા બે સેશનમાં ફક્ત 29 ઓવર રમી શકાઈ. અત્યાર સુધી ત્રણ ભારતીય બેટર્સ પેવેલિયન પરત ફર્યા હતા. ત્રીજું સત્ર પણ મોડું શરૂ થયું. સાઈ સુદર્શન 28 અને કરુણ નાયરે ઝીરો સાથે ઇનિંગને આગળ ધપાવી હતી. છેલ્લા સેશનની શરૂઆતમાં સાઈ સુદર્શન 38 રન, રવીન્દ્ર જાડેજા 9 રન અને ધ્રુવ જુરેલ 19 રન બનાવીને આઉટ થયા બાદ, નાયર અને સુંદરે 51* રનની ભાગીદારી કરી અને ભારતીય ટીમનો સ્કોર 200 રનને પાર પહોંચાડ્યો. ટી બ્રેક પહેલાં, કેપ્ટન શુભમન ગિલ 21 રન, કેએલ રાહુલ 14 રન અને યશસ્વી જયસ્વાલ 2 રન બનાવીને આઉટ થયા. ઇંગ્લેન્ડ તરફથી ગસ એટકિન્સન અને જોશ ટંગે 2-2 વિકેટ લીધી. ક્રિસ વોક્સને એક વિકેટ મળી હતી. રેકોર્ડ: વરસાદને કારણે રમત બે વાર રોકવી પડી હતી લંડનના ઓવલ મેદાનમાં વરસાદને કારણે દિવસની રમત બે વાર રોકવી પડી હતી. પહેલી વાર, વરસાદને કારણે લંચ વહેલું લેવું પડ્યું, જ્યારે બીજી વાર, વરસાદ વચ્ચે ટી બ્રેક લેવામાં આવ્યો. રાત્રે 8 વાગ્યે બીજા વિરામ પછી, છેલ્લું સત્ર રાત્રે 9:15 વાગ્યે શરૂ થયું.

Aug 1, 2025 - 03:13
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow