ભારતીય સેનાનું અપમાન કરનાર આફ્રિદીનું બુમ બુમ વેલકમ!:ભારત વિરુદ્ધ ઝેર ઓકનાર શાહિદ આફ્રિદીનું દુબઈમાં કેરળ સમુદાય દ્વારા સ્વાગત, લોકોમાં રોષ, શરમ કરો...

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી બંને દેશોમાં સતત ટકરાવ વધી રહ્યો છે. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર પછી સરહદ પર પરિસ્થિતિ એક નાજુક તબક્કે પહોંચી ગઈ હતી. આ દરમિયાન, પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને ખેલાડી શાહિદ આફ્રિદીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં દુબઈમાં ભારતીય કેર સમુદાયના લોકો એક કાર્યક્રમમાં આફ્રિદીનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરતા દેખાય છે, જે ભારતીયો માટે આઘાતજનક છે. શાહિદ આફ્રિદીનું 'બૂમ બૂમ' સ્વાગત- દેશવાસીઓમાં ગુસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વીડિયોમાં શાહિદ આફ્રિદી કાર્યક્રમમાં સ્ટેજ પર બોલાવવામાં આવે છે, જ્યાં ભીડ તાળીઓ અને જોરદાર નારાઓ સાથે તેમનું સ્વાગત કરે છે. પોતાના ભાષણમાં આફ્રિદીએ કહ્યું કે તેમને ભારતનું કેરળ અને અને ત્યાંનું ભોજન ખૂબ પસંદ છે. આફ્રિદી પહોંચતા જ કેરળ સમુદાયના લોકોએ લગાવ્યા બુમ બુમના નારા શાહિદ આફ્રિદી 25 મેના રોજ દુબઈમાં કેરળ સમુદાયના સભ્યોના સમુદાય, CUBAAના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં, આફ્રિદી હોલની અંદર પહોંચતાની સાથે જ, સભ્યોએ તેમનો સાંસ્કૃતિક કાર્યક્રમને અટકાવી દીધો અને બૂમ-બૂમ ના નારા લગાવવાનું શરૂ કર્યું, જે આફ્રિદીની રમત સ્ટાઈલ સાથે સંકળાયેલું તેનું ઉપનામ છે. આ કાર્યક્રમમાં આફ્રિદીને જોતા જ લોકો ઉત્સાહિત થઈ ગયા હતા. આફ્રિદીએ પણ તેના જવાબમાં કહ્યું કે થઈ ગયું બૂમ-બૂમ. હવે, આ વીડિયો સામે આવ્યા બાદ, એક તરફ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તો બીજી તરફ, કેરળ સમુદાયના સભ્યોએ લોકોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી આફ્રિદી સતત ભારત વિરુદ્ધ આકરા નિવેદનો આપી રહ્યો છે, જેમાં તેણે ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલ ઓપરેશન સિંદૂર અંગે પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ વીડિયો પર નેટીઝન્સે જોરદાર પ્રતિક્રિયા આપી. આ ક્લિપ X (અગાઉ ટ્વિટર) પર એક યુઝરે શેર કરી હતી જેમાં કેપ્શન હતું, “કેટલી શરમજનક વાત!! - ડેસ્પરેટ કેરળના લોકોએ દુબઈમાં આ ભારત વિરોધી પાકિસ્તાનીનું 'બૂમ બૂમથી સ્વાગત કર્યું, તે પણ પહેલગામ આતંકવાદી હુમલા અને તેના ઝેરી નિવેદનો પછી,” આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકોએ સોશિયલ મીડિયા પર કહ્યું- શરમજનક... આફ્રિદીના વિવાદાસ્પદ નિવેદનો અને ઘટનાના સમયને ધ્યાનમાં રાખીને, કેરળ સમુદાય દ્વારા આપવામાં આવેલા આ સ્વાગત પર લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. એક યુઝરે લખ્યું, “દેશભક્તિ છગ્ગા પર જતી રહી છે… શરમજનક. મને કેરળ સમુદાય પાસેથી આવી અપેક્ષા નહોતી,” પહેલગામ હુમલા મામલે આફ્રિદીનું વિવાદીત નિવેદન ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સૈન્ય અને રાજદ્વારી તણાવ વચ્ચે શાહિદ આફ્રિદીએ હાલમાં ભારત વિરુદ્ધ અનેક નિવેદનો આપ્યા છે. એપ્રિલમાં પાકિસ્તાનના 'સમા ટીવી' પર બોલતા, આફ્રિદીએ કહ્યું, "જો ભારતમાં કોઈ ફટાકડા પણ ફૂટે, તો પાકિસ્તાન પર જ આરોપ લગાવે છે." તેમણે ભારતીય સેના પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું, કાશ્મીરમાં 8 લાખની સેના છે, છતાં હુમલો થયો. એનો અર્થ એ કે તમે લોકો નાલાયક છો, નકામા છો, લોકોને સુરક્ષા કરી શક્યા નથી,” ભારત સરકારે આફ્રિદીની યુટ્યૂબ ચેનલને બેન કરી પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતની કેન્દ્ર સરકારે પાકિસ્તાન સામે ઘણા કડક નિર્ણયો લીધા, જેમાં યુટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ મૂકવાનો પણ સમાવેશ થાય છે જે સતત ભારત વિરુદ્ધ પોતાના નિવેદનોથી ઝેર ઓકવાનું કામ કરે છે, જેમાં શાહિદ આફ્રિદીની ચેનલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, આવા ઘણા અન્ય પાકિસ્તાની ખેલાડીઓની ચેનલ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો જેમાં શોએબ અખ્તરની ચેનલ પણ હતી.

Jun 1, 2025 - 02:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow