Editor's View: ચોથી ઇકોનોમીનું ચોંકાવનારું ગણિત:મિડલ ક્લાસના ખિસ્સાં ને અમીરના બેન્ક બેલેન્સનું અટપટું અર્થશાસ્ત્ર, 4 ટ્રિલિયન ડોલર અને બે છેડા ભેગા કરવા વચ્ચેનો ભેદ

નીતિ આયોગના CEO બીવીઆર સુબ્રહ્મણ્યમે થોડા દિવસ પહેલાં એવી જાહેરાત કરી દીધી કે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી ઇકોનોમી હતું, હવે જાપાનથી આગળ નીકળીને વિશ્વની ચોથા નંબરની ઇકોનોમી બની ગયું છે. આ જાહેરાત પછી કોઈ હો..હા... દેકારો થયો નહીં. નેશનલ લેવલના બિઝનેસ અખબારે પણ આ સમાચાર ફ્રન્ટ પેજ પર ન છાપ્યા. અંદર નાનકડી કોલમમાં છાપ્યા. કદાચ આવું એટલે થયું કે ભારત ખરેખર હજી ચોથા નંબરની ઇકોનોમી બન્યું છે કે કેમ, એ સવાલ છે. આના વિશે માત્ર વિપક્ષો જ નહિ, જાણીતા અર્થશાસ્ત્રીઓએ સવાલ ઉઠાવ્યા છે. નમસ્કાર, ભારત જો ખરેખર વિશ્વમાં ચોથા નંબરની ઇકોનોમી બની ગયું હોય તો સારી વાત છે. ગર્વ લેવા જેવી વાત છે, પણ ખરેખર આવું થયું હોય તો ભારતમાં ગરીબોની સ્થિતિ શું છે? મિડલ ક્લાસની સ્થિતિ શું છે? પ્રજા તો ત્યાંની ત્યાં છે. ઇકોનોમીની વાત કરીએ તો એટલું ચોક્કસ કહી શકાય કે દેશમાં અમીર વધારે અમીર બની રહ્યા છે. શું ખરેખર ભારત, જાપાન કરતાં આગળ નીકળી ગયું? એક ઉદાહરણ જોઈએ. એક ઘરમાં ચાર સભ્યોનો પરિવાર રહે છે. આ પરિવારના ચારેય સભ્યો કામ કરે છે ને 25-25 હજાર કમાય છે. એટલે મહિને 1 લાખ રૂપિયાની કમાણી થઈ. તેના પાડોશમાં પણ એક પરિવાર રહે છે અને તે પરિવારની કમાણી પણ મહિને 1 લાખ રૂપિયા છે, પણ એ પરિવારમાં 50 લોકો રહે છે. તો શું તમે માનો છો કે આ બંને પરિવાર એકસરખા છે? આ જ ફરક છે જાપાન અને ભારત વચ્ચે. જાપાનની માથાંદીઠ છે એ ભારતની માથાંદીઠ આવક કરતાં સાડાબાર ગણી વધારે છે. ભારત-જાપાનની આવકમાં ફરક સમજો.. ભારત પ્રગતિ કરે છે, જનતાની પ્રગતિ થતી નથી દુનિયાના ટોપ 5 ઈકોનોમી ધરાવતા દેશોમાં ભારત 5મા નંબરે છે. એવું કહેવાય છે કે હવે તે 4થા નંબરે છે. આવનારા બે-ત્રણ વર્ષમાં કદાચ ત્રીજા નંબરે પણ પહોંચી જાય. પણ આનાથી ભારતની જનતાને કોઈ ફેર પડ્યો નથી. હા, ભારતના જે અમીરો છે તે વિશ્વના દેશોના અમીરોની બરાબરી કરવા લાયક થઈ ગયા છે. ભારતના 82% લોકોની રોજની આવક 560 રૂપિયા છે. મહિને 16-17 હજાર થયા. એમાં 44% લોકો એવા છે જે રોજના 300 રૂપિયા કમાય છે. એટલે મહિને 10 હજાર પણ માંડ કમાય છે. આનો મતલબ એવો થયો કે, છેલ્લા 20 વર્ષમાં અમીરોની આવકમાં જબરજસ્ત વૃદ્ધિ થઈ છે પણ મધ્યમવર્ગ અને ગરીબ ત્યાં ને ત્યાં છે. આપણે જે ઢંઢેરો પીટીએ છીએ તેમાં આપણે આગળ જવાનું લગભગ અસંભવ છે. અત્યારે તો હતા ત્યાં જ ચોટેલા રહેશું ને બની શકે કે નીચે પણ સરકતા જઈએ. અત્યારે આપણો ગ્રોથ થઈ રહ્યો છે તેનો મોટાભાગનો અંશ અમીરો પાસે ચાલ્યો જાય છે. હકીકત એ છે કે આજની તારીખે બેરોજગારીની સમસ્યા છે. દેશના 80% લોકો ઈન્ફોર્મલ સેક્ટરમાં કામ કરે છે. કોઈ દેશનું મોટું અર્થતંત્ર હોય તેની હાલત આવી ન હોય. ઈમ્ફોર્મલ સેક્ટર એટલે તેની કોઈ સોશિયલ સિક્યોરિટી નહીં, તેની કોઈ ઈન્કમ સિક્યોરિટી નથી. કામ મળ્યું તો બે પૈસા મળે. ગ્લોબલ ઈન્ડેક્સમાં ભારત ક્યાંય પાછળ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ : ભારત 127 દેશમાંથી 105મા નંબરે હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ : ભારત 193 દેશમાંથી 134મા નંબરે ગ્લોબલ પીસ ઈન્ડેક્સ : ભારત 163 દેશમાંથી 116મા નંબરે ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ : ભારત 132 દેશમાંથી 40મા નંબરે છે ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ થતો નથી આપણે સારી પ્રગતિ કરી રહ્યા છીએ. આપણે વિશ્વની ચોથી સૌથી મોટી ઈકોનોમી બનવા તરફ આગળ વધી રહ્યા છીએ તો સવાલ એ છે કે આપણે આ જ ગતિથી અલગ અલગ ઈન્ડેક્સમાં આગળ કેમ ન વધ્યા? ઈન્ડેક્સની વાત આવે છે ત્યારે આપણે પાકિસ્તાન, નેપાળ સાથે કંપેરિઝન કરીએ છીએ. ત્યારે વિકસિત દેશો સાથે કંપેરિઝન કેમ નથી કરતા? દેશમાં વિકાસ થાય છે પણ અસમાનતા વધતી જાય છે. મોદીજીની સરકાર 80 કરોડ લોકોને મફત અનાજ આપે છે એટલે ગરીબ, ગરીબ રહે છે. ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવાનો કોઈ ઉપાય થતો નથી. સરકાર 80 કરોડ લોકોને અનાજ મફત આપે છે. એનો અર્થ એવો થયો કે, 140 કરોડમાંથી 80 કરોડ લોકો તો અનાજ ખરીદવા સક્ષમ નથી. તો તમે ભારતમાં બિઝનેસનો વ્યાપ વધે તેવી આશા કેવી રીતે રાખી શકો? હવે વાત જીડીપીની કરીએ.... છેલ્લાં 3 વર્ષનો જીડીપી ગ્રોથ ઘરખર્ચ કાઢવા લોકો વધારે લોન લઈ રહ્યા છે ગયા મહિને એપ્રિલમાં રિઝર્વ બેન્કે જીડીપીનું અનુમાન ઘટાડી દીધું. 6.7%થી ઘટાડીને 6.5% કરી નાખ્યું. મૂડીઝે પણ ભારતના જીડીપી રેટિંગને ઘટાડીને 6.3%નું અનુમાન લગાવ્યું છે. ફાયનાન્સિયલ એક્સપ્રેસના આશિષ અગ્રવાલે રિપોર્ટ લખ્યો છે કે, માર્ચ 2023માં ભારતનું ઘરેલું ઋણ (હાઉસહોલ્ડ ડેબ્ટ) કુલ જીડીપીના 37.6% હતું. તે વધીને જૂન 2024 સુધીમાં 42.9% થઈ ગયું છે. એનો અર્થ એ કે ભારતીય પરિવારો પર પણ ઋણનો બોજો વધી ગયો છે. માર્ચ 2023થી જૂન 2024ના સમયગાળા દરમિયાન બેન્ક લોનમાં 18%નો વધારો થયો. તેની સામે પ્રાઈવેટ લોનમાં 24%નો વધારો થયો. અન્ય લોનની સામે અંગત લોનમાં વધારો જોવા મળ્યો. રોકાણ માટે કંપનીઓ ઓછી લોન લઈ રહી છે. પણ ઘર ખર્ચ કાઢવા લોકો વધારે લોન લઈ રહ્યા છે. ફોરેન ઈન્વેસ્ટમેન્ટ ઘટ્યું, ભારતની કંપનીઓને જ ભારતમાં રોકાણ કરવામાં રસ નથી એક તરફ જીડીપીનું અનુમાન ઘટી રહ્યું છે તો બીજી તરફ ફોરેન ઈન્વેસ્ટમેન્ટમાં પણ સમસ્યા છે. છેલ્લું FDI આવ્યું તે છેલ્લા 12 વર્ષમાં સૌથી નીચેનું છે. 14 બિલિયન ડોલર રોકાણ છે જે 2021માં 34 બિલિયન ડોલર હતું. ભારતીય કંપનીઓ છે તે ભારત કરતાં વિદેશોમાં પૈસા વધારે લગાવવા માગે છે. 2023માં ભારતીય કંપનીઓએ વિદેશમાં 6.8 બિલિયન ડોલર પૈસા લગાવ્યા. 2025માં આ આંકડો ત્રણ ગણો વધી ગયો. એનો અર્થ એવો થયો કે ન તો ફોરેન કંપનીઓને ભારતમાં રોકાણ કરવામાં ફાયદો દેખાઈ રહ્યો છે અને ભારતની કંપનીઓને પણ બહાર જ ફાયદો દેખાઈ રહ્યો છે. આ ખતરાની ઘંટડી છે. IMFના ડેટા મુજબ ઈકોનોમીનું અનુમાન જાણો.. ભારતની ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું અનુમાન (અત્યારે પાંચમા ક્રમે) 2024 - 3.9 2025 - 4.1 2026 - 4.6 2027 - 5.0 2028 - 5.5 2029 - 6.1 જાપાનની ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું અનુમાન (અત્યારે ચોથા ક્રમે) 2024 - 4.0 2025 - 4.1 2026 - 4.3 2027 - 4.5 2028 - 4.7 2029 - 4.8 જર્મનીની ટ્રિલિયન ડોલર ઈકોનોમીનું અનુમાન (અત્યારે ત્રીજા ક્રમે) 2024 - 4.6 2025 - 4.7 2026 - 4.9 2027 - 5.0 2028 - 5.2 2029 - 5.

Jun 1, 2025 - 02:44
 0
Editor's View: ચોથી ઇકોનોમીનું ચોંકાવનારું ગણિત:મિડલ ક્લાસના ખિસ્સાં ને અમીરના બેન્ક બેલેન્સનું અટપટું અર્થશાસ્ત્ર, 4 ટ્રિલિયન ડોલર અને બે છેડા ભેગા કરવા વચ્ચેનો ભેદ
નીતિ આયોગના CEO બીવીઆર સુબ્રહ્મણ્યમે થોડા દિવસ પહેલાં એવી જાહેરાત કરી દીધી કે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી ઇકોનોમી હતું, હવે જાપાનથી આગળ નીકળીને વિશ્વની ચોથા નંબરની ઇકોનોમી બની ગયું છે. આ જાહેરાત પછી કોઈ હો..હા... દેકારો થયો નહીં. નેશનલ લેવલના બિઝનેસ અખબારે પણ આ સમાચાર ફ્રન્ટ પેજ પર ન છાપ્યા. અંદર નાનકડી કોલમમાં છાપ્યા. કદાચ આવું એટલે થયું કે ભારત ખરેખર હજી ચોથા નંબરની ઇકોનોમી બન્યું છે કે કેમ, એ સવાલ છે. આના વિશે માત્ર વિપક્ષો જ નહિ, જાણીતા અર્થશાસ્ત્રીઓએ સવાલ ઉઠાવ્યા છે. નમસ્કાર, ભારત જો ખરેખર વિશ્વમાં ચોથા નંબરની ઇકોનોમી બની ગયું હોય તો સારી વાત છે. ગર્વ લેવા જેવી વાત છે, પણ ખરેખર આવું થયું હોય તો ભારતમાં ગરીબોની સ્થિતિ શું છે? મિડલ ક્લાસની સ્થિતિ શું છે? પ્રજા તો ત્યાંની ત્યાં છે. ઇકોનોમીની વાત કરીએ તો એટલું ચોક્કસ કહી શકાય કે દેશમાં અમીર વધારે અમીર બની રહ્યા છે. શું ખરેખર ભારત, જાપાન કરતાં આગળ નીકળી ગયું? એક ઉદાહરણ જોઈએ. એક ઘરમાં ચાર સભ્યોનો પરિવાર રહે છે. આ પરિવારના ચારેય સભ્યો કામ કરે છે ને 25-25 હજાર કમાય છે. એટલે મહિને 1 લાખ રૂપિયાની કમાણી થઈ. તેના પાડોશમાં પણ એક પરિવાર રહે છે અને તે પરિવારની કમાણી પણ મહિને 1 લાખ રૂપિયા છે, પણ એ પરિવારમાં 50 લોકો રહે છે. તો શું તમે માનો છો કે આ બંને પરિવાર એકસરખા છે? આ જ ફરક છે જાપાન અને ભારત વચ્ચે. જાપાનની માથાંદીઠ છે એ ભારતની માથાંદીઠ આવક કરતાં સાડાબાર ગણી વધારે છે. ભારત-જાપાનની આવકમાં ફરક સમજો.. ભારત પ્રગતિ કરે છે, જનતાની પ્રગતિ થતી નથી દુનિયાના ટોપ 5 ઈકોનોમી ધરાવતા દેશોમાં ભારત 5મા નંબરે છે. એવું કહેવાય છે કે હવે તે 4થા નંબરે છે. આવનારા બે-ત્રણ વર્ષમાં કદાચ ત્રીજા નંબરે પણ પહોંચી જાય. પણ આનાથી ભારતની જનતાને કોઈ ફેર પડ્યો નથી. હા, ભારતના જે અમીરો છે તે વિશ્વના દેશોના અમીરોની બરાબરી કરવા લાયક થઈ ગયા છે. ભારતના 82% લોકોની રોજની આવક 560 રૂપિયા છે. મહિને 16-17 હજાર થયા. એમાં 44% લોકો એવા છે જે રોજના 300 રૂપિયા કમાય છે. એટલે મહિને 10 હજાર પણ માંડ કમાય છે. આનો મતલબ એવો થયો કે, છેલ્લા 20 વર્ષમાં અમીરોની આવકમાં જબરજસ્ત વૃદ્ધિ થઈ છે પણ મધ્યમવર્ગ અને ગરીબ ત્યાં ને ત્યાં છે. આપણે જે ઢંઢેરો પીટીએ છીએ તેમાં આપણે આગળ જવાનું લગભગ અસંભવ છે. અત્યારે તો હતા ત્યાં જ ચોટેલા રહેશું ને બની શકે કે નીચે પણ સરકતા જઈએ. અત્યારે આપણો ગ્રોથ થઈ રહ્યો છે તેનો મોટાભાગનો અંશ અમીરો પાસે ચાલ્યો જાય છે. હકીકત એ છે કે આજની તારીખે બેરોજગારીની સમસ્યા છે. દેશના 80% લોકો ઈન્ફોર્મલ સેક્ટરમાં કામ કરે છે. કોઈ દેશનું મોટું અર્થતંત્ર હોય તેની હાલત આવી ન હોય. ઈમ્ફોર્મલ સેક્ટર એટલે તેની કોઈ સોશિયલ સિક્યોરિટી નહીં, તેની કોઈ ઈન્કમ સિક્યોરિટી નથી. કામ મળ્યું તો બે પૈસા મળે. ગ્લોબલ ઈન્ડેક્સમાં ભારત ક્યાંય પાછળ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ : ભારત 127 દેશમાંથી 105મા નંબરે હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ : ભારત 193 દેશમાંથી 134મા નંબરે ગ્લોબલ પીસ ઈન્ડેક્સ : ભારત 163 દેશમાંથી 116મા નંબરે ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ : ભારત 132 દેશમાંથી 40મા નંબરે છે ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ થતો નથી આપણે સારી પ્રગતિ કરી રહ્યા છીએ. આપણે વિશ્વની ચોથી સૌથી મોટી ઈકોનોમી બનવા તરફ આગળ વધી રહ્યા છીએ તો સવાલ એ છે કે આપણે આ જ ગતિથી અલગ અલગ ઈન્ડેક્સમાં આગળ કેમ ન વધ્યા? ઈન્ડેક્સની વાત આવે છે ત્યારે આપણે પાકિસ્તાન, નેપાળ સાથે કંપેરિઝન કરીએ છીએ. ત્યારે વિકસિત દેશો સાથે કંપેરિઝન કેમ નથી કરતા? દેશમાં વિકાસ થાય છે પણ અસમાનતા વધતી જાય છે. મોદીજીની સરકાર 80 કરોડ લોકોને મફત અનાજ આપે છે એટલે ગરીબ, ગરીબ રહે છે. ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવાનો કોઈ ઉપાય થતો નથી. સરકાર 80 કરોડ લોકોને અનાજ મફત આપે છે. એનો અર્થ એવો થયો કે, 140 કરોડમાંથી 80 કરોડ લોકો તો અનાજ ખરીદવા સક્ષમ નથી. તો તમે ભારતમાં બિઝનેસનો વ્યાપ વધે તેવી આશા કેવી રીતે રાખી શકો? હવે વાત જીડીપીની કરીએ.... છેલ્લાં 3 વર્ષનો જીડીપી ગ્રોથ ઘરખર્ચ કાઢવા લોકો વધારે લોન લઈ રહ્યા છે ગયા મહિને એપ્રિલમાં રિઝર્વ બેન્કે જીડીપીનું અનુમાન ઘટાડી દીધું. 6.7%થી ઘટાડીને 6.5% કરી નાખ્યું. મૂડીઝે પણ ભારતના જીડીપી રેટિંગને ઘટાડીને 6.3%નું અનુમાન લગાવ્યું છે. ફાયનાન્સિયલ એક્સપ્રેસના આશિષ અગ્રવાલે રિપોર્ટ લખ્યો છે કે, માર્ચ 2023માં ભારતનું ઘરેલું ઋણ (હાઉસહોલ્ડ ડેબ્ટ) કુલ જીડીપીના 37.6% હતું. તે વધીને જૂન 2024 સુધીમાં 42.9% થઈ ગયું છે. એનો અર્થ એ કે ભારતીય પરિવારો પર પણ ઋણનો બોજો વધી ગયો છે. માર્ચ 2023થી જૂન 2024ના સમયગાળા દરમિયાન બેન્ક લોનમાં 18%નો વધારો થયો. તેની સામે પ્રાઈવેટ લોનમાં 24%નો વધારો થયો. અન્ય લોનની સામે અંગત લોનમાં વધારો જોવા મળ્યો. રોકાણ માટે કંપનીઓ ઓછી લોન લઈ રહી છે. પણ ઘર ખર્ચ કાઢવા લોકો વધારે લોન લઈ રહ્યા છે. ફોરેન ઈન્વેસ્ટમેન્ટ ઘટ્યું, ભારતની કંપનીઓને જ ભારતમાં રોકાણ કરવામાં રસ નથી એક તરફ જીડીપીનું અનુમાન ઘટી રહ્યું છે તો બીજી તરફ ફોરેન ઈન્વેસ્ટમેન્ટમાં પણ સમસ્યા છે. છેલ્લું FDI આવ્યું તે છેલ્લા 12 વર્ષમાં સૌથી નીચેનું છે. 14 બિલિયન ડોલર રોકાણ છે જે 2021માં 34 બિલિયન ડોલર હતું. ભારતીય કંપનીઓ છે તે ભારત કરતાં વિદેશોમાં પૈસા વધારે લગાવવા માગે છે. 2023માં ભારતીય કંપનીઓએ વિદેશમાં 6.8 બિલિયન ડોલર પૈસા લગાવ્યા. 2025માં આ આંકડો ત્રણ ગણો વધી ગયો. એનો અર્થ એવો થયો કે ન તો ફોરેન કંપનીઓને ભારતમાં રોકાણ કરવામાં ફાયદો દેખાઈ રહ્યો છે અને ભારતની કંપનીઓને પણ બહાર જ ફાયદો દેખાઈ રહ્યો છે. આ ખતરાની ઘંટડી છે. IMFના ડેટા મુજબ ઈકોનોમીનું અનુમાન જાણો.. ભારતની ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું અનુમાન (અત્યારે પાંચમા ક્રમે) 2024 - 3.9 2025 - 4.1 2026 - 4.6 2027 - 5.0 2028 - 5.5 2029 - 6.1 જાપાનની ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું અનુમાન (અત્યારે ચોથા ક્રમે) 2024 - 4.0 2025 - 4.1 2026 - 4.3 2027 - 4.5 2028 - 4.7 2029 - 4.8 જર્મનીની ટ્રિલિયન ડોલર ઈકોનોમીનું અનુમાન (અત્યારે ત્રીજા ક્રમે) 2024 - 4.6 2025 - 4.7 2026 - 4.9 2027 - 5.0 2028 - 5.2 2029 - 5.4 જાપાન ચોથી મોટી ઈકોનોમી છે છતાં આર્થિક હાલત ખરાબ થોડા દિવસ પહેલાં જ જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબાએ એવું કહ્યું કે, અમારા દેશની અર્થ વ્યવસ્થા અત્યંત ખરાબ છે. ગ્રીસ કરતાં પણ બદતર હાલત થવા જઈ રહી છે. મંદીનો દોર આવી રહ્યો છે અને જાપાનની ઉધારી તેની જીડીપી કરતાં અઢી ગણી વધારે છે. હવે વિચારો, જો ભારત જાપાનને ઓવરટેક કરી ગયું હોય તો પણ જાપાનની લગોલગ છે, તેનાથી એકદમ રોકેટ ગતિએ આપણે આગળ નથી વધ્યા. તો સવાલ એ પણ થાય કે શું ભારતની આર્થિક હાલત જાપાન જેવી જ છે? ભારતનો મિડલ ક્લાસ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખી શકતો નથી મોંઘવારી, જરૂરિયાતો વધી ગયા છે ને તેની સામે આવક યથાવત છે. મહિનાની 20-22 તારીખ આવે ત્યાં તો ખાતું ખાલી થઈ ગયું હોય. 30-31 તારીખ તો માંડ માંડ આવે છે. આ હકીકતને ઢાંકી શકાય નહીં. બેન્ક એકાઉન્ટમાં મિનિમમ એક હજાર રૂપિયા રાખવા પડે. ખાનગી બેન્ક હોય તો આ મિનિમમ એમાઉન્ટ 10થી 25 હજારની છે. પણ આજની પરિસ્થિતિએ મહિનાના અંતમાં પછાત વર્ગ કે મીડલ ક્લાસના ખાતામાં 500 રૂપિયા ય હોતા નથી. 29 જુલાઈ 2024એ સરકારે લોકસભામાં એક રિપોર્ટ સજૂ કર્યો હતો કે, 2023-2024 દરમિયાન દેશની 11 પબ્લિક સેક્ટર બેન્કોએ ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં રાખનારા ગ્રાહકો પાસેથી કુલ 2330 કરોડની પેનલ્ટી વસુલી હતી. શહેરના લોકોની ખરીદી કરવાની ક્ષમતા ઘટી, ટેક કંપનીઓમાં છટણી વધી 24 એપ્રિલે રોઈટર્સે સમાચાર છાપ્યા હતા. તેમાં કહેવાયું છે કે ભારતમાં કન્ઝ્યુમર પ્રોડક્ટ બનાવનારી ટોપ કંપનીઓ હિન્દુસ્તાન યુનિલીવર અને નેસ્લે ઈન્ડિયાનો 2024ના છેલ્લા ત્રણ મહિનામાં નફો ઘટ્યો છે. કારણ છે, વધારે પડતો ખર્ચ અને શહેરી ડિમાન્ડમાં ઘટ. શહેરોમાં લોકોની ખરીદી કરવાની ક્ષમતા પર બહુ મોટી અસર થઈ છે. ઈન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ છે કે એપ્રિલ 2025માં જ ભારતની ટેક કંપનીઓએ 23 હજાર લોકોને નોકરીમાંથઈ કાઢ્યા છે. અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિર્ટીમાં ગયેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે 2030 સુધીમાં ભારત 2 કરોડ 30 લાખ ગીગ વર્કર્સ પેદા કરશે. જે અત્યારે 70 લાખ આસપાસ છે. એટલે હોમ ડિલિવરી કે છુટક કામમાં રોજગારીની તકો વધશે. ગીગ વર્કર્સની કમાણી બહુ ઓછી હોય છે અને સોશિયલ સિક્યોરિટી જેવું કાંઈ હોતું નથી. નિર્મલા સીતારમણના સ્ટેટમેન્ટ પર હોટમેલના સંસ્થાપક સબીર ભાટિયાએ ટ્વિટ કરીને લખ્યું કે, મેં સ્ટેનફોર્ડમાં નિર્મલા સીતારમણની સ્પીચ સાંભળી. તે ભારતમાં ગીગ વર્કર્સને મોટાપાયે વધારવા માગે છે. નોકરીના સર્જન માટે સવા બે કરોડ લોકોને ગીગ ઈકોનોમીમાં લગાવવા માગે છે. હું આદરપૂર્વક કહેવા માગીશ કે લોન્ગટર્મ સ્ટ્રેટેજી માટે આ ઉપાય વાજબી નથી. ભારતને સ્થિર અને સ્કીલ નોકરીની જરૂર છે. એક તરફ આપણે કોડિંગના એન્જિનિયરોની ફોજ તૈયાર કરીએ છીએ અને બીજી તરફ AI ખૂબ ઝડપથી કોડિંગને ખતમ કરી રહ્યું છે. ચાર વર્ષ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરીને સ્ટુડન્ટ બહાર આવે ને કંપનીમાં કામે લાગે, પછી તેને જે પહેલો પગાર મળે છે તે વર્ષોથી વધ્યો નથી. IMFનો ચાર્ટ ઘણું કહી જાય છે IMFનું 2024નું ચાર્ટ છે. તેમાં જોશો તો ખ્યાલ આવશે કે કુલ જીડીપીમાં બે આંકડામાં બે જ દેશ છે. બાકીના દેશ 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીથી નીચે છે. ટોપ-10 દેશોની ઈકોનોમી બાકીના 8 દેશ 5 ટ્રિલિયન ડોલરથી ઓછી અર્થવ્યવસ્થા છે. આ 8 દેશનોની જીડીપીનો ટોટલ કરો તો ય તેનાથી વધારે અર્થવ્યવસ્થા અમેરિકાની છે. છેલ્લે, આ બધી નકરી આંકડાબાજી છે. જ્યારે આપણા બેન્ક બલેન્સમાં વધારો થાય ત્યારે જ આપણા માટે કામનું છે. જોવાનું એ છે કે હવેના નજીકના ભવિષ્યમાં આપણી ઈકોનોમી કેટલી મજબૂત થશે? અને ન કરે નારાયણ ને યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ તો સૌથી મોટું નુકસાન અર્થતંત્રને થવાનું છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow