ઓઢવમાં કન્સ્ટ્રક્શન લિફ્ટનો વાયર તૂટ્યો:બે મજૂરો 50 ફૂટ ઊંચે લટકી ગયા, ફાયરબ્રિગેડની ટીમે દોરડું નાખીને બંનેનો જીવ બચાવ્યો

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં મનમોહન પાર્ક પાસે કિંગ્સ સ્ટોન રેસીડેન્સી નામની નિર્માણાધીન બિલ્ડીંગમાં કન્સ્ટ્રક્શન લિફ્ટનો એક વાયર તૂટી જતા બે મજૂરો ફસાયા હતા. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા નિકોલ- ઓઢવ ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મજૂરો 50 ફૂટે લટકી રહ્યા હતા બંને મજૂરો એક તરફ 50 ફૂટે લટકી રહ્યા હતા. બંને મજૂરોનો જીવ અધ્ધર થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ધાબા ઉપરથી દોરડું નાખી અને બંનેને સહી સલામત નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. કિંગસ્ટોન રેસીડેન્સીમાં 6ઠ્ઠા માળે બે મજૂરો ફસાયા'તા નિકોલ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર સ્વરૂપદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ઓઢવ મનમોહન પાર્ક પાસે આવેલા કિંગસ્ટોન રેસીડેન્સીમાં બે મજૂરો ફસાયેલા હોવા અંગેની માહિતી મળી હતી. જેથી ફાયરબ્રિગેડની રેસ્ક્યુ ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. કલરકામની કામગીરી દરમિયાન વાયર તૂટ્યો ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા, ત્યારે કલર કામ કરવા માટેની કન્સ્ટ્રક્શન લિફ્ટ જેમાં કલરકામની કામગીરી થતી હોય તેમાં એક તરફનો વાયર તૂટી ગયો હતો. જેના કારણે બે લોકો એક તરફ લટકી ગયા હતા. 50 ફૂટથી વધુ ઊંચાઈ પર બંને મજૂરો લટકેલા હોવાથી ધાબા ઉપરથી નીચે દોરડું નાખીને બંને બેસી શકે તેવી રીતે દોરડાથી સહી સલામત નીચે ઉતાર્યા હતા. છઠ્ઠા માળ પરથી રેસ્ક્યુ કરતાં જીવ બચ્યો કિંગસ્ટન રેસીડેન્સી નામની નિર્માણાધીન બિલ્ડીંગમાં સાઇટ ઉપર બે મજૂરો સવારથી કામ કરી કરી રહ્યા હતા. 13થી 14 વાળની બિલ્ડીંગ છે ત્યારે છઠ્ઠા માળ પર અચાનક તેઓ કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાનમાં અચાનક જ એક તરફનો વાયર તૂટી ગયો હતો. જેથી બંને મજૂરો એક તરફ લટકી ગયા હતા. 50 ફૂટ ઊંચાઈ પર બંને યુવકો અંદાજે લટકી રહ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક પહોંચી અને તેમનો જીવ બચાવ્યો હતો.

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow