સુરતના પાલ-હજીરા રોડ પર યશ્વી ફાઉન્ડેશનની મનમાની:પહેલા ઈચ્છા થઈ એટલે “ઓપરેશન સિંદૂર” સર્કલ બનાવ્યું, પછી રાતોરાત હટાવ્યું; SMC-પોલીસના આંખ આડા કાન

સુરતમાં 31 મેએ પાલ-હજીરા રોડ પર અચાનક જ “ઓપરેશન સિંદૂર” સર્કલ બની ગયું. સવારે ઊઠીને જ્યારે જનતા રોડ પરથી પસાર થઈ ત્યારે તેમને આ સ્કલ્પ્ચરને જોયું, પણ 6 જૂને આ સર્કલને તોડી પડાયું. આ સર્કલ યશ્વી ફાઉન્ડેશને બનાવ્યું હતું, પરંતુ આ સર્કલ યશ્વી ફાઉન્ડેશને કોની મંજૂરીથી બનાવ્યું એ ભગવાન જાણે... આમ, એટલા માટે કહેવું પડે છે, કારણ કે સુરતના જાહેર રોડ પર અચાનક કોઈપણ સંસ્થા સર્કલ બનાવી દે છે અને 6 દિવસ પછી અચાનક જ SMCને એ ટ્રાફિક માટે અવરોધરૂપ અને ગેરકાયદે લાગે છે, પરંતુ આ બધામાં ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે આ 6 દિવસ દરમિયાન ના ટ્રાફિક-પોલીસ કે ના SMCએ આ સર્કલને હટાવવા માટે કોઈ કાર્યવાહી કરી. વળી, SMCએ તો માત્ર એક નોટિસ આપી સંતોષ માન્યો છે, પણ દબાણ તોડવામાં અવ્વલ SMC અને રસ્તા પર ‘ચુસ્ત ’કામગીરી કરવામાં માહેર ટ્રાફિક-પોલીસને એફઆઇઆર કરવામાં નહીં, પણ આંખ આડા કાન કરવામાં રસ છે. “ઓપરેશન સિંદૂર સર્કલ” અચાનક ગાયબ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચર્ચામાં રહેલું “ઓપરેશન સિંદૂર સર્કલ” આજે(6 જૂન) સવારે અચાનક પાલ-હજીરા રોડ પરથી ગાયબ જોવા મળ્યું હતું. લોકો રોજ સવારે અહીંથી પસાર થતા ત્યારે નજરમાં પડતું આ વિશિષ્ટ અને વિવાદાસ્પદ સર્કલ હવે ત્યાંથી હટાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં આ ટ્રાફિક સર્કલ ભારે વાઇરલ થયું હતું, પરંતુ ચર્ચામાં આવ્યા બાદ ખબર પડી કે આ ગેરકાયદે હતું. અહીં સર્કલની સાથે ફાઈટર પ્લેનની પ્રતિકૃતિ પણ બનાવી દેવામાં આવી હતી. યશ્વી ફાઉન્ડેશને બનાવ્યું “ઓપરેશન સિંદૂર સર્કલ” સુરતના પાલ વિસ્તારમાં આવેલી પાલ હવેલી પાસે યશ્વી ફાઉન્ડેશન નામની સંસ્થાએ “ઓપરેશન સિંદૂર”ની થીમ પર આધારિત આ સર્કલ ઊભું કરેલું હતું. આ ઢાંચો રોડની વચ્ચે મૂકી દેવાયો હતો, જોકે સૌથી ગંભીર વાત એ છે કે આ સર્કલ બનાવવા માટે સુરત મહાનગરપાલિકાની કોઇ મંજૂરી લેવામાં આવી નહોતી. નોટિસ આપી છતાં અવગણી રાંદેર ઝોન દ્વારા યશ્વી ફાઉન્ડેશનને લેખિત નોટિસ અપાઈ હતી છતાં પણ સંસ્થાએ કોઇપણ કાર્યવાહી નહીં કરતાં પાલિકા તંત્રએ આખરે કડક વલણ અપનાવ્યું હતું. મેયરની સૂચના બાદ પાલિકાતંત્રએ ચેતવણી આપી કે જો સર્કલ નહીં હટાવાય તો એને તોડી પાડવામાં આવશે. પાલિકા અધિકારીઓએ કહ્યું હતું કે આ ઢાંચો ટ્રાફિક માટે અવરોધરૂપ બન્યો હતો અને ગેરકાયદે હતું. સારા ધ્યેય સાથે ટેમ્પરરી સ્ટ્રક્ચર મૂક્યું હતું યશ્વી ફાઉન્ડેશન એક એનજીઓ છે અને એના સતેન્દ્ર નાયકે જણાવ્યું હતું કે અમે 26 અને 27 મે માટે પોલીસ અને સુરત મહાનગરપાલિકામાં પરવાનગી માટે અરજી કરી હતી. એ સમયે તિરંગાયાત્રા પણ ચાલી રહી હતી, જોકે પરમિશન ન મળતાં અમે સારા ધ્યેય સાથે આ ટેમ્પરરી સ્ટ્રક્ચર મૂક્યું હતું. અમને માત્ર એકવાર જ નોટિસ મળી હતી અને નોટિસ મળ્યા પછી અમે આ ટેમ્પરરી સ્ટ્રક્ચર દૂર કર્યું હતું. સ્ટ્રક્ચર દૂર કરી દેતાં હવે કોઈ કાર્યવાહી કરાશે નહીં: અધિકારી આ સમગ્ર મામલે રાંદેર ઝોનના અધિકારીએ જણાવ્યું હતું કે કાર્યવાહી માટે અમે નોટિસ આપી હતી અને જો સ્ટ્રક્ચર દૂર ન થાય તો આગળની કાર્યવાહી કરવાના હતા, પરંતુ તેમણે સ્ટ્રક્ચર દૂર કરી દેતાં હવે કોઈ કાર્યવાહી હાલ કરવામાં આવે તેમ નથી. ‘ટ્રાફિક વિભાગ કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરે’ ટ્રાફિક શાખાના એસીપી એમ.એસ. શેખે જણાવ્યું હતું કે હાલ ટ્રાફિક વિભાગ દ્વારા કાયદાકીય કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે નહીં, કારણ કે એસએમસી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને દંડની કાર્યવાહી કરવામાં આવશે. જો ભવિષ્યમાં સ્ટ્રક્ચર મૂકવાની વાત આવે ત્યારે એસએમસી અભિપ્રાય માગશે ત્યારે જ અમે અભિપ્રાય આપીશું.

Jun 6, 2025 - 20:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow