Editor's View: ઘોંચપરોણિયા ટ્રમ્પ!:મોદીથી પુતિન સુધી બધા સામે શિંગડાં ભરાવ્યાં, રોજેરોજ નવાં ઊંબાડિયાં, અમેરિકા સમજી લે, અતિની ગતિ ના હોય
ડોનાલ્ડ ટ્રમ્પને મોદી સામે વાંધો પડ્યો ડોનાલ્ડ ટ્રમ્પને ઝેલેન્સ્કી સાથે બોલાચાલી થઈ ડોનાલ્ડ ટ્રમ્પે સિરિલ રામાફોસાને શરમમાં મૂક્યા ડોનાલ્ડ ટ્રમ્પે એપલના CEO ટીમ કૂકને દબડાવ્યા ડોનાલ્ડ ટ્રમ્પને ઈઝરાયલના રાષ્ટ્રપતિ નેતન્યાહુ સામે વાંધો પડ્યો ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુ઼ડોને પણ ધમકી આપી ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને માથા ફરેલા કહ્યા ને લખ્યું કે તેઓ આગથી રમે છે... ટ્રમ્પની આ વાત પરથી પુતિને કહ્યું કે માપમાં રહેજો... નહીંતર ત્રીજું વિશ્વયુદ્ધ થઈ જશે... નમસ્કાર, વિશ્વના દેશોના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પથી કંટાળ્યા છે. ટ્રમ્પની અણઘડ નીતિ ને નિર્ણયોથી બધા પરેશાન છે. અમેરિકી પ્રજાના મોઢામાં મગ ભર્યા છે એટલે કોઈ ટ્રમ્પની વિરુદ્ધ બોલવા તૈયાર નથી. ટ્રમ્પ અને પુતિન વચ્ચે ડખો શું થયો? ટ્રમ્પને સતત સમાચારમાં રહેવાનો અને ન્યૂઝ ક્રિએટ કરવાનો શોખ જાગ્યો હોય એવું લાગે છે. ટ્રમ્પે અમેરિકામાં પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહ્યું કે, હું રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ કરાવવા માગું છું. મેં ઘણી ટ્રાય કરી પણ પુતિન મારી વાત માનતા નથી. તે અમેરિકાની વાત ન માનીને આગ સાથે રમી રહ્યા છે. ટ્રમ્પનો કહેવાનો ભાવાર્થ એવો હતો કે, મારી વાત નથી માની તો જોવા જેવી થશે. ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું કે, હું પુતિનને લાંબા સમયથી ઓળખું છું. અમારી વચ્ચે સારા સંબંધ છે, પણ હવે તે યુક્રેન પર રોકેટમારો કરી રહ્યા છે. મોટા શહેરો પર હુમલો કરી રહ્યા છે. નિર્દોષ લોકોને મારી રહ્યા છે. મને એ બિલકુલ પસંદ નથી. મને ખબર નહીં, આ માણસને શું થઈ ગયું છે. આપણે અહીંયા વાતચીત કરી રહ્યા છીએ ને તે બીજા શહેરો પર મિસાઈલ વરસાવે છે. કાંઈક તો ગરબડ છે. ટ્રમ્પે પુતિનને 'ક્રેઝી' પણ કહ્યા અને રશિયા પર વધારે પ્રતિબંધો મૂકવાની ચીમકી આપી. ટ્રમ્પની આ વાત સાંભળીને રશિયાની સિક્યોરિટી કાઉન્સીલના ડેપ્યુટી ચેર દીમિત્રી મેદવેદેવે તરત વળતો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, ટ્રમ્પે પુતિન વિશે કહ્યું કે તે આગથી રમે છે અને રશિયા સાથે તે ગમે તે કરી શકે છે. અમે એક જ ખરાબ વસ્તુ જાણીએ છીએ, એ છે ત્રીજું વિશ્વ યુદ્ધ. આશા છે ટ્રમ્પ સમજી ગયા હશે. જે રીતે રશિયાએ જવાબ આપ્યો છે તે જોતાં તો એવું લાગે છે કે ટ્રમ્પની ધમકીથી રશિયા નમે એવું નથી. ટ્રમ્પે પુતિન વિશે ક્યારે, શું કહ્યું? 13 માર્ચ, 2025 : મને આશા છે કે પુતિન સાચી દિશામાં પગલાં લેશે અને આ સમજૂતી પર રાજી થશે. નહીંતર દુનિયા માટે વિનાશક ક્ષણ હશે. 30 માર્ચ : હું પુતિનથી બહુ નારાજ છું અને કંટાળી ગયો છું. 24 એપ્રિલ : કીવ પર રશિયાના હુમલાથી હું ખુશ નથી. પુતિને આ રોકવા જોઈએ અને શાંતિ સમજૂતિ પર હસ્તાક્ષર કરવા જોઈએ. 26 એપ્રિલ : રહેણાક વિસ્તારો, શહેરો અને ગામડાંઓમાં મિસાઈલ છોડવાનું કોઈ કારણ નહોતું. તેને જોતાં મને લાગે છે કે પુતિન યુદ્ધ રોકવા નથી માગતા. તે મને વાતોમાં વ્યસ્ત રાખવા માગે છે. 25 મે : પુતિન અમેરિકાની વાત ન માનીને આગ સાથે રમી રહ્યા છે. ટ્રમ્પે કહેલું કે પુતિન માટે હું જ સમસ્યા બનીશ જુલાઈ 2018માં ટ્રમ્પે CNBCને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પુતિન સાથે કરાર સુધી પહોંચવાના તેમના પ્રયાસો નિષ્ફળ જાય છે, તો તેઓ પુતિનના સૌથી મોટા દુશ્મન હશે. ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે, હું જ પુતિન માટે સૌથી મોટી સમસ્યા બનીશ, પરંતુ મને નથી લાગતું કે આની જરૂર પડે. હું રશિયા પ્રત્યે જેટલો કડક છું એટલા કડક અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિ રહ્યા નથી. ટ્રમ્પના પહેલા કાર્યકાળ (2017-2021) દરમિયાન મોટા યુરોપિયન દેશો ફ્રાન્સ, જર્મની અને બ્રિટન બેચેન દેખાતા હતા. પડોશી દેશ કેનેડા પ્રત્યે પણ ટ્રમ્પનું વલણ એકદમ કડક હતું. હજી પણ કેનેડા માટે ટ્રમ્પનું વલણ કડક જ છે.અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોનમાં વાત કરી હતી. બંને નેતાઓએ યુક્રેનમાં શાંતિ જાળવવાની વાત કરી હતી. ટ્રમ્પે પુતિનને યુક્રેન યુદ્ધને વધુ ન વધારવાની સલાહ આપી અને કહ્યું કે, યાદ રાખજો, હજી યુરોપમાં અમેરિકાની ફોર્સ તહેનાત છે. જે નેતા ટ્રમ્પની વાત માનતા નથી તે ટ્રમ્પના ગુસ્સાનો ભોગ બને છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન મોદી સપ્ટેમ્બર 2024માં અમેરિકા ગયા હતા ત્યારે અમેરિકામાં ચૂંટણીપ્રચાર ચાલતો હતો. મોદી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસને મળ્યા, પણ ડોનાલ્ડ ટ્રમ્પને ન મળ્યા. એ વખતે ટ્રમ્પે ઈચ્છા વ્યક્ત કરી હતી કે હું મારા મિત્ર મોદીને મળીશ. મોદી ટ્રમ્પને મળ્યા વગર નીકળી ગયા ને ટ્રમ્પની ડગળી છટકી. ટ્રમ્પ જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ બની ગયા. તેના બીજા જ મહિને ફેબ્રુઆરીમાં મોદી ફરી અમેરિકા ગયા ત્યારે ટ્રમ્પે ટેરિફની વાતમાં ઢીલું ન મૂક્યું. મોદીને સ્પષ્ટ કહી દીધું કે ટેરિફ બાબતે ભારત જેવું વર્તન કરશે એવું અમે કરીશું. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી 28 ફેબ્રુઆરી 2025એ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અમેરિકા ગયા હતા. ટ્રમ્પ સાથે વાતચીત દરમિયાન બંને રાષ્ટ્રપતિ વચ્ચે ભારે બોલાચાલી થઈ. શાંતિ કરારના ઉલ્લેખ પર ઝેલેન્સ્કી ગુસ્સે થયા અને ટ્રમ્પ સાથે ઉગ્ર દલીલ કરી. ઝેલેન્સ્કીએ કહ્યું કે, 'અમે કોઈપણ યુદ્ધવિરામ સ્વીકારીશું નહીં.' આના પર ટ્રમ્પે કહ્યું, તમારો દેશ મુશ્કેલીમાં છે. તમે અમને ન જણાવો કે અમારે શું કરવાનું છે. તમે ત્રીજા વિશ્વયુદ્ધની રમત રમી રહ્યા છો. તમે અમને આદેશ આપવાની સ્થિતિમાં નથી. અમેરિકાએ યુક્રેનને હથિયાર આપ્યા છે. અમે તમને 350 અબજ ડોલરના હથિયાર આપ્યા છે. જો તમે સમાધાન નહીં કરો તો અમે એ બધું રોકીશું. આજથી તમારા ખરાબ દિવસો શરૂ થયા છે. સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા ગયા અઠવાડિયે સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અમેરિકા પહોંચ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મિટિંગ થઈ. શરૂઆતમાં સારી સારી વાતો થઈ પછી એકાએક ટ્રમ્પ રામાફોસા પર બગડ્યા. ટ્રમ્પના કહેવાથી લાઇટ બંધ કર્યા પછી ઓવલ ઓફિસમાં સામાન્ય રીતે ન મૂકાતા ટીવી પર એક વીડિયો બતાવાયો. જેમાં સફેદ ક્રોસ દર્શાવવામાં આવ્યા હતા, ટ્રમ્પે દાવો કર્યો હતો કે તે ગોરા લોકોની કબરો છ

What's Your Reaction?






