AMCના પ્લોટ પર ગેરકાયદેસર પાર્કિંગનો ધંધો:IPL જોવા આવતા પ્રેક્ષકો પાસેથી દુકાનદારની પાર્કિંગ માટે વસૂલી, ટુ-વ્હીલરના ₹50 તો ફોર વ્હીલરના ₹100 ચાર્જિસ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજારો લોકો IPLની મેચ જોવા માટે આવે છે ત્યારે સ્ટેડિયમ દ્વારા જ પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ, અનેક લોકો ગેરકાયદેસર પાર્કિંગ કરાવી કમાણી કરી રહ્યા છે. સ્ટેડિયમની સામે આવેલી ગોકુલધામ સોસાયટીની સામે આવેલા કોર્પોરેશનના પ્લોટ પરથી સ્થાનિક દુકાનદાર લોકોના ગેરકાયદેસર વાહન પાર્ક કરાવી ભાડું વસૂલે છે. કોર્પોરેશન દ્વારા કોઈ પરવાનગી ન આપી હોવા છતાં દુકાનદાર દરેક મેચમાં પ્લોટ પર દાદાગીરીથી કબજો કરીને ભાડું મેળવે છે. કોર્પોરેશનના પ્લોટ પર ગેરકાયદેસર દબાણ કરીને પાર્કિંગનો ધંધો શરુ કર્યો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સામે આવેલી પરિમલ હોસ્પિટલ પાસેની ગોકુલધામ સોસાયટીની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ આવેલો છે. આ પ્લોટ પર સ્થાનિક રામદેવ પ્રોવિઝન સ્ટોરીના માલિકે કબજો કરી લીધો છે. રામદેવ પ્રોવિઝન સ્ટોરીના માલિકે કોર્પોરેશનના પ્લોટ પર દબાણ કરીને મેચ જોવા આવતા પ્રેક્ષકોના વાહન પાર્ક કરાવી ભાડું વસૂલવાનું શરૂ કર્યું છે. IPLની તમામ મેચોમાં હજારો રૂપિયા ભાડું ઉઘરાવી કમાણી શરૂ કરી છે. ટુ-વ્હીલરના ₹50 તો ફોર વ્હીલરના ₹100 ચાર્જિસ વસૂલે છે પ્લોટની સામે જ રામદેવ પ્રોવિઝન સ્ટોર આવેલો છે જેમાં પ્રોવિઝન સ્ટોરની બહાર પાર્કિંગનું બોર્ડ લગાવવામાં આવ્યું છે .બોર્ડ લગાવ્યા બાદ લોકો વાહન પાર્ક કરવા આવી રહ્યા છે, જેની પાસેથી સ્ટોરનો માલિક અને કર્મચારી વાહન પાર્ક કરાવી ભાડું વસૂલે છે. ટુ-વ્હીલર પાસેથી 50 રૂપિયા અને ફોર વ્હીલર પાસેથી 100 રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે. પ્રોવિઝન સ્ટોરના માલિકે પોતે કબૂલાત પણ કરી છે કે, તેઓ આ રીતે ભાડું વસૂલે છે. પોલીસ અને AMCની ટીમ સતત હાજર હોવા છતાં ગેરકાયદેસર દબાણ આ માત્ર એક પ્લોટ પર જ નહીં પરંતુ, અનેક જગ્યાએ થઈ રહ્યું છે. ટોલનાકાથી લઈને સ્ટેડિયમ સુધીનો પાર્કિંગ ઝોન અને વાહન માટે રસ્તો મેચના સમયે પ્રતિબંધિત હોવા છતાં સમગ્ર રસ્તા પર અનેક લોકો ગેરકાયદેસર રીતે લોકોના વાહન પાર્ક કરાવી દબાણ કરે છે. પોલીસ અને AMCની ટીમ સતત હાજર હોવા છતાં લોકો ગેરકાયદેસર દબાણ કરી રહ્યાં છે. કોઈની ગાડીને નુકસાન થયું તો અમારી જવાબદારી રહેશે કોર્પોરેશનના પ્લોટ પર ભાડું વસૂલનાર રામદેવ પ્રોવિઝન સ્ટોરના માલિક અમે લોકોની ગાડીનું ધ્યાન રાખીએ તેના પૈસા લઈએ છીએ. કોઈ ટેન્ડર નથી પણ અમે અમારી રીતે કરીએ છીએ. કોઈની ગાડીને નુકસાન થયું તો અમારી જવાબદારી રહેશે. ટુ-વ્હીલરના 50 અને ફોર વ્હીલરના 100 રૂપિયા લઈએ છીએ. ખાલી પ્લોટ પર પાર્કિંગ ન થાય એવી વ્યવસ્થા ઉભી કરાશે શહેરના મોટેરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ પણ આવેલા છે. કેટલીક જગ્યાએ કોર્પોરેશનના પ્લોટ ભાડે આપવામાં આવેલા નથી તેમછતાં પણ કેટલાક લોકો ગેરકાયદેસર રીતે તેમાં પાર્કિંગ કરાવી પૈસા ઉઘરાવતા હોવાનું એસ્ટેટ વિભાગના ધ્યાને આવ્યું છે ત્યારે હવે દરેક પ્લોટ ઉપર દબાણની ગાડી મૂકી અને ત્યાં પાર્કિંગ ન થાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે અને જો કોઈ વાહન પાર્કિંગ કરાવ્યા હશે તો તેમના વાહનો ટ્રાફિક પોલીસ સાથે રાખી અને ટોઈંગ કરાવવામાં આવશે. રોડ ઉપર પણ વાહનો મુકાવી અને પાર્કિંગ કરાય છે ત્યારે તેમના વિરુદ્ધ પણ ટ્રાફિક પોલીસ અને એસ્ટેટ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ પણ આ રીતે પાર્કિંગ કરાવી પૈસા ઊઘરાવવાની ફરિયાદ મળી હતી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર મહેશ તાબીયારે જણાવ્યું હતું કે, મોટેરા સ્ટેડિયમની સામે આવેલી સોસાયટી પાસે કોર્પોરેશનના પ્લોટમાં જો કોઈ વ્યક્તિ દ્વારા જગ્યામાં પાર્કિંગ કરાવવાતું હશે તો આ મામલે તપાસ કરાવી લઉં છું. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, અગાઉ પણ આ રીતે પ્લોટમાં પાર્કિંગ કરાવી અને પૈસા ઉઘરાવવામાં આવતી હોવા અંગેની ફરિયાદ પોલીસને પણ મળી હતી. રોડ ઉપર કેટલાક લોકો વાહનો પાર્કિંગ કરાવતા હોય છે અને પૈસા ઉઘરાવતા હોય છે ત્યારે હવે આ લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની જરૂરિયાત છે.

Jun 1, 2025 - 02:41
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow