LD એન્જિ.ના વિદ્યાર્થીઓને 19 લાખ સુધીનું જોબ પેકેજ:અદાણી, TCS સહિતની કંપનીઓએ 1 હજારથી વધુ સ્ટુડન્ટને જોબ ઓફર કરી; મિકેનિકલ, કેમિકલ જેવી કોર બ્રાન્ચમાં 100% પ્લેસમેન્ટ

અત્યારે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને નોકરી ના મળતી હોવાની ચર્ચા છે.પરંતુ લોકોની માન્યતાને એલ.ડી એન્જિનિયરિંગ કોલેજના પ્લેસમેન્ટે ખોટી પાડી છે. કારણકે વર્ષ 2025ના પાસ આઉટ 1000 કરતા વધુ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને અદાણી, TCS સહિતની કંપનીઓએ મહિને 40 હજાર રૂપિયાથી લઇને 1.50 લાખ રૂપિયા સુધીની નોકરીની ઓફર કરી છે.વિદ્યાર્થીઓને અભ્યાસના છેલ્લા વર્ષમાં જ નોકરીની ઓફર મળી છે જેથી જેવો અભ્યાસ પૂરો થાય તરત જ વિદ્યાર્થીઓ નોકરી કરતા હશે. ઉલ્લેખનીય છે કે મિકેનિકલ, કેમિકલ, ઇન્સ્ટ્રુમેન્ટ,કંટ્રોલ જેવી કોર બ્રાન્ચમાં 100% પ્લેસમેન્ટ મળ્યું છે. મિકેનિકલ, કેમિકલ, ઇન્સ્ટ્રુમેન્ટ,કંટ્રોલ જેવી કોર બ્રાન્ચમાં 100 ટકા પ્લેસમેન્ટ પ્લેસમેન્ટના સંદર્ભમાં એક સામાન્ય માન્યતા છે કે માત્ર સોફ્ટવેર બ્રાન્ચમાં જ વધારે પ્લેસમેન્ટ થાય છે, પરંતુ એલડી કોલેજમાં છેલ્લા બે વર્ષથી કોર એન્જિનિયરિંગ બ્રાન્ચમાં પણ ખૂબ સારું પ્લેસમેન્ટ જોવા મળી રહ્યું છે.વર્ષ 2025માં મિકેનિકલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ અને ઇન્સ્ટ્રુમેન્ટ અને કંટ્રોલ એન્જિનિયરિંગ જેવી કોર બ્રાન્ચિસમાં 100 ટકા પ્લેસમેન્ટ નોંધાયું છે. એલડીમાં કોઈ એવી વિદ્યાશાખા નથી કે જેમાં 50-55 ટકાથી ઓછું પ્લેસમેન્ટ હોય. આ દર્શાવે છે કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ભવિષ્યમાં નોકરી મળવાની તકો પુષ્કળ છે, ખાસ કરીને જો તેમની પાસે જરૂરી કૌશલ્ય હોય. અદાણી, TCS, તત્વસોફ્ટ, ઇન્ફોચિપ, માઈક્રોન જેવી કંપની પ્લેસમેન્ટ આપે છે એલડી કોલેજમાં પ્લેસમેન્ટ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે સાતમા સેમેસ્ટરની શરૂઆતમાં જ શરૂ થઈ જાય છે. 2025માં પાસ થનારી બેચ માટેની પ્લેસમેન્ટ પ્રવૃત્તિઓ 2024ના જુલાઈથી શરૂ થઈ હતી. વિદ્યાર્થીઓ સાતમું સેમેસ્ટર કોલેજમાં ભણે છે અને આઠમા સેમેસ્ટર દરમિયાન ઇન્ટર્નશિપ કરે છે, ત્યારબાદ તેમનું પરિણામ જૂન-જુલાઈમાં આવે અને પછી તેઓ કંપનીમાં જોડાતા હોય છે. અદાણી ગ્રુપ છેલ્લા બે વર્ષથી એલડીમાંથી સૌથી વધુ પ્લેસમેન્ટ કરી રહ્યું છે, જેમાં 2025ની બેચમાં 98 વિદ્યાર્થીઓને અદાણી ગ્રુપમાં પ્લેસમેન્ટ મળ્યું છે. આ ઉપરાંત, ટીસીએસ, તત્વસોફ્ટ, ઇન્ફોચિપ અને માઈક્રોન જેવી અગ્રણી કંપનીઓ પણ એલડીના વિદ્યાર્થીઓની પસંદગી કરે છે. 5 લાખથી 19 લાખ સુધીના પેકેજની જોબ ઓફર એલ.ડી એન્જિનિયરિંગમાં વર્ષ 2025ની બેચમાં કેમ્પસમાં 156 કંપનીઓ આવી હતી.જેમણે 1939 વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી હતી.