નોનવેજ કરતાં વેજ ફૂડ વધારે હેલ્ધી!:માંસાહારથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધે છે, જાણો ડાયટમાં કઈ વસ્તુ લેવી અને કઈ ટાળવી
બ્રેસ્ટ કેન્સર (સ્તન કેન્સર)એ મહિલાઓને થતાં કેન્સરમાં સૌથી સામાન્ય કેન્સર છે. 'નેચર મેડિસિન' જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, વર્ષ 2022માં વિશ્વભરમાં બ્રેસ્ટ કેન્સરના લગભગ 23 લાખ નવા કેસ નોંધાયા હતા. જ્યારે લગભગ 6.7 લાખ મહિલાઓના તેના કારણે મૃત્યુ થયાં હતાં. તાજેતરમાં બ્રેસ્ટ કેન્સર અંગે એક નવો અભ્યાસ બહાર આવ્યો છે. તે મુજબ, હેલ્ધી અને પ્લાન્ટ બેઝ્ડ ડાયટ (શાકાહાર) બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. ખાસ કરીને એવી મહિલાઓમાં, જેમના પીરિયડ બંધ થઈ ગયા હોય. આ અભ્યાસ એપ્રિલ 2025માં 'જર્નલ ઓફ હેલ્થ પોપ્યુલેશન એન્ડ ન્યૂટ્રિશન'માં પ્રકાશિત થયો છે, જે ઈરાનની કેટલીક મહિલાઓ પર કરવામાં આવ્યો છે. તો ચાલો આજે 'ફિઝિકલ હેલ્થ' કોલમમાં આપણે શાકાહાર અને બ્રેસ્ટ કેન્સર વચ્ચેના કનેક્શનને સમજીશું. સાથે એ પણ જાણીશું કે- શાકાહાર અને બ્રેસ્ટ કેન્સર વચ્ચેનો સંબંધ વૈજ્ઞાનિકો શાકાહાર અને બ્રેસ્ટ કેન્સર વચ્ચેના કનેક્શન પર સતત સંશોધન કરી રહ્યા છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે, જે સ્ત્રીઓ ફળો, શાકભાજી, અનાજ, કઠોળ, ડ્રાયફ્રૂટ-નટ્સ અને બીજ જેવા છોડ આધારિત (પ્લાન્ટ બેઝ્ડ) ખોરાક લે છે, તેમને માંસાહારી મહિલાઓ કરતાં સ્તન કેન્સરનું જોખમ ઓછું હોય છે. આ સંભવિત રક્ષણાત્મક અસર શાકાહારી ભોજનમાં હાજર ચોક્કસ પોષક તત્વો અને બાયોએક્ટિવ સંયોજનોના મિશ્રણથી પરિણમી શકે છે. પ્લાન્ટ બેસ્ડ ફૂડ્સમાં સારી માત્રામાં ફાઇબર, એન્ટીઑકિસડન્ટ અને ફાયટોકેમિકલ્સ હોય છે. આ જરૂરી પોષક તત્વો કેન્સર સામે રક્ષણ આપવામાં મદદરૂપ થાય છે. તેમાં DNAને નુકસાન થતું અટકાવવા, ઈમ્ફ્લેમેશન ઘટાડવા અને કેન્સરના કોષોના વિકાસને અટકાવવાનો સમાવેશ થાય છે. એકંદરે, શાકાહારી ડાયટ બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે પરંતુ એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, કેન્સર માત્ર ડાયટ સાથે જોડાયેલી બીમારી નથી. તેમાં આનુવંશિક (જેનેટિક) કારણો, જીવનશૈલી અને પર્યાવરણ પણ મોટી ભૂમિકા ભજવે છે. આ વિશે અભ્યાસ શું કહે છે? બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ફાઉન્ડેશન (BCRF) એ વાત પર સંમત થાય છે કે, ડાયટમાં ફળો, લીલા શાકભાજી, આખા અનાજ અને ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓછું થાય છે. અમેરિકન એસોસિએશન ફોર કેન્સર રિસર્ચ (AACR) જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે, હેલ્ધી અને શાકાહારી ભોજન બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. ખાસ કરીને ઝડપથી વધતા ટ્યૂમર (ગાંઠ)નું જોખમ ઘટાડે છે. વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડ (WCRF) અનુસાર, શાકાહારી ડાયટ અપનાવવાથી કોઈપણ પ્રકારના કેન્સરનું જોખમ લગભગ 14% સુધી ઘટી શકે છે. શાકાહારી ભોજનમાં કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે શાકાહારી ભોજનમાં કેટલાક ખાસ પોષક તત્વો જોવા મળે છે, જે કેન્સર સામે લડવામાં મદદ કરી શકે છે. જેમ કે- ફાઇબર: તે પેટને સાફ રાખવામાં અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. ઉપરાંત તે એસ્ટ્રોજન હોર્મોનને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે સ્તન કેન્સર સાથે જોડાયેલું હોઈ શકે છે. એન્ટીઑકિસડન્ટ્સ: આ મુખ્યત્વે છોડમાંથી મળતા કુદરતી સંયોજનો હોય છે, જે શરીરના કોષોને ફ્રી રેડિકલથી થતાં નુકસાનથી બચાવે છે. તેનાથી કેન્સરનું જોખમ ઓછું થઈ શકે છે. ફાયટોકેમિકલ્સ: આ છોડમાં જોવા મળતા સક્રિય સંયોજનો (એક્ટિવ કમ્પાઉન્ડ) છે, જેમાં કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે. આ શરીરમાં કેન્સરના કોષોના વિકાસને રોકવામાં અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. ઓછી ચરબી: શાકાહારી ભોજનમાં સામાન્ય રીતે સંતૃપ્ત ચરબી (સેચ્યુરેટેડ ફેટ) ઓછી હોય છે. વધુ ચરબીવાળા ખોરાકની તુલનામાં, તે શરીરમાં સોજો અને હોર્મોનલ અસંતુલન ઘટાડીને કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. માંસમાં કાર્સિનજેનિક પદાર્થો હોય છે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર, પ્રોસેસ્ડ અને લાલ માંસમાં કાર્સિનજેનિક તત્વો હોઈ શકે છે. આ ઉપરાંત, માંસનું પ્રમાણ અને તેને રાંધવાની રીત પણ કેન્સરનું જોખમ વધારી શકે છે. જ્યારે માંસને વધુ માત્રામાં અને ઊંચા તાપમાને રાંધવામાં આવે છે, ત્યારે તેમાં ખતરનાક તત્વો બનવાની શક્યતા વધી જાય છે. વધુમાં, માંસાહારી ખોરાકમાં કુદરતી રીતે બનતા કેટલાક તત્વો કેન્સરના જોખમ સાથે પણ સંકળાયેલા હોઈ શકે છે. જેમ કે- પ્રોસેસ્ડ મીટ: તેમાં નાઈટ્રેટ, નાઈટ્રાઈટ અને એન-નાઈટ્રોસો જેવા કેટલાક તત્વો હોય છે, જે શરીરમાં પ્રવેશવાથી કેન્સરનું કારણ બની શકે છે. લાલ માંસ: બીફ, ડુક્કરનું માંસ (પોર્ક) જેવા લાલ માંસને વધુ તાપ પર રાંધવાથી કેટલાક તત્વો ઉત્પન્ન થઈ શકે છે, જે કેન્સરનું જોખમ વધારી શકે છે. વધુ ચરબી: માંસાહારી ભોજનમાં ઘણીવાર વધુ માત્રામાં ચરબી હોય છે, જે હોર્મોનલ સંતુલનને અસર કરે છે અને શરીરમાં ઇમ્ફ્લેમેશન વધારે છે. આ બંને પરિબળો કેન્સરનું જોખમ વધારે છે. IGF-1: આ એક હોર્મોન છે, જેની માત્રા માંસાહારી ભોજનથી વધી શકે છે. આ હોર્મોન કેન્સરના કોષોના વિકાસમાં મદદ કરી શકે છે. શાકાહારી ડાયટથી સ્તન કેન્સરનું જોખમ ઘટાડો ઑન્કૉલૉજિસ્ટ ડૉ. સુમિત પુરોહિત કહે છે કે, તમારી ડાયટમાં કેટલાક શાકાહારી ભોજનનો સમાવેશ કરીને બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ- જીવનશૈલીમાં પણ ફેરફાર જરૂરી છે બ્રેસ્ટ કેન્સર એ સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે એક ગંભીર પડકાર છે. જોકે, તમારી જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને આ જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. તેમાં સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો, નિયમિત કસરત કરવી, વજન નિયંત્રણમાં રાખવું, પૂરતી ઊંઘ લેવી અને તણાવનું સંચાલન કરવું સામેલ છે. આ ફેરફારો ન માત્ર બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડે છે, પરંતુ એકંદર સ્વાસ્થ્ય પણ જાળવી રાખે છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ- શાકાહાર અને બ્રેસ્ટ કેન્સર સંબંધિત કેટલાક સામાન્ય પ્રશ્નો અને જવાબો પ્રશ્ન- ફક્ત શાકાહારી ભોજનથી બ્રેસ્ટ કેન્સર સંપૂર્ણપણે મટી શકે છે? જવાબ: ડૉ. સુમિત પુરોહિત કહે છે કે, ના, શાકાહારી ભોજન બ્રેસ્ટ કેન્સરની સારવાર નથી. તે ફક્ત બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. પ્રશ્ન- શું શાકાહારી ભોજન ખાવાથી

What's Your Reaction?






