30 હજાર કરોડના ડખ્ખા વચ્ચે કરિશ્માની બંને બાળકો સાથે દિલ્હીયાત્રા!:પૂર્વ પતિ સંજય કપૂરના પ્રોપર્ટી વિવાદમાં નવો વળાંક, જાણો શું છે સમગ્ર મામલો
કરિશ્મા કપૂર તેના પૂર્વ પતિ સંજય કપૂરના મૃત્યુ પછીથી હેડલાઇન્સમાં છે. એક્ટ્રેસ સમાચારમાં છે કારણ કે તેના સ્વર્ગસ્થ પૂર્વ પતિની 30 હજાર કરોડ રૂપિયાની સંપત્તિને લઈને પરિવારમાં વિવાદ ચાલી રહ્યો છે. એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના બાળકો સાથે દિલ્હી એરપોર્ટ પર જોવા મળી રહી છે. કરિશ્માની દિલ્હી યાત્રા એવા સમયે આવી છે જ્યારે પૂર્વ પતિ સંજય કપૂરની અઢળક સંપત્તિ પર કાનૂની વિવાદ વધી રહ્યો છે. 'કરિશ્મા બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત છે' તાજેતરમાં, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે- કરિશ્મા કપૂરે પણ સંજયની મિલકતમાં હિસ્સો માંગ્યો છે, પરંતુ આ દાવો પાયાવિહોણો સાબિત થયો. સંજય કપૂરના પરિવારના એક નજીકના મિત્રએ 'ETimes' ને જણાવ્યું હતું કે- કરિશ્માએ ન તો આવો કોઈ દાવો કર્યો છે અને ન તો તે સંજય કપૂરની મિલકતમાં હિસ્સો ઇચ્છે છે. તે ફક્ત બાળકોના ભવિષ્યની ચિંતા કરે છે અને ઇચ્છે છે કે તેમનું ભવિષ્ય સુરક્ષિત રહે. 12 જૂને સંજય કપૂરના અવસાન બાદ પ્રોપર્ટી વિવાદ જન્મ્યો 12 જૂને ઈંગ્લેન્ડમાં પોલો રમતી વખતે સંજય કપૂરનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. રમતી વખતે સંજયે મધમાખી ગળી લીધી, જેના કારણે તેનો શ્વાસ બંધ થઈ ગયો અને તેનેહાર્ટ એટેક આવ્યો. સંજયના મૃત્યુ પછી, તેની 30 હજાર કરોડની મિલકતનો વિવાદ શરૂ થયો. તાજેતરમાં સંજય કપૂરની માતા રાની કપૂરે ગંભીર આરોપો લગાવ્યા ત્યારે આ વિવાદ વધુ વધ્યો. સંજય કપૂરની માતાએ ગંભીર આરોપ લગાવ્યા રાની કપૂરે દાવો કર્યો હતો કે- કેટલાક લોકો તેમની કૌટુંબિક મિલકત અને વસિયતનામા હડપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે- તેમને કેટલાક દસ્તાવેજો પર સહી કરવા દબાણ કરવામાં આવ્યું હતું અને કંપનીમાં મહત્વપૂર્ણ નિર્ણયોથી દૂર રાખવામાં આવી રહ્યા છે. સંજય કપૂરની માતાએ પણ તેમના મૃત્યુના સંજોગો પર શંકા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તે કુદરતી મૃત્યુ નથી. તે જ સમયે, કરિશ્માએ સંજયની મિલકતમાં હિસ્સો માંગવાના દાવાઓ પ્રકાશમાં આવ્યા હતા, પરંતુ સંજયના પરિવારે તેમને પાયાવિહોણા ગણાવ્યા હતા. ત્રીજી પત્ની નક્કી કરશે કે હિસ્સો કોને અને કેટલો મળશે? પ્રિયા કપૂર (સંજયની ત્રીજી પત્ની) નક્કી કરશે કે મિલકત કેવી રીતે અને કયા આધારે વહેંચવામાં આવશે. નિયમો મુજબ, કરિશ્મા કપૂરના બાળકોનો મિલકતમાં અધિકાર છે. સોના કોમસ્ટાર ગ્રુપના દેશ અને દુનિયામાં 13 પ્લાન્ટ છે. આમાંથી છ પ્લાન્ટ ગુરુગ્રામમાં છે. તેમના પિતા ડૉ. સુરેન્દ્ર કપૂરના મૃત્યુ પછી, સંજય કપૂરે ગ્રુપનો ઝડપથી વિસ્તાર કર્યો. સંજય કપૂર ભારતીય ઉદ્યોગ સંઘના ઉત્તર ઝોનના અધ્યક્ષ હતા. તેઓ હરિયાણા કાઉન્સિલના અધ્યક્ષ પણ હતા. સંજય કરિશ્માના છૂટાછેડા કરિશ્માએ 2003માં સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેઓ 2016માં અલગ થઈ ગયા હતા. છૂટાછેડા પછી, કરિશ્માને બંને બાળકોની કસ્ટડી મળી. સંજયે કરિશ્માને ભરણપોષણમાં 70 કરોડ રૂપિયા, તેના પિતા માટે એક વૈભવી ઘર અને બાળકો માટે 14 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા. આ બોન્ડ દર મહિને 10 લાખ રૂપિયાનું વ્યાજ આપે છે.

What's Your Reaction?






