બાળકોમાં સ્ક્રીન એડિક્શન ડિજિટલ યુગનો મોટો પડકાર:ધીરજ રાખો અને બાળક સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવી તેને સ્ક્રીનથી દૂર કરો, જાણો 11 કારગર ઉપાયો

પ્રશ્ન- હું દિલ્હીથી છું. મારે એક 3 વર્ષનો અને બીજો 10 વર્ષનો દીકરો છે. મોટા દીકરાને ઓનલાઇન ગેમ રમવાની લત લાગી ગઈ છે. તે સ્કૂલેથી પાછો આવતાની સાથે જ પોતાના મોબાઇલમાં વ્યસ્ત થઈ જાય છે. જ્યારે નાનો દીકરો મોબાઇલ જોયા વિના જમતો નથી. મોબાઇલ ન મળે તો બંને ટીવી જોવા લાગે છે. તેની અસર તેમના ભણવામાં, વ્યવહાર અને સ્વાસ્થ્ય પર દેખાઈ રહી છે. મેં બંને બાળકોનો સ્ક્રીન ટાઇમ ઓછો કરવાની ખૂબ કોશિશ કરી પણ એવું થઈ રહ્યું નથી. હું શું કરું? નિષ્ણાતઃ ડૉ. સત્યકાંત ત્રિવેદી, સિનિયર સાઇકિયાટ્રિસ્ટ, ભોપાલ જવાબ- તમારી ચિંતા બિલકુલ વાજબી છે. આજના ડિજિટલ યુગમાં બાળકોનો વધતો સ્ક્રીન ટાઇમ એક ગંભીર સમસ્યા બની ગઈ છે, જે તેમના અભ્યાસ, વર્તન અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી રહી છે. જોકે, આ ટેવ માટે ક્યાંક ને ક્યાંક આપણે માતા-પિતા જવાબદાર છીએ કારણ કે આપણે જ આપણા બાળકોને સૌથી પહેલા ગેજેટ્સનો પરિચય કરાવીએ છીએ. ઘણીવાર એવું જોવા મળે છે કે, નાના બાળકોને શાંત કે વ્યસ્ત રાખવા માટે, માતા-પિતા શરૂઆતથી જ તેમને મોબાઈલ કે ટીવીની ટેવ પાડી દે છે. ધીમે ધીમે આ ટેવ એક વ્યસનમાં ફેરવાઈ જાય છે, જે પછી છૂટકારો મેળવવો ખૂબ મુશ્કેલ બની જાય છે. આ સમસ્યા ફક્ત તમારા ઘર પૂરતી મર્યાદિત નથી. તાજેતરમાં, એક સ્માર્ટ પેરેન્ટિંગ સોલ્યુશન્સ કંપની 'બાટૂ ટેકનોલોજી'ના એક અહેવાલમાં જણાવાયું છે કે, 95% ભારતીય માતા-પિતા તેમના બાળકોના સ્ક્રીનની લત વિશે ચિંતિત છે. જોકે, ગભરાવાની કોઈ જરૂર નથી. થોડી સમજણ અને યોગ્ય આયોજનથી બાળકોનો સ્ક્રીન ટાઇમ ધીમે ધીમે ઘટાડી શકાય છે. આ માટે, સૌ પ્રથમ તમારી જાતને આ 5 જરૂરી પ્રશ્નો પૂછો- આ પ્રશ્નો પૂછવાનો હેતુ પોતાની ટેવો અને ભૂમિકાને ઓળખવાનો છે. જ્યારે તમે તમારી જવાબદારી સમજશો, ત્યારે જ તમે આ સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવી શકશો. સ્ક્રીન ટાઇમ બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે બાળકોનો સ્ક્રીન ટાઇમ ઘટાડવાના ઉપાયો જાણતા પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે, તેની તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર શું અસર પડે છે. જ્યાં સુધી તેનાથી થતા વાસ્તવિક નુકસાનને સમજશો નહીં, ત્યાં સુધી ઉકેલ તરફ ગંભીર પગલાં લેવાનું મુશ્કેલ બનશે. તાજેતરમાં મેં નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલો એક અભ્યાસ જોયો. આ મુજબ, વધુ પડતો સ્ક્રીન ટાઇમ બાળકોના સામાજિક અને ભાવનાત્મક વિકાસમાં અવરોધ ઉભો કરી શકે છે. તેનાથી મેદસ્વિતા, અનિદ્રા, હતાશા (ડિપ્રેશન) અને ચિંતા (એગ્ઝાઇટી) જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવા બાળકો ઘણીવાર ગુસ્સાવાળા અને હઠીલા બની જાય છે. અમેરિકા સ્થિત માનસિક સ્વાસ્થ્ય સંશોધન સંસ્થા 'સેપિયન લેબ્સ'ના એક સર્વે અનુસાર, જે બાળકોને નાની ઉંમરે સ્માર્ટફોન આપવામાં આવે છે, તેમનામાં નાની ઉંમરે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી જાય છે. એટલું જ નહીં, વધુ પડતો સ્ક્રીન ટાઇમ બાળકોના મગજમાં ડોપામાઇન નામના ન્યૂરોટ્રાન્સમીટરનું લેવલ વધારી શકે છે. તેનાથી તેમને ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા થાય છે. ધીમે ધીમે, આ ટેવ તેમની યાદશક્તિને અસર કરવા લાગે છે અને તેની સીધી અસર તેમના અભ્યાસ પર પડે છે. આ રીતે, સ્ક્રીન ટાઇમ બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે. બાળકોનો સ્ક્રીન ટાઇમ ઘટાડવાની રીતો જો બાળકોનો સ્ક્રીન ટાઇમ ઘટાડવાની વાત કરીએ, તો માતા-પિતા માટે આ એક મોટો પડકાર છે પરંતુ યોગ્ય વ્યૂહરચના અને થોડી ધીરજ સાથે, તે સંપૂર્ણપણે મેનેજ કરી શકાય છે. બસ, આપણે તેની શરૂઆત આપણાથી જ કરવી પડશે. જો તમે પોતે હંમેશા મોબાઈલમાં મશગુલ રહેશો, તો તમારું બાળક પણ એ જ શીખશે. તેથી, સૌ પ્રથમ તમારી ટેવ પર કામ કરો. જો આપણે બાળક વિશે વાત કરીએ, તો તે પહેલાથી જ મોબાઇલ ફોનનો વ્યસની છે અને તરત જ તેનાથી છૂટકારો મેળવશે નહીં. આ માટે ધીમે ધીમે એક સિસ્ટમ બનાવવી પડશે. ઉદાહરણ તરીકે, દિવસભર સ્ક્રીન માટે એક થી બે કલાકનો નિશ્ચિત સમય રાખો. આ સમય દરમિયાન તે ફોન પર કેવા પ્રકારનું કન્ટેન્ટ જોઈ રહ્યો છે, તેના પર પણ નજર રાખો. મોટા દીકરાને સમજાવો કે, વધુ પડતો સ્ક્રીન ટાઇમ તેની આંખો, ઊંઘ, અભ્યાસ અને મગજ પર કેવી અસર કરી શકે છે. પણ તેને ડરાવવાને બદલે, આત્મવિશ્વાસથી વાત કરો. તેને એ પણ કહો કે જીવનમાં મોબાઈલ સિવાય પણ ઘણી રસપ્રદ બાબતો છે. તેને પરિવાર સાથે સમય વિતાવવા માટે પ્રોત્સાહિત કરો. સૌથી મહત્વની વાત એ છે કે, આ પરિવર્તનમાં સમય લાગશે. આ માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે, પણ જો તમે પ્રયાસ કરતા રહેશો તો વિશ્વાસ કરો, પરિવર્તન ચોક્કસ આવશે. આ સિવાય, કેટલીક બીજી બાબતો પણ ધ્યાનમાં રાખો. પેરેન્ટિંગમાં આ સામાન્ય ભૂલો ન કરો અંતમાં હું કહીશ કે, જો તમે તમારા બાળકનો સ્ક્રીન ટાઇમ ઓછો કરવા માંગતા હો, તો પહેલા તમારો પોતાનો સ્ક્રીન ટાઇમ ઓછો કરો. જ્યારે તમે તેની સાથે સમય વિતાવશો, ત્યારે તે આપમેળે મોબાઇલથી અંતર રાખવાનું શરૂ કરશે.

Jun 1, 2025 - 02:37
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow