ઢોર પકડવાની કવાયત:મહેસાણામાં મહિનામાં રખડતાં 563 ઢોર પકડ્યા, રંજાડ યથાવત
મહેસાણા શહેરમાં જુલાઇ માસ દરમિયાન સતત વિવિધ રસ્તામાં રખડતી ગાયો અને આખલાને પકડવાની ઝુંબેશ મનપા દ્વારા એજન્સી ટીમ રાહે ચાલુ રાખવામાં આવી છે. આમ છતાં હજુ મેઇન રોડ ઉપર સાંજ પડતા રખડતી ગાયો અને આખલાનો જમાવડો થતો હોય છે. જેના લીધે વાહનચાલકો અને રાહદારીપણ થોભો અને રાહ જુઓની જેમ ચિંતામાં રસ્તો ઓળંગતા હોય છે. શહેરમાં એક માસ દરમિયાન 437 ગાય અને 126 આખલા મળીને કુલ 563 રખડતા પશુ મનપા તંત્રની ટીમે પકડીને પાંજરામાં પુરાયાછે. જેમાંથી 26 પશુને તેમના પશુમાલિકપ્રતિ પશુ રૂ. 5 હજાર લેખે કુલ રૂ. 1.65 લાખ દંડ ભરીને મુક્ત કરાવી ગયા છે. મહેસાણાના રાધનપુર રોડ, મોઢેરા રોડ, માનવઆશ્રમરોડ, વિસનગર રોડ, ગાંધીનગર લીંક રોડ, રામોસણા, ડેરી રોડ, ટી.બી રોડ સહિતના મોટાભાગના જાહેર રસ્તાને સ્પર્શતા વિસ્તારોમાં આ દરમિયાન રખડતા ઢોર પકડવાની ઝુંબેશ કરાઇ હતી. હજુપણ તંત્ર દ્વારા ઢોર પકડવાની કવાયત ચાલુ હોવાનું મનપાના સૂત્રોએ જણાવ્યું હતું.

What's Your Reaction?






