'પાકિસ્તાન હાફિઝ સઈદ-મસૂદ અઝહર ભારતને સોંપે':રાજનાથ સિંહે કહ્યું- 'PAK નસીબવાળું છે, જો નેવી એક્શનમાં આવી હોત તો તેના ચાર ટુકડા થઈ જાત'

કોંગ્રેસનેતા અને ભૂતપૂર્વ વિદેશમંત્રી સલમાન ખુર્શીદે ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાના નિર્ણયની પ્રશંસા કરી. ગુરુવારે તેમણે કહ્યું હતું, 'કાશ્મીરમાં કલમ 370 એક મોટી સમસ્યા હતી. એનાથી એવી છાપ ઊભી થઈ કે કાશ્મીર દેશના બાકીના ભાગથી અલગ છે. આ સરકારની વિચારસરણીમાં પણ પ્રતિબિંબિત થયું.' તેમણે કહ્યું, '2019માં કલમ 370 દૂર થયા પછી આ છાપ સમાપ્ત થઈ ગઈ. આ પછી ચૂંટણીઓ થઈ અને 65% લોકોએ મતદાન કર્યું. હવે કાશ્મીરમાં ચૂંટાયેલી સરકાર છે. એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકો કાશ્મીરમાં કલમ 370 ફરીથી સ્થાપિત કરવા માગે છે. તેઓ કાશ્મીરમાં સમૃદ્ધિ જોવા માગતા નથી.' રક્ષામંત્રી રાજનાથ સિંહે નેવી જવાનોને સંબોધતાં કહ્યું હતું કે પાકિસ્તાન નસીબવાળું છે કે તેને આપણી નેવીનાં પરાક્રમ ન જોવા પડ્યા. ઓપરેશન સિંદૂર દરમિયાન જો નેવી એક્શનમાં આવી હોત તો પાકિસ્તાનના ચાર ટુકડા થઈ ગયા હોત. જો પાકિસ્તાન ભારત સાથે વાત કરવા ગંભીર હોય તો તેણે હાફિઝ શહીદ અને મસૂદ અઝહર જેવા આતંકવાદીને ભારતને સોંપવા જોઈએ. બીજી તરફ, કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે 'ઓપરેશન સિંદૂર' પર કોલંબિયા સરકારના પ્રતિભાવની ટીકા કરી. તેમણે કોલંબિયાના બોગોટામાં કહ્યું, 'ભારત સાથે સહાનુભૂતિ રાખવાને બદલે કોલંબિયા સરકારે ઓપરેશન સિંદૂરને કારણે પાકિસ્તાનમાં થયેલા જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું. ભારત આનાથી નિરાશ છે.' કોંગ્રેસના સાંસદે કહ્યું, 'ભારતે સ્વબચાવમાં હુમલો કર્યો. હુમલો કરનારા અને બચાવ કરનારા વચ્ચે ફરક છે. જેમ કોલંબિયાએ ઘણા આતંકવાદી હુમલાઓનો સામનો કર્યો છે, એવી જ રીતે ભારતમાં આપણે પણ લગભગ ચાર દાયકાથી હુમલાઓનો સામનો કરી રહ્યા છીએ.' શશિ થરૂર અને સલમાન ખુર્શીદ ભારતીય પ્રતિનિધિમંડળનો ભાગ છે, જે ઓપરેશન સિંદૂર પર વિશ્વને માહિતી આપવા ગયા હતા. ભારત-પાકિસ્તાન વિવાદ અને ઓપરેશન સિંદૂર સંબંધિત અપડેટ્સ વાંચવા માટે, નીચેનો બ્લોગ વાંચો...

Jun 1, 2025 - 02:44
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow