એકેડેમી કાઉન્સિલની બેઠકમાં મહત્વનો નિર્ણય:યુનિવર્સિટી દ્વારા માન્યતા માટે કોલેજોની પુનઃ ચકાસણી માટે હવે એલઆઇસી કમિટી મુકાશે

હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટીમાં એકેડમી કાઉન્સિલ ની બેઠકમાં નવી શિક્ષણનીતિ અંતર્ગત અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં હવે યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોને માન્યતા ની પ્રક્રિયામાં પુનઃ ચકાસણી માટે એલઆઇસી કમિટી મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી કોલેજોને એલ.આઇ.સી કમિટીનો રિપોર્ટ નેગેટિવ હશે તો પણ ફરીથી શરતો પાલનનો રિપોર્ટ રજૂ કરવા તક મળશે. યુનિવર્સિટી પાટણની એકેડેમિક કાઉન્સિલની બેઠક કુલપતિ ડૉ. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં કોલેજોના સૈદ્ધાંતિક જોડાણ અને ચાલુ જોડાણને લગતી મંજૂરીની બાબતોને બહાલી આપવામાં આવી હતી. વધુમાં યુનિવર્સિટીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના તમામ સૂચનો સ્વીકારી અમલીકરણ અંગે નિર્ણય કર્યો હતો. સાથે કોલેજોના જોડાણની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે નવા પ્રકારના ફોર્મ બનાવવા સાથે મહત્વના નિર્ણયરૂપે કોલેજોની પુનઃ ચકાસણી માટે ફરીથી એલઆઇસી મૂકવાની જોગવાઈ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી જાણવા મળ્યા મુજબ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આ પ્રકારનું પ્રોવિઝન અમલમાં છે. અગાઉ એલઆઇસીના નેગેટિવ રિપોર્ટ પર વિચાર કરી શકાતો ન હતો.જેમાં કોલેજોના શરતોના પાલન અંગે યુનિવર્સિટી પાસે માહિતી ઉપલબ્ધ હોતી નહીં. હવે કોલેજોએ 30થી 45 દિવસમાં શરતોના પરિપાલન કર્યા બાદ તેનો રિપોર્ટ મોકલી આપવાથી પુનઃ મૂલ્યાંકનની આગળની કાર્યવાહી યુનિવર્સિટી કરી શકશે. ફેકલ્ટીમાં એક સમાન સ્વરૂપ નક્કી કરી યુનિ વર્સિટી એલ.આઇ.સી.ના રિપોર્ટને વધુ પારદર્શક બનાવવાનો નિર્ણય લેવાયો હતો. એકેડેમિક કાઉન્સિલે બેઠકમાં નવા નીમાયેલા સભ્યોનું કુલપતિ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

Aug 1, 2025 - 04:44
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow