‘સમય રૈના: સ્ટીલ અલાઈવ એન્ડ અનફિલ્ટર્ડ’:'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' વિવાદ બાદ કોમેડિયને 'ઇન્ડિયા ટૂર'ની જાહેરાત કરી, જાણો અમદાવાદમાં શો છે કે નહીં
યૂટ્યુબર અને સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના માટે વર્ષ 2025ની શરૂઆત કંઈ ખાસ રહી નહોતી. કોમેડિયન સમય રૈનાના શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં માતા-પિતા વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ઘણો હોબાળો થયો હતો. અલગ-અલગ રાજ્યોમાં તેના વિરુદ્ધ FIR પણ નોંધાઈ હતી. 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' શો પરના વિવાદે કોમેડિયન સમય રૈનાના કરિયર પર બ્રેક લગાવી દીધી હતી પરંતુ હવે તે વાપસી કરી ચૂક્યો છે. તાજેતરમાં સમયે તેના નવા પ્રવાસની જાહેરાત કરી હતી. સમય રૈનાએ ‘ઇન્ડિયા ટૂર’ની જાહેરાત કરી 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' વિવાદ બાદ કોમેડિયનના ભારતમાં એક બાદ એક શો રદ્દ થવા લાગ્યા હતા. હવે વિવાદ થોડો ઠંડો પડ્યા સમય નવી સફરની શરૂઆત કરવા જઈ રહ્યો છે. ‘સમય રૈના: સ્ટીલ અલાઈવ એન્ડ અનફિલ્ટર્ડ’ નામથી કોમેડિયન એક ‘ઇન્ડિયા ટૂર’ પર નીકળી રહ્યો છે, જેની શરૂઆત 15 ઑગસ્ટ બેંગલુરુમાંથી થઈ રહી છે. ત્યારબાદ હૈદરાબાદ, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ અને પુણે જેવા શહેરોમાં તેના પરફોર્મન્સ યોજાશે. ટૂરનું છેલ્લો શો 5 ઑક્ટોબરે દિલ્હીમાં યોજાશે. ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદ શું હતો? સમય રૈના અને અન્ય કન્ટેન્ટ ક્રિએટર્સ પર ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શોમાં અશ્લીલતા ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેમાં યુટ્યુબર્સ અપૂર્વ માખીજા, આશિષ ચંચલાની, રણવીર અલ્લાહબાદિયા અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થતો હતો. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, શોમાં ખુલ્લેઆમ અશ્લીલ વાતો કહેવામાં આવી હતી, જે જાહેર પ્લેટફોર્મ પર ન થવી જોઈતી હતી. રણવીરના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે ગુસ્સો ભડકી ઉઠ્યો. મામલો એટલો વધી ગયો કે સમય રૈનાને ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થવું પડ્યું હતું.

What's Your Reaction?






