લોકોને મુશ્કેલી:વલભીપુરમાં જાહેર યુરિનલ તોડી પડાતા સુવિધા ઝુંટવાઇ
વલભીપુર નગરપાલિકા દ્વારા વર્ષો પહેલા શાકમાર્કેટમાં જાહેર યુનીરલ બનાવવામાં આવ્યું હતું ત્યાર બાદ સમયાંતરે તેનું સમારકામ પણ નગરપાલીકા દ્વારા કરવામાં આવતુ હતું . હવે જયારે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવું બિલ્ડીંગનું કામ તેના અંતિમ ચરણમાં છે અને આ યુરીનલ આરોગ્ય કેન્દ્રની હદ જગ્યામાં હોવાથી અને હાલ સરકારી આરોગ્ય કેન્દ્રનું નવીનીકરણ શરૂ હોય જેથી અડચણરૂપ યુરીનલ તોડી પાડવા માટે આ જગ્યા ખાલી કરવા માટે ગત તા.31/1/25નાં નોટીસ આપી હતી છતાં અત્યાર સુધી પાલીકાએ પગલા ન લીધા. જગ્યાની માલિકી બાબતે નગરપાલિકાના પ્રમુખ વિજયસિંહ ગોહિલને પૂછતા તેઓએ આ બાબતે જણાવ્યું હતું કે ટુંક સમયમાં શાક માર્કેટમાં નવું શૌચાલય બનાવી દેવામાં આવશે અને આ હાલ જે જગ્યાએ યુરીનલ હતું તે જગ્યા સરકારી હોસ્પિટલની હોય તેવી નોટિસ પણ નગરપાલિકાને મળેલ છે. તેને પાડી દેવાની પણ મંજૂરી પણ ઈન્ચાર્જ ચીફ ઓફિસરે આપેલ છે.શાકમાર્કેટમા શહેરીજનો તેમજ ગામડાઓમાંથી શાકભાજી ખરીદવા માટે આવતા લોકોને મુશ્કેલી પડશે. યુરિનલ જયારે બનાવ્યુ ત્યારે ગેરરીતિની ફરિયાદ ઉઠી હતી આ યુરિનલ જે તે સમયે પાલિકાના સતાધીશોને જગ્યા હોસ્પિટલની માલિકની હોવાનો ખ્યાલ હોવા છતાંય સરકારી દવાખાનાની જગ્યા મા ગેરકાયદેસર રીતે યુરીનલ ઉભુ કરી પાલીકાની તીજોરીને લાખ્ખોનો ધુમ્મો કરવા પાછળનો હેતુ શું હશે? જે સમયે આ યુરિનલ ( શૌચાલય ) બનાવેલ તે સમયે ગેરરીતિ પણ થઇ હોવાની ફરિયાદ ઉઠી હતી. કોઈ પગલાં લેવામા આવેલ ન હતા. તો આ બાબતે જવાબદાર અધિકારી દ્વારા તટસ્થ તપાસ કરાવીને યોગ્ય પગલાં લઈ જવાબદારો પાસેથી રિકવરી પણ કરાવવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે.

What's Your Reaction?