આ વિદ્યાર્થીઓને મિનિમમ 5 લાખ રૂપિયાના પેકેજથી લઈને 19 લાખ રૂપિયા સુધીના પેકેજની જોબ ઓફર કરવામાં આવી હતી.GNFC કંપની દ્વારા 13 વિદ્યાર્થીઓને સૌથી વધુ 19 લાખના પેકેજની જોબ ઓફર કરવામાં આવી હતી.જે બાદ માઇક્રોન કંપની દ્વારા 19 વિદ્યાર્થીઓને વાર્ષિક 13 લાખ રૂપિયાના પેકેજની જોબ ઓફર કરવામાં આવી છે. 7માં સેમમાં 7.50 લાખનું પેકેજ મળ્યું: જય વસોયા જય વસોયા નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે હું મૂળ સુરતનો રહેવાસી છું. અત્યારે હું એલ.ડી કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનયરિંગ કરી રહ્યો છું.અત્યારે મને 7માં સેમમાં 7.50 લાખનું પેકેજ મળ્યું છે. અમને ખબર જ હતી કે ફાઇનલ સેમમાં કંપની આવે છે તો અમે પહેલેથી તૈયારી ચાલુ રાખી હતી.આપણામાં જો સ્કિલ હશે તો કોઈ પણ આપણને રોજગારી માટે રોકી નહી શકે. એન્જિનિયરિંગમાં સ્કીલ હશે તો જોબ મળી જ જશે ઋતુવા કાનાણી નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે હું અત્યારે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું અને 7મું સેમેસ્ટર હજી શરૂ થયું છે.આ પ્લેસમેન્ટ સેલ તરફથી જ બધા અપ્લાય કરતા હોય એમાં જ મે એપ્લાય કરેલું હતું. પહેલા ઇન્ટરવ્યુ હતું અને ખૂબ જ નર્વસ હતી પણ પછી બધી પ્રોસેસ પૂરી થઈ અને ઓફર મળી છે એ જ દિવસે રિઝલ્ટ એનાઉન્સ થઈ ગયું હતું. આ એન્જિનિયરિંગમાં સ્કીલ હશે તો જોબ મળી જ જશે. વિદ્યાર્થીઓને સફીશીયન્ટ ચોઈસ મળી રહે છે: પ્રિન્સિપાલ એલ.ડી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ નિલય ભૂપતાણીએ જણાવ્યું હતું કે એવરેજ પેકેજની વાત કરું તો ગયા વર્ષની અમારી સરેરાશ 5.50 લાખની જોબ ઓફર રહી છે.19 લાખ હાઈએસ્ટ પેકેજ રહ્યું છે.19 લાખ,14 લાખ,12 લાખ,10 લાખ,7 લાખ આ પ્રકારે અલગ અલગ કંપની દીઠ એમને પેકેજીસ ઓફર થયા છે.પણ એલડી એન્જિનયરિંગ કોલેજની વાત કરીએ તો એક લેવલથી નીચા જ્યારે પેકેજ હોય તો એ વિદ્યાર્થીઓની પસંદગીમાં નથી આવતા કારણ કે એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને સફિશિયન્ટ ચોઈસીસ મળી રહે છે અને વિદ્યાર્થીઓ એટલા કેપેબલ પણ છે કે એ લોકો આ પ્રકારની કંપનીઓમાં પ્લેસમેન્ટ મેળવી લે છે. કોર એન્જિનિયરિંગમાં સરપ્રાઇઝિંગલી છેલ્લા બે વર્ષથી ખૂબ સારું જોવા મળે છે: પ્રિન્સિપાલ પ્લેસમેન્ટ કોર એન્જિનિયરિંગમાં સરપ્રાઇઝિંગલી છેલ્લા બે વર્ષથી ખૂબ સારું જોવા મળી રહ્યું છે. એવી એક વાયકા છે કે સોફ્ટવેરમાં જ પ્લેસમેન્ટ વધારે થાય છે પણ એવું નથી.ગત વર્ષની વાત કરીએ તો મિકેનિકલ એન્જિનિયરિંગ,કેમિકલ એન્જિનિયરિંગ અને ઇન્સ્ટ્રુમેન્ટ અને કંટ્રોલ એન્જિનયરિંગ કે જે આ બધી કન્વેન્શનલ ઓલ્ડ બ્રાન્ચ જે કોર બ્રાન્ચમાં આવે એમાં 100 ટકા પ્લેસમેન્ટ જોવા મળ્યું છે.

Aug 2, 2025 - 21:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow