અકસ્માતનું જોખમ:સાગરા ગામે બમ્પર તૂટી જતા લોકોના માથે અકસ્માતનું જોખમ
જલાલપોર તાલુકામાં આવેલ સાગરા ગામે એસટી સ્ટેન્ડ પાસે બનાવેલ બમ્પ બે ભાગમાં વહેંચાઈ જતા વાહનચાલકો અકસ્માતના ભોગ બની રહ્યાં છે. જેને લઇ બમ્પ રિપેર કરવાની માંગ ઉઠી છે. જલાલપોર તાલુકામાં આવેલ સાગરા ગામે પૂરઝડપે હંકારતા વાહનની ગતિ મર્યાદામાં આવે તે માટે વહીવટી તંત્ર દ્વારા એસટી સ્ટેન્ડ પાસે બમ્પ મૂકવામાં આવ્યા હતા પણ બે ત્રણ દિવસમાં જ બમ્પ તૂટી જતા વાહન ચાલકો માટે અકસ્માત થાય તેવી પરિસ્થતિનું નિર્માણ થઈ રહ્યાની ફરિયાદ ગ્રામજનોએ કરી હતી. ઉચ્ચ સ્તરે રજૂઆત છતાં આ બમ્પને રિપેર કરવાની કામગીરી હાથ ધરાઈ ન હોય લોકોમાં આક્રોશ છવાયો છે. વહીવટી તંત્ર દ્વારા રિપેર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ તે માટે અપીલ પણ કરી છે.

What's Your Reaction?






