25 ગામ એસટી વિહોણા:3 તાલુકાને જોડતા નાગેશ્રી- ખાંભા રૂટ પર પુલ બંધ
રાજુલા, ખાંભા અને જાફરાબાદ તાલુકાને જોડતો નાગેશ્રી -ખાંભા રૂટ પર ભાવરડી અને સરાકડીયા પુલ ભારે વાહનો માટે તંત્રએ બંધ કરી દીધો છે. જેના કારણે 25 થીવધુ ગામના વિદ્યાર્થીઓ અને મુસાફરો પરેશાન થઈ રહ્યા છે.આ બંને પુલ રાજકોટ નેશનલ હાઈવે દ્વારા બંધ કરવામાં આવ્યાછે. રાજુલા, ખાંભા, જાફરાબાદ આમ ત્રણ તાલુકાના લોકો માટે ઉપયોગી રૂટ હતો. નાગેશ્રીથી ખાંભા રોડ ઉપરથી વાયા ડેડાણ, ત્રાકુડા, ચોત્રા, બારમણ, કંથારિયા, બારપટોળી બીજી તરફ ત્રાકુડાથી લોર, માણસા, એભલવડ, જીકાદરી, જાફરાબાદ, દુધાળા, વડેરા, કડીયાળી, ધોળાદ્રી સહિત ગામડાઓમાંથી એસટીઓ ખાંભા તરફથી આવન જાવન કરતી હતી. પરંતુ આ પુલ નેશનલ હાઇવેના કાર્યક્ષેત્રમાં હતા. ત્યારે રાજાશાહી વખતના ભાવરડી અને સરાકડીયા પુલ નેશનલ હાઈવે કચેરી કાર્યપાલક રાજકોટ અને સબ ડિવિઝન કોડીનાર દ્વારા બંધ કરવામાં આવ્યા છે. જેથી અમરેલી, જાફરાબાદ, રાજુલા ,ખાંભા, બારમણ, ખાંભા નાઈટ તથા નવી શરૂ થયેલી બગસરા મહુવા, ધારી મહુવા એસટી બસો ખાંભાથી વાયા આદસંગ, થોરડી, આગરીયા, રાજુલા તરફથી જઈ રહી છે. જેના કારણે 25 ગામડાઓના વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. તંત્રએ અહીં ડાયવર્ઝન કાઢ્યું જ નથી. ત્યારે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જે.વી.કાકડીયા અને એસટીના અધિકારીઓ ઉપરાંત નેશનલ હાઈવેના અધિકારીઓ ડાયવર્ઝન કાઢી એસટી બસો શરૂ કરાવે તેવી વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં માંગણી ઉઠી હતી.

What's Your Reaction?






