કતારગામના અધિકારીનું તાનાશાહીભર્યું વર્તન, વીડિયો વાઈરલ:દબાણ કામગીરી દરમિયાન લઈ ગયેલા વાસણ લોકોએ પરત માંગતા કહ્યું- નહી મળે કોર્ટમાં જાવ અથવા પોલીસ ફરિયાદ કરો

સુરતના કતારગામ વિસ્તારની લંકા વિજય હનુમાન મંદિર પાછળ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન અધિકારીઓએ વસવાટ કરતા લોકોનો ઘરવખરીનો સામાન ઉપાડી પોતે જ ઝોન ઓફિસે ખસેડી દીધો. જોકે, હવે જ્યારે દબાણગ્રસ્ત નાગરિકો પોતાનો સામાન પાછો માંગવા ગયા તો અધિકારીએ એવો જવાબ આપ્યો કે, “અમારા સાહેબે કહ્યું છે કે નહિ આપવો. કોર્ટમાં જાવ, પોલીસમાં જાવ!” આ દરમિયાન પોતાનો સામાન લેવા કાયદેસર રીતે આવેલા લોકોને પણ જાણે હડધૂત કરતા હોય તે પ્રકારનો વાઈરલ વીડિયો સામે આવ્યો છે. અમને અમારો સામાન આપી દો આ વીડિયોમાં લોકોએ પોતાના સામાન માટે આજીજી કરી કે, તેમના જમવાના ઉપયોગમાં લેવાતા જે વાસણો છે તે લઈને આવ્યા છે તે પરત આપી દો... તો કતારગામના આસિસ્ટન્ટ એન્જિનિયર દીપક પાટીલે સ્પષ્ટ જવાબ આપ્યો કે, તમને અંદર આવા કોણે દીધા...? તમે જઈને અમારા અધિકારીને મળો. મને અધિકારીએ સ્પષ્ટ કહ્યું છે કે, તમને સામાન આપવાનો નથી. અમારી સામે કોર્ટમાં જાવ અને પોલીસ ફરિયાદ કરો લોકો છતાં પણ તેમને આજીજી કરી કે, અમને અમારા સામાન આપી દો અમને તમારા સાહેબ મળતા નથી... તો દીપક પાટીલે જવાબ આપ્યો કે, અમારા સાહેબ તમને મળતા નથી તો એમાં હું શું કરી શકું.. હવે આ સામાન હું તમને પાછો આપવાનો નથી તમારે કોર્ટમાં જાઓ અમારી સામે કેસ કરો અને પોલીસ ફરિયાદ કરો તમને યોગ્ય લાગે તે કરો પણ અમે હવે સામાન આપવાના નથી. જોકે, આ જ ઝોન ઓફિસમાં NGO દ્વારા સામાન ચોરાઈ જવાની ફરિયાદને લઈને કાર્યપાલક એન્જિનિયર કામિની દોશીને પણ ફરિયાદ કરી છે. હજુ સુધી NGOને પણ સામાન પરત આપવામાં આવ્યો નથી. આ પણ વાંચો: ગરીબ વિદ્યાર્થીઓ ફરી ભણ્યા વગરના રહેશે...:સુરતમાં ડિમોલિશન સમયે ઝૂંપડપટ્ટીનાં બાળકોને શિક્ષણ આપતી NGOએ ખરીદેલી રૂ. 1 લાખની સ્ટેશનરી ગાયબ, અધિકારીઓની એકબીજાને ખો નિયમ મુજબ સામાન આપી દેવાનો હોય છે કતારગામના ઝોનલ ચીફ ગજેન્દ્ર ચૌહાણ એ જણાવ્યું કે, જ્યારે પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે ત્યાંથી જે પણ સામાન લાવવામાં આવતો હોય છે, તે ઝોન ઓફિસ પર લઈ આવ્યા બાદ નિયમ મુજબ જે-તે વ્યક્તિનો સામાન પરત કરી દેવામાં આવતો હોય છે. કોઈ અધિકારીએ આ પ્રકારે સામાન લેવા આવનાર વ્યક્તિ સાથે વર્તન કર્યું હોય તો તે યોગ્ય નથી. હું અત્યારે સૂચના આપું છું કે, જે-તે વ્યક્તિનો સામાન લાવવામાં આવ્યો હોય તેને પરત કરવામાં આવે. આ બાબતે હું અમારા કાર્યપાલક એન્જિનિયર કામિની દોશી અને અન્ય અધિકારીઓને પણ કહી દઉં છું.

Jun 1, 2025 - 02:41
Jun 1, 2025 - 07:54
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow